48 કરોડમાં બનેલી કંગનાની આલિશાન ઓફિસ પર BMCનું બુલડોઝર ફરી વળ્યું, જોઇ લો તસવીરોમાં કેવી બદલાઇ ઓફિસની દશા અને દિશા

તોડફોડ બાદ કંગનાએ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને આપી ઓપન ચેલેન્જ

અભિનેત્રી કંગના રનૌત અને સરકાર વચ્ચેની શાબ્દિક લડાઈ હવે ચરમસીમાએ પહોંચી ચુકી છે. આજે કંગનાની મુંબઈના બાંદ્રા વેસ્ટના પાલી હિલ રોડ પર આવેલી આલિશાન ઓફિસ પર BMCએ બુલડોઝર ફરવી દીધું હતું. કંગનાએ પોતાની ઓફિસની તોડફોડના વીડિયો અને ફોટો સોશિયલ મીડિયા પર શેર પણ કર્યા છે. એટલું જ નહીં કંગનાએ શિવસેના અને મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને ખુલ્લો પડકાર પણ આપ્યો હતો.

સવારે જ્યારે કંગના મુંબઈ આવવા રવાના થઈ હતી ત્યારથી તે ટ્વીટ કરી અને સતત તેની સાથે બનતી ઘટના વિશે વર્ણન કરતી હતી. તેણે કહ્યું હતું કે તેના માટે તેની ઓફિસ રામ મંદિર છે. આજે ત્યાં બાબર આવ્યો છે અને રામમંદિર ફરીવાર તૂટ્યું છે. આ સાથે જ કંગનાએ ફરી એકવાર મુંબઈની સરખામણી PoK સાથે કરી હતી.

કંગનાએ વધુમાં લખ્યું હતું કે તે મુંબઈ જવા માટે એરપોર્ટ રવાના થઈ ત્યારથી જ મહારાષ્ટ્ર સરકાર અને તેના ગુંડાઓએ તેની પ્રોપર્ટી તોડવાની શરૂઆત કરી દીધી હતી. તેણે કહ્યું હતું કે આવું તો ઠીક કંઈ પણ તેની સાથે કરવામાં આવશે તેનાથી તેની હિંમત વધશે.

જણાવી દઈએ કે કંગનાએ આ ઓફિસ કરોડોના ખર્ચે તૈયાર કરી હતી. તેણે આ પ્રોડક્શન હાઉસનું ‘મણિકર્ણિકા’ ફિલ્મ પરથી રાખ્યું છે. કંગના આ ફિલ્મની કો-ડિરેક્ટર હતી. પાલી હિલ સ્થિત બંગલા નંબર 5ને તેણે રી-કન્સ્ટ્રક્ટ કરી તેની ઓફિસ બનાવી હતી. ઓફિસને સેલિબ્રિટી ડિઝાઈનર શબનમ ગુપ્તાએ ડિઝાઈન કરી હતી. ઓફિસ યુરોપિયન સ્ટાઈલથી ડિઝાઈન કરવામાં આવી હતી.

કંગનાએ આ બંગલો થોડાં વર્ષ પહેલા ખરીદ્યો હતો તેમાં પાર્કિંગ એરિયા અલગથી છે. આ પ્રોડક્શન હાઉસને પ્લાસ્ટિક ફ્રી બનાવવામાં આવ્યું છે. આ સાથે જ સ્ટુડિયોમાં કસ્ટમાઈઝ્ડ તથા હેન્ડમેડ ફર્નિચરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. વુડન ફ્લોર તથા ટેક્સચર્ડ વોલ દ્વારા ઓફિસને એથનિક લુક આપવામાં આવ્યો હતો. જો કે હાલ તો કંગનાની 48 કરોડની ઓફિસનો કચ્ચરઘાણ વળી ગયો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત