કાન પર વાળ હોવા એ સારું છે કે ખરાબ, જાણી લો વ્યક્તિત્વની ખાસ વાતો

અનેક મનુષ્યોના જીવનમાં અનેક એવી વાતો હોય છે જેનાથી તેમનું જીવન ક્યારે બદલાઈ જાય છે તેનો તેમને ખ્યાલ રહેતો નથી. ક્યારેક કેટલાક પ્રશ્નો તો એવા હોય છે જેનો જવાબ પણ કોઈની પાસે હોતો નથી. કેટલીક માન્યતાઓ અને લોકવાયકાઓ પર આધારિત જવાબથી લોકોને સંતોષ થતો નથી. વ્યક્તિ પોતાના પ્રશ્નનો સંતોષકારક જવાબ મેળવવામાં સક્ષમ રહેતો નથી. ક્યારેક તે અનુભવે છે કે તેના જીવનની કેટલીક સમસ્યાઓને તે ઉકેલી શકતો નથી. તો આ સમયે સમુદ્ર શાસ્ત્ર તમારી મદદ કરી શકે છે.

image source

સમુદ્ર શાસ્ત્રમાં માનવ અંગોની બનાવટના આધારે વ્યક્તિના સ્વભાવ અને વ્યવહારને વિશેની જાણકારી આપવામાં આવી રહી છે. આજે અમે આપને જણાવીશું કે સમુદ્ર શાસ્ત્ર દ્વારા વ્યક્તિના કાનને જોઈને કઈ રીતે તેના વ્યવહાર અને વ્યક્તિત્વની જાણકારી મેળવી શકાય છે. જેમ વ્યક્તિના હાથ-પગની આંગળીઓના આકારને વ્યક્તિત્વ સાથે સંબંધ હોય છે તેમ વ્યક્તિના કાનના શેપને પણ વ્યક્તિત્વ સાથે સંબંધ હોય છે. જો વ્યક્તિના કાન નીચેથી ગોળ હોય તો તેવા વ્યક્તિઓ ભાગ્યશાળી હોય છે. તેઓ અપાર ધન, વૈભવ અને ઐશ્વર્યની સાથે સુખ અને સુવિધાથી સંપન્ન હોય છે.

image source

જે વ્યક્તિઓના કાનની બૂટ જાડી હોય છે એવા વ્યક્તિ ઈશ્વરમાં આસ્થા રાખનારા માનવામાં આવે છે અને સાથે તેમનું જીવન ઈશ્વરની ભક્તિમાં જ વીતે છે. તેમને ઈશ્વરમાં સંપૂર્ણ શ્રદ્ધા હોય છે.

image source

જે વ્યક્તિઓના કાન વાંદરાના જેવા હોય છે તેવા વ્યક્તિઓ ખાસ કરીને સ્વાર્થી સ્વભાવના હોય છે. આ પ્રકારના લોકો લોભી, મોહ, ક્રોધ અને અહંકારી હોય તેવું જોવા મળે છે. આવા લોકોના જીવનમાં ક્યારેય સ્થિરતા જોવા મળતી નથી અને સાથે આ વ્યક્તિઓ હંમેશા ગૃહસ્થ જીવનમાં અનેક સમસ્યાઓ અને પરેશાનીઓ અનુભવે છે. આ સાથે તેમના ઘરમાં ધનનો અભાવ એટલે કે આર્થિક તંગી કાયમ રહે છે.

image source

જે વ્યક્તિના કાન પર વાળ હોય છે તેવા વ્યક્તિઓ ચતુર હોય છે અને સાથે જ સ્વાર્થી પણ હોય છે. આ પ્રકારના વ્યક્તિઓ ધન કમાવવા માટે જૂઠાણાનો સહારો લે છે. જે વ્યક્તિઓના કાન પર વાળ હોય છે તેવા વ્યક્તિઓ ધનહીન અને પ્રભાવહીન હોય છે. આ પ્રકારના વ્યક્તિઓના જીવન સંદેશ અને ડરના હેઠળ જ નીકળી જતા હોય છે.

image source

જે વ્યક્તિના કાન કાનપટ્ટી સાથે જોડાયેલા હોય છે એવા વ્યક્તિઓ પોતાની બુદ્ધિથી ધન કમાઈ લેતા હોય છે. એવા વ્યક્તિઓ સમજદાર હોય છે અને સાથે આ વ્યક્તિઓ ધનવાન પણ રહે છે. કેટલાક લોકોના કાન લાંબા હોય તેવું પણ તમે જોયું હશે. જે વ્યક્તિના કાન સામાન્ય કરતાં થોડા લાંબા હોય છે તેવા વ્યક્તિઓમાં વ્યવહાર કુશળતા ખૂબ જ સારી હોય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત