કંપારી છુટી જાય એવો વીડિયો વાયરલ, આ દેશમાં આવ્યો ભયંકર ભૂકંપ, લાઈવ વીડિયો પ્રકાશની ગતિએ વાયરલ

મંગળવારે મધ્ય ક્રોએશિયામાં 6.4ની તીવ્રતાના ભુકંપને કારણે વ્યાપક વિનાશ સર્જાયો હતો, જેમાં સાત લોકો માર્યા ગયા હતા અને 20થી વધુ ઘાયલ થયા હતા. ઘણા પડોશી દેશો પણ ભૂંકપની ઝપેટમાં આવી ગયા હતા. બચાવકર્તાઓએ પેટ્રિંજા અને અન્ય નગરોમાં ધરાશાયી થઈ ગયેલી ઇમારતોના ભંગારમાંથી લોકોને બહાર કાઢ્યા, અને સૈન્ય સૈનિકોને આ વિસ્તારમાં મદદ માટે મોકલવામાં આવ્યા. ક્રોએશિયાની રાજધાની ઝગરેબ અને ઓસ્ટ્રિયાની રાજધાની વિયેનામાં આંચકા અનુભવાયા હતા. સાવચેતી તરીકે સ્લોવેનીયાએ તેનો એક માત્ર પરમાણુ વીજ પ્લાન્ટ બંધ કરી દીધો.

બીજા દિવસે પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. એક વીડિયો ક્લિપ વાયરલ થઈ છે. જ્યાં એક મંત્રી પ્રેસને ગત દિવસના ભૂકંપ વિશે માહિતી આપી રહ્યા હતા અને ત્યારે જ એક તીવ્ર ભૂકંપ આવવાથી શહેર આખું હચમચી ગયું હતું. ત્યાંના કેમેરાએ આ ઘટના રેકોર્ડ કરી હતી. જમીન ઉછાળતી જોવા મળી હતી અને લોકો પણ નીચે પડતા જોવા મળ્યા હતા.

આ વીડિયો 30 ડિસેમ્બરે શેર કરવામાં આવ્યો હતો, જેણે અત્યાર સુધીમાં 1 મિલિયન વ્યૂ મળી ચૂક્યા છે. તેમજ 4 હજારથી વધુ લાઈક્સ અને 2 હાજરથી વધુ રી-ટ્વિટ કરવામાં આવી છે. ઘણા લોકોએ આશ્ચર્યજનક પ્રતિક્રિયાઓ પણ આપી છે. હવે હાલમાં આ વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે અને લોકો શેર કરી રહ્યા છે.

આ સાથે જ જો વાત કરીએ કે ભૂકંપ વખતે કેવી કેવી સાવધાની રાખવી તો ભૂકંપ આવતા જો તમે ઘરમાં છો તો જમીન પર બેસી જાવ.મજબૂત ટેબલ કે કોઈ ફર્નીચરની નીચે શરણ લો. ટેબલ ન હોય તો હાથ વડે ચેહરા અને માથાને ઢાંકી લો. ઘરના કોઈ ખૂણામાં જતા રહો. કાંચ બારીઓ દરવાજા અને દિવાલથી દૂર રહો. પથારી પર છો તો સૂઈ રહો. ઓશિકા વડે માથુ ઢાંકી લો. આસપાસ ભારે ફર્નીચર હોય તો તેનાથી દૂર રહો. લિફ્ટનો ઉપયોગ કરતા બચો. પેંડુલમની જેમ હલીને દિવાલ સાથે લિફ્ટ અથડાઈ શકે છે. લાઈટ જવાથી પણ લિફ્ટ રોકાય શકે છે. નબળી સીઢીઓનો ઉપયોગ ન કરો. સામાન્ય રીતે બિલ્ડિંગોમાં બનેલ સીઢીયો મજબૂત નથી હોતી. ઝટકો આવતા સુધી ઘરની અંદર જ રહો. આંચકા આવતા બંધ થાય ત્યારે બહાર નીકળો.

ભૂકંપ આવતી વખતે જો તમે ઘરની બહાર છો તો ઊંચી બિલ્ડિંગો, વીજળીના થાંભલા વગેરેથી દૂર રહો. જ્યા સુધી આંચકા આવે ત્યા સુધી બહાર જ રહો. ચાલતી ગાડીમાં હોય તો જલ્દી ગાડી રોકી લો. ગાડીમાં જ બેસી રહો. એવી પુલ કે રસ્તા પર જવાથી બચો. જેમણે ભૂકંપથી નુકશાન પહોંચ્યુ હોય.

એ જ રીતે જો તમે ભૂકંપ દરમિયાન કાટમાળમાં દબાય જાવ તો, માચિશ બિલકુલ ન સળગાવશો. હલશો નહી કે ધૂળ ઉડાવશો નહી. કોઈ રૂમાલ કે કપડાથી ચેહરો ઢાંકી લો. કોઈ પાઈપને કે દિવાલને વગાડતા રહો જેથી બચાવ દળ તમને શોધી શકે. જો કોઈ સીટી હોય તો વગાડતા રહો. જો કોઈ બીજુ સાધન ન હોય તો બૂમો પાડતા રહો. જો કે આવુ કરવાથી ધૂળ મોઢામાં જઈ શકે છે. જેથી સાવધ રહો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત