કંગના રનૌતના ઘરમાં તોડફોડ મામલે BMCને મોટો ઝટકો, જાણો કોર્ટે શું કરવા આપ્યો આદેશ

બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌતની પાલી હિલ સ્થિત ઓફિસ તોડવાના મામલે હાઈકોર્ટે પોતાનો ચુકાદો સંભળાવી દીધો છે. બોમ્બે હાઈકોર્ટના નિર્ણય મુજબ કંગનાની ઓફિસમાં થયેલા નુકસાનનું મૂલ્યાંકન કરવામાં આવશે અને તેને વળતર આપવામાં આવશે. જો કે આ તકે કોર્ટે સ્પષ્ટ કહ્યું છે કે તે તોડફોડમાં થયેલા નુકસાન અંગેના કંગનાના નિવેદનનું તે સમર્થન કરતા નથી.

image source

કંગનાને ઓફિસની તોડફોડ મામલે મોટી જીત મળી છે. સુનાવણી દરમિયાન કોર્ટે સ્વીકાર્યું કે આ બધી બાબતો કંગનાને ધમકાવવા માટે કરવામાં આવી હતી અને બીએમસીનો હેતુ યોગ્ય ન હતો. તેને આપવામાં આવેલી નોટિસ અને તોડફોડ ખરેખર કંગનાને ધમકી આપવા માટે હતી. કોર્ટે કહ્યું કે કંગનાને નુકસાન પહોંચાડવા માટે ઓફિસમાં થયેલી તોડફોડનું મૂલ્યાંકન થવું જોઈએ. આકારણી કરનાર વ્યક્તિ કંગના અને બીએમસી બંનેને સાંભળશે. સાથે જ જે પણ નુકસાન થયું છે તે BMC દ્વારા ભરવામાં આવશે.

image source

કોર્ટે કહ્યું કે કંગના બીએમસીને ઓફિસ ફરીથી બનાવવા માટે છૂટ આપશે. આ ઉપરાંત આ મામલે ત્રણ મહિનાની અંદર નુકસાનનું મૂલ્યાંકન કરવું પડશે. કોર્ટનો આ નિર્ણય કંગનાની ઓફિસમાં તોડફોડ થયાના લગભગ 2 મહિનાથી ચાલી રહેલી ચર્ચા બાદ આવ્યો છે.

જ્યાં સુધી કંગનાએ કરેલા નિવેદનો અને પોસ્ટ્સની વાત છે તો તેના પર કોર્ટે કહ્યું કે તેઓએ સમજી-વિચારીને બોલવું જોઈએ. કોર્ટે કહ્યું કે કંગનાએ આપેલા નિવેદનો બેજવાબદાર છે, તેમ છતાં આવા નિવેદનોની અવગણના કરવી વધુ સારો રસ્તો છે.

કોર્ટના નિર્ણય બાદ બોલિવૂડ એક્ટ્રેસ કંગનાએ ટ્વીટ કરીને ખુશી વ્યક્ત કરી હતી. કંગનાએ કોર્ટના નિર્ણયના સમાચારોને રિટ્વીટ કરતા લખ્યું હતું કે જ્યારે કોઈ વ્યક્તિ સરકારની વિરુદ્ધ ઊભી રહે અને જીતે ત્યારે તે તે વ્યક્તિની જીત નહીં પણ લોકશાહીનો વિજય છે. જેણે મને હિંમત આપી છે તે બધાનો આભાર અને મારા તૂટેલા સપના પર હાસ્ય કરનારાઓનો પણ આભાર.

image source

ઉલ્લેખનીય છે કે 9 સપ્ટેમ્બરના રોજ પાલી હિલ સ્થિત કંગનાની ઓફિસ મણિકર્ણિકા ફિલ્મ્સ પર બીએમસીએ બુલડોઝર ફેરવ્યું હતું. બીએમસીએ આ તોડફોડ ગેરકાયદે થયેલા બાંધકામની નોટિસ ફટકારી કરી હતી. ત્યારબાદ કંગનાએ આ મામલે હાઈકોર્ટમાં અરજી કરી હતી. આ અરજીમાં કંગનાએ બીએમસી પાસેથી 2 કરોડનું વળતર માંગ્યું હતું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત