Site icon News Gujarat

જાણો શું છે કનેક્શન, કનીકા કપૂર બાદ પ્રિન્સ ચાર્લ્સ પણ COVID -19 પોઝિટિવ આવતા બન્નેની તસ્વીર થઈ વાયરલ

કનીકા કપૂર બાદ પ્રિન્સ ચાર્લ્સ પણ COVID -19 પોઝિટિવ આવતા બન્નેની તસ્વીર થઈ વાયરલ – જાણો શું છે કનેક્શન

બ્રીટેનના પ્રિન્સ ચાર્લ્સના હાલ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા હતાં જે પોઝિટીવ આવ્યા છે. અને ત્યાર બાદ તેમની કરિના કપૂર સાથેની તસ્વીર સોશિયલ મિડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. યુઝર્સ આ તસ્વીરોને ખૂબ શેર કરી રહ્યા છે અને તેના પર વિવિધ કમેન્ટ્સ આપી રહ્યા છે. કેટલીક એવી અફવા પણ ઉડી હતી કે કનીકા કપૂરે પ્રિન્સ ચાર્લ્સને ઇન્ફેક્ટ કર્યા છે પણ વાસ્તવમાં વાયરલ થયેલી આ તસ્વીર ઘણી જૂની છે. અને તે કનીકા કપૂરના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પરથી જ મળી છે.

image source

બ્રીટેનના પ્રિન્સ ચાર્લ્સમાં કોરોના વયારસના ઘણા હળવા લક્ષણો જોવા મળ્યા છે. તેમની તબિયત પણ સ્વસ્થ છે તેવું તેમના પત્ની કેમિલાએ જણાવ્યું છે. જો કે બન્ને હાલ આઇસોલેશનમાં છે. પણ જોગાનુંજોગ કનીકા કપૂર પણ કોરોના વાયરસથી સંક્રમીત છે અને તેની ટ્રાવેલ હિસ્ટ્રી પણ લંડનની રહી છે. તેણી 9મી માર્ચના રોજ લંડથી મુંબઈ આવી હતી અને ત્યાર બાદ તેણી લખનૌ ગઈ હતી. પણ તેના લંડન કનેક્સનના કારણે તેણીની આ તસ્વીર સોશિયલ મિડિયા પર શેર થઈ રહી છે.

સોશિયલ મિડિયાના ખણખોદીયાઓએ કનીકા કપૂરના જ ઇન્સ્ટાગ્રામ પરથી આ તસ્વીરો શોધી કાઢી હતી અને તેને નવા કેપ્શન સાથે શેર કરી હતી. આ તસ્વીર 2015ની લોન પાર્ટીની છે જેમાં તમે પ્રિન્સ ચાર્લ્સ અને કનિકા કપૂરને એકબીજા સામે સ્મિત કરતા જોઈ શકો છો. આ તસ્વીર કનીકાએ કંઈક આ કેપ્શન સાથે શેર કરી હતી, ‘બોલીવૂડ વિષે વાત, કરતા.’ જ્યારે બીજી તસ્વિરમાં કનિકાએ લખ્યું હતું – પ્રિન્સ ચાર્લ્સની સાથે ક્લેરેંસ હાઉસામં સુંદર સાંજ. આ તસ્વીરો દ્વારા ખ્યાલ આવે છે કે તે બન્નેની મુલાકાત 5 વર્ષ પહેલાં થઈ હતી.

2015માં કનીકાએ એક બીજી તસ્વીર શેર કરી હતી જેમાં તેણી વડાપ્રધાન મોદી સાથે હતી. આ તસ્વીર વડાપ્રધાન મોદી જ્યારે યુ.કેના પ્રવાસે ગયા હતા તે દરમિયાનની હતી. તમને જણાવી દઈએ કે કનીકા મૂળે લખનૌની રહેવાસી છે. તેણી 1997માં લગ્ન કરીને લંડનમાં સ્થાયી થઈ હતી, જો કે 2012માં તેના ડિવોર્સ થયા બાદ તેણી મુંબઈમાં આવી ગઈ હતી જ્યાં તેણીએ સિંગીંગ કેરિયર અપનાવી હતી.

હાલ કનિકા કોવીડ – 19ની પોઝિટિવ પેશન્ટ હોવાથી તેણી આઇસોલેશનમાં છે અને એક જાણકારી પ્રમાણે તેણીના સંપર્કમાં 200 કરતાં વધારે લોકો આવ્યા હતા. જે બધાને આસોલેશનમાં રાખવામા આવ્યા છે. અને તેણી પોતે પણ સારવાર હેઠળ હોસ્પિટલમાં એડમિટ છે.

Exit mobile version