કન્યા પક્ષ કરી રહ્યા હતા જાનના સ્વાગતની તૈયારીઓ, ત્યાં ખબર પડી કે વરરાજા તો કોરોનાની ઝપેટમાં આવી ગયા

કોરોનાના કહેર વચ્ચે હાલમાં લગ્ન કરવા તે લોઢાના ચણા ચાવવા બરાબર છે. એક તરફ કોરોનાનું સંક્રમણ તો બીજી તરફ સરકારની ગાઈડલાઈન પ્રમાણે લીમિટમાં મહેમાનોને આમંત્રણ આપવાનું. જેના કારણે ઘણીવાર કોને આમંત્રણ અને કોને ન આપવું તે દુવિધા ઉત્પન્ન થાય છે. તો ઘણી જગ્યાએ લગ્નના થોડા દિવસ પહેલા વર-વધુ કોરોનાની ઝપેટમાં આવ્યાના દાખલા બન્યા છે.

25મી તારીખે જાન આવવાની હતી

image source

આવી એક ઘટના સામે આવી છે દાહોદ ખાતે. જ્યાં દાહોદ જિલ્લાના સુખસર ગામની વેદિકા નામની દીકરીના લગ્ન રાજસ્થાનના બીલડી ગામના ગજેન્દ્ર સાથે નક્કી કરાયા હતાં. 25મી તારીખે જાન આવવાની હોવાથી દીકરી પક્ષે તમામ તૈયારીઓ પૂર્ણ કરી લીધી હતી. જોકે, આ દરમિયાન જ 6 દિવસ પહેલાં ગજેન્દ્રને સામાન્ય લક્ષણો જણાતા કોરોનાનો ટેસ્ટ કરાવાતા તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેને લઈને બધા લોકો ટેન્શનમાં આવી ગયા.

વરરાજએ લગ્નની સ્પષ્ટ ના પાડી દીધી

image source

તો બીજી તરફ લગ્નની તમામ તૈયારીઓ થઇ ગઇ હોવાથી બંને પક્ષના લોકો મુંઝવણમાં મુકાઇ ગયા હતાં. આ માટે જ 3 દિવસ પહેલાં ગજેન્દ્રનો ફરી કોરોના ટેસ્ટ કરાવાયો હતો. જેમાં તેઓ નેગેટિવ આવ્યા હતાં.

image source

નેગેટિવ આવી ગયા હોવા છતાં જો કોઇ લક્ષણો રહી ગયા હોય તો અન્ય લોકો સંક્રમિત થાય અને રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ 14 દિવસ હોમ ક્વોરન્ટાઇન રહેવાના સરકારી નિયમને અનુસરવા માટે ગજેન્દ્રભાઇએ હાલ લગ્નના આયોજનની સ્પષ્ટ ના પાડી દીધી હતી. ટેસ્ટ નેગેટિવ આવતાં જાન આવવાની આશા બંધાતાં તૈયારીઓ પુરજોશમાં ચાલુ રખાઇ હતી પરંતુ ગજેન્દ્રના લગ્ન મોકૂફ રાખવાના નિર્ણયને વધાવીને દીકરી પક્ષના લોકોએ પણ બંધાવેલા મંડપ ખોલાવી લીધા હતા અને સબંધિતોને લગ્ન મોકુફ રાખ્યા હોવાની જાણ પણ કરી હતી અને હવે થોડા દિવસ બાદ સારૂ મૂહુર્ત જોઈ લગ્નનું આયોજન કરવામાં આવશે.

સરકારી નિયમ પાળવા માટે લગ્ન અટકાવ્યાં

image source

નોંધનિય છે કે, ગજેન્દ્રના માતા થોડા દિવસ પહેલાં પોઝિટિવ આવ્યા હતા. જેથી તેઓને મોડે-મોડે લક્ષણો જણાતા રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તો બીજી એક ઘટનામાં દાહોદ શહેરમાં એક પરિવારમાં 27 નવેમ્બરના રોજ લગ્નનું આયોજન કરાયું હતું.

image source

10 દિવસ અગાઉ કન્યાપક્ષે તકલીફ જણાતા કોરોનાનો ટેસ્ટ કરાવતા જેના લગ્ન હતા તે કન્યા સહિત તેના મા-બાપ બંનેને કોરોના પોઝિટિવ હોવાની જાણ થઇ હતી. બાદમાં વડીલોએ સામે પક્ષે જાણ કરતા સત્વરે બંને વેવાઈઓએ સહમતિ દાખવીને જે લોકોને નિમંત્રિત હતા તે સહુને સોશિયલ મીડિયાના માધ્યમથી હાલ પૂરતા આ લગ્ન મુલતવી રાખ્યા હોવાની જાણ કરી દેવાઈ છે. સરકારી નિયમ પાળવા માટે લગ્ન અટકાવ્યાં, હવે બીજું કોઈ શુભ મુહૂર્ત જોઇને લગ્ન કરાશે

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત