કાનમાં વાગી રહી હતી બે વર્ષથી ઘંટડી, દુર્લભ સર્જરી બાદ બીમારીમાંથી મળી મૂક્તિ

આપણે જ્યારે રાત્રે સૂતા હોઈએ ત્યારે આસપાસ કોઈ અવાજ આવે તો આપણને ઉંઘ આવતી નથી. થોડા પર ઘોંઘાટથી આપણી ઉંઘ ઉડી જાય છે. પણ વિચારો કે કોઈ વ્યક્તિને સતત કાનમાં કોઈ અવાજ આવતો હોય તો તેમની સ્થિતિ કેવી થતી હશે. આવી જ ઘટના સામે આવી છે તમિલનાડુમાં. તમિલનાડુનો 26 વર્ષીય વેંકટ છેલ્લા બે વર્ષથી પરેશાન હતો.

image source

તે બરાબર ઉંઘી શકતો ન હતો અને ન તો તે કોઈ પણ કામમાં ધ્યાન આપી શકતો હતો. તેને ટીનીટસ નામનો રોગ હતો. આ રોગમાં, દર્દીને કાનમાં ઘંટડી અથવા કોઈ અન્ય પ્રકારના અવાજો શંભળાવા લાગે છે. પરંતુ ડોકટરોની મદદથી બે વર્ષ પછી વેંકટને આ સમસ્યાથી છૂટકારો મળ્યો.

વેંકટ પોતે કહે છે કે છેલ્લા બે વર્ષથી તે ભાગ્યે જ નિરાંતે સૂઈ શક્યો છે. તે પોતાના અભ્યાસ અને કામમાં પણ ધ્યાન આપી શકતો ન હતો. તેને હંમેશાં એવું લાગતું હતું કે તેના કાનમાં કોઈ ઘંટડી વાગી રહી છે. છેલ્લા બે વર્ષોમાં, વેંકટ સારવાર માટે ઘણા ઇએનટી (કાન, નાક, ગળા) ડોકટરો પાસે ગયા હતા પરંતુ દરેક વખતે તેમના રિપોર્ટમાં કોઈ અસામાન્ય પરિણામ મળ્યા ન હતા.

image source

તાજેતરમાં જ એક તપાસ દરમિયાન જાણવા મળ્યું કે વેંકટને ટીનીટસ નામનો રોગ હતો. વિશ્વભરમાં ટિનીટસ રોગના 50 થી ઓછા કેસો જોવા મળ્યા છે. ભારતમાં આ પહેલો કેસ હતો.

એમજીએમ હેલ્થકેરની ઇન્સ્ટિટ્યૂટ ઓફ ન્યુરોસાયન્સ એન્ડ સ્પાઇનલ ડિસઓર્ડરના ડિરેક્ટર અને ગ્રુપ હેડ ડો. કે શ્રીધરે વેંકટને આ રોગ દૂર કરવામાં મદદ કરી. તેમણે જ વેંકટના આ રોગ વિશે જાણ્યું ને વેંકટને ફરીથી સામાન્ય જીવન જીવવામાં મદદ કરી.

ડો.શ્રીધરે વેંકટની સ્પેશિયલ શસ્ત્રક્રિયા કરી. આ શસ્ત્રક્રિયાને માઇક્રોવસ્ક્યુલર ડિકોમ્પ્રેશન (એમવીડી) કહેવામાં આવે છે. ભારતમાં આ પહેલીવાર હતું જ્યારે એમવીડી સર્જરીનો ઉપયોગ ટિનીટસ નામના રોગના ઇલાજ માટે કરવામાં આવ્યો હતો. ડો.શ્રીધરે જણાવ્યું હતું કે સંપૂર્ણ તપાસ કર્યા બાદ બહાર આવ્યું છે કે વેંકટને ઓર્ડિટરી નર્વથી મુશ્કેલી આવી રહી છે.

image source

તેમણે કહ્યું કે આ સર્જરી ખૂબ સાવચેતી રાખીને કરવાની હોય છે. જો આ શસ્ત્રક્રિયા દરમિયાન કોઈ ક્ષતિ આવે છે, તો પછી દર્દીને સાંભળવાની ખોટ સાથે ચહેરાના સ્નાયુઓમાં પણ નબળાઇ આવી શકે છે.

શસ્ત્રક્રિયા થયાના એક મહિન બાદ વેંકટ એક દમ સ્વસ્થ છે. તે કહે છે કે છેલ્લા બે વર્ષ ખૂબ જ મુશ્કેલ હતા. મારું જીવન સંપૂર્ણ બદલાઈ ગયું હતું. મને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. હું ડોક્ટર શ્રીધરનો આભાર માનું છું જેમણે મને આ મુશ્કેલીમાંથી મુકત કર્યો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!