આજથી નિયમો સાથે ખુલશે અમદાવાદનું કાંકરિયા, 197 દિવસના લોકડાઉનમાં થયું આટલા કરોડ રૂપિયાનું નુકસાન

અમદાવાદીઓ માટે સારા સમાચાર છે. આજથી એટલે પહેલી ઓક્ટોબરથી અમદાવાદનું (Ahmedabad) હૃદયસમુ કાકંરિયા (Kankaria Lake garden) મુલાકાતીઓ માટે ખુલવાનું છે. રવિવાર કે પછી બાળકોના ફરવા માટેનું એક સ્થળ એટલે મણિનગરનું કાંકરિયા. કોરોનાના કારણે 17 માર્ચથી બંધ કરાયેલા કાંકરિયા પ્રાણી સંગ્રહાલય, બટર ફ્લાય ગાર્ડ સહિત જે જગ્યાઓ ખુલ્લી છે તે આજથી ખુલ્લી મુકાશે.

image source

લગભગ 197 દિવસ બંધ રહેલા કાંકરિયા લેકફ્રન્ટને અંદાજે 7.5 કરોડનું નુકસાન થયું છે. કાંકરિયામાં માસ્ક વિના કોઈને પ્રવેશ આપવામાં નહીં આવશે. લેકફ્રન્ટમાં નાસ્તાના સ્ટોલ અને પાણીમાં અન્ય એમ્યુઝમેન્ટ હમણાં ચાલુ નહીં થાય. પ્રાણી સંગ્રહાલયને ધ્યાને લઈ વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જેમાં તમામ વિસ્તારને સેનિટાઈઝ કરવામાં આવ્યા છે. સ્ટાફના પણ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો છે.

image source

શું તકેદારી રખાશે: 1, 3 અને 4 નંબરના દરવાજેથી એન્ટ્રી મળશે

  • માત્ર 1,3 અને 4 નંબરના દરવાજેથી જ એન્ટ્રી મળી શકશે
  • 1000 મુલાકાતીઓ જ એક તબક્કામાં પ્રવેશ અપાશે, જે પૈકી જેટલા મુલાકાતીઓ બહાર નીકળશે તેટલા બીજા મુલાકાતીઓને પ્રવેશ અપાશે.
  • કિડઝ ઝોન સહિતના અન્ય તમામ આકર્ષણો પણ હજુ બંધ જ રહેશે.
image source

કઈ તકેદારી રખાશે

  • મુલાકાતીનું ટેમ્પરેચર મપાશે, હાથ સેનિટાઇઝ કરાશે, માસ્ક પહેરેલું હશે તો જ પ્રવેશ અપાશે.
  • મુલાકાતીઓએ પોતાનો નાસ્તો અને પાણીની બોટલ પણ ઘરેથી સાથે લાવવી પડશે, કાંકરિયામાં કોઇ વસ્તુનું વેચાણ થશે નહીં.
  • આજથી કાંકરિયા પ્રાણી સંગ્રહાલય, બટર ફ્લાય ગાર્ડ સહિત જે જગ્યાઓ ખુલ્લી છે તે ખુલ્લી મુકાશે.
image source

નોંધનીય છે કે, કોરોના વાયરસનાં (Coronavirus) સંક્રમણને કારણે 17 માર્ચથી કાંકરિયા પ્રાણી સંગ્રહાલય બંધ કરવામાં આવ્યું હતું. આજથી કાંકરિયા પ્રાણી સંગ્રહાલય, બટર ફ્લાય ગાર્ડ સહિત જે જગ્યાઓ ખુલ્લી છે તે ખુલ્લી મુકાશે. પરંતુ લેકફ્રન્ટમાં નાસ્તાના સ્ટોલ અને પાણીમાં અન્ય એમ્યુઝમેન્ટ હમણાં ચાલુ નહીં થાય. જોકે, અહીં આવનાર તમામને માસ્ક વગર અંદર આવવા દેવામાં નહીં આવે. કાંકરિયામાં કામ કરતા સ્ટાફનાં પણ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યાં છે.

વોકિંગને મંજૂરી, પણ કસરત નહીં કરી શકાય

image source

કાંકરિયા લેકફ્રન્ટમાં આજથી ચાલવા આવનાર માટે પણ મંજૂરી આપવામાં આવી છે. જોકે તેમને કસરત કરવાની કે બેસવાની પરવાનગી નહીં આપવામાં આવે. તેમણે માસ્ક ફરજિયાત પહેરવો પડશે અને થૂંકવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ઝૂમાં 1 હજાર લોકોને પ્રવેશ અપાશે, નોક્ટર્નલ ઝૂ અને કિડ્સ સિટી બંધિયાર હોવાથી બંધ રહેશે

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત