દીપિકા પાદુકોણની ગેહરાઈયાં પર કંગના રાણાવતે કર્યો કટાક્ષ, કહ્યું-ખરાબ ફિલ્મ છે તો ખરાબ જ હશે

અભિનેત્રી દીપિકા પાદુકોણની ફિલ્મ ‘ગેહરાઈયાં’ને દર્શકોનો મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે. કેટલાક લોકોને ફિલ્મ ખૂબ પસંદ આવી છે, જ્યારે કેટલાક લોકોને ફિલ્મમાં બતાવવામાં આવેલા બોલ્ડ સીન્સને લઈને સમસ્યા છે. જ્યારે બધા સહમત છે કે આ દીપિકા પાદુકોણના શ્રેષ્ઠ અભિનયમાંથી એક છે, ત્યારે ફિલ્મની વાર્તાને પણ મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે.

આવી સ્થિતિમાં કંગનાએ પણ ‘ગેહરાઈયાં’ વિશે પોતાનો અભિપ્રાય આપ્યો છે, જેમાં તે ફિલ્મ વિશે ઘણું બધું કહેતી જોવા મળી રહી છે. કંગનાએ તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર મનોજ કુમાર અને માલા સિન્હાનું સુંદર ગીત ‘ચાંદ સી મહેબૂબા હો મેરી’ ગાતા એક વીડિયો શેર કર્યો છે. આ ગીત 1965માં આવેલી ફિલ્મ ‘હિમાલય કી ગોડ મેં’નું છે.

image source

આ વીડિયોમાં મનોજ કુમાર નદીના કિનારે બેસીને ગીત ગાઈ રહ્યા છે, જ્યારે માલા સિન્હા તેની આસપાસ ડાન્સ કરી રહી છે. વીડિયો શેર કરતાં કંગનાએ લખ્યું કે, હું પણ એક મિલેનિયમ છું પરંતુ હું આ પ્રકારના રોમાંસને સમજું છું. હવે મિલેનિયલ કે નવા વર્ગ કે આધુનિક હોવાના નામે જે પીરસવામાં આવે છે, કૃપા કરીને આ ન કરો. ખરાબ ફિલ્મો ખરાબ છે. તમે ગમે તેટલા અંગ પ્રદર્શન કરો કે પોર્નોગ્રાફી બતાવો, પરંતુ ફિલ્મ તેના નામે સાચવી શકાતી નથી. અને એ હકીકત છે કે કોઈ ઊંડાણની બાબત નથી.

‘ગેહરાઈયાં’ શકુન બત્રાની કોમ્પલેક્ષ રિલેશનશિપ પર આધારિત ફિલ્મ છે. અગાઉ તેમણે ‘કપૂર એન્ડ સન્સ’નું નિર્દેશન કર્યું હતું. ‘ગેહરાઈયાં’ના કેટલાક એવા પાસાઓ છે જે લોકોને પસંદ આવ્યા નથી. લોકોને આ ફિલ્મ નિરાશાજનક લાગી રહી છે. ફિલ્મની વાર્તા વિશે વાત કરીએ તો, દીપિકા પાદુકોણનું પાત્ર (અલિશા) તેની કઝીન (ટિયા) અનન્યા પાંડેના બોયફ્રેન્ડના પ્રેમમાં પડે છે. આ ફિલ્મ એક ફેમિલી ડ્રામા છે, જે માનસિક સ્વાસ્થ્યના મુદ્દા અને ભૌતિકવાદી શોધ પર આધારિત છે.