નીત નવી પોસ્ટ મુકી લાઈમલાઈટમાં રહેલી કંગનાનું ટ્વિટર સસ્પેન્ડ કરવાની માંગ, જાણો કોર્ટે શું કહ્યું

બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌતના ટ્વિટર એકાઉન્ટને સસ્પેન્ડ કરવાની માંગ કરતી અરજી હાઈકોર્ટમાં કરવામાં આવી હતી. દેશમાં સતત નફરત, અવિશ્વાસ ફેલાવવા અને તેના ઉશ્કેરણીજનક ટ્વીટ્સથી તે દેશને વિભાજિત કરવાનો પ્રયાસ કરી રહી છે તેવી વાત સહિત સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી તેના અકાઉન્ટને કાયમી ધોરણે સસ્પેન્ડ કરવા માટે બોમ્બે હાઈકોર્ટમાં અપીલ કરવામાં આવી હતી.

image source

અભિનેત્રી કંગના રનૌત વિરુદ્ધ એડવોકેટ અલી કાશીફ ખાન દેશમુખ દ્વારા અરજી દાખલ કરવામાં આવી હતી. અરજદારે કંગનાનું ટ્વિટર એકાઉન્ટ સસ્પેન્ડ કરાવવાની વિનંતી કરી હતી. તેણે કહ્યું હતું કે કંગનાના અપમાનજનક ટ્વિટ્સથી દેશમાં ગુનાખોરીને પ્રોત્સાહન મળે છે. દેશમુખે પોતાની અરજીમાં ન્યાયતંત્ર વિરુદ્ધ કંગના દ્વારા વિવિધ અપમાનજનક ટ્વીટ્સ કરવામાં આવી હતી તેના તરફ પણ ધ્યાન દોરવામાં આવ્યું હતું. મુંબઈ પોલીસે તેમની ફરિયાદ પર કાર્યવાહી ન કરતાં વકીલે કંગનાની સોશ્યલ મીડિયા પોસ્ટ્સ સામે અંધેરી મેજિસ્ટ્રેટ કોર્ટમાં ફરિયાદ નોંધાવી હતી.

image source

આ અરજી પર બોમ્બે હાઈકોર્ટે 21 ડિસેમ્બરના રોજ સુનાવણી હાથ ધરી હતી. કોર્ટે કહ્યું હતું કે કંગનાને પોતાના વિચાર વ્યક્ત કરવાનો અધિકાર છે. આ ઉપરાંત કોર્ટે અરજદારને પુછ્યું હતું કે શું તે સાબિત કરી શકે છે કે કંગનાના કોઈ ટ્વિટથી તેના મૌલિક અધિકારને હાનિ થઈ હોય ? અથવા તો તેનું માનભંગ થયું હોય.

image source

આ અરજી પર હવે આ સુનાવણીમાં કોર્ટે એમ પણ કહ્યું હતું કે આ માંગણી અસ્પષ્ટ છે. હવે તેને જનહિત અરજી તરીકે બદલવામાં આવે. કોર્ટે અરજી કરનાર અલી કાસિફ ખાન દેશમુખને નવી દલીલ રજૂ કરવા જણાવ્યું છે. આ કેસમાં હવે આગામી સુનાવણી 7 જાન્યુઆરી 2021ના રોજ હાથ ધરવામાં આવશે. આ સુનાવણી દરમિયાન અરજકારે નવેસરથી દલીલો રજૂ કરવા આગ્રહ કર્યો છે.

image source

ઉલ્લેખનીય છે કે કંગના વિરુદ્ધ ઘણા કેસ નોંધાયેલા છે. તેણે કરેલા ટ્વિટ અને નિવેદનોના કારણે તે સતત વિવાદમાં રહી છે. તેની ઓફિસ પર બીએમસી દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી બાદ કંગનાએ મહારાષ્ટ્ર સરકારને લઈને પણ વીડિયો શેર કર્યા હતા. તે સમયે કંગના સૌથી વધુ ચર્ચામાં રહી હતી. આ સિવાય સુશાંત સિંહના મોત બાદ પણ કંગનાએ બોલિવૂડ અને નેપોટિઝમ પર પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા તે સમયે પણ ભારે વિવાદ થયો હતો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત