જાણો કપડા ખરીદવા માટે કયો દિવસ સૌથી સારો અને કયો દિવસ ખરાબ

શુક્રવારનો દિવસ કપડાં ખરીદવા માટે શુભ દિવસ છે, જાણો કયા દિવસે કપડાં ન ખરીદવા જોઈએ?

આમ તો, છોકરીઓ દરરોજ ખરીદી કરવાનું પસંદ કરે છે. પરંતુ વાસ્તુ શાસ્ત્ર અને જ્યોતિષ શાસ્ત્ર મુજબ દરરોજ ખરીદીનો દિવસ હોતો નથી. અઠવાડિયાના અમુક દિવસો ખરીદી માટે યોગ્ય માનવામાં આવતા નથી, જેમ કે શનિવારે ખરીદી કરવામાં આવતી નથી. કાળા વસ્ત્રો, લોખંડ, તેલ, મીઠું અને ઇલેક્ટ્રોનિક વસ્તુઓ ખાસ ખરીદી કરવામાં આવતી નથી. તેમજ અઠવાડિયામાં, કેટલાક દિવસો હોય છે જ્યારે ખરીદી ખૂબ સારી અને શુભ માનવામાં આવે છે.

image source

આ સિવાય બુધવાર, ગુરુવાર અને રવિવાર પણ કપડાં ખરીદવા માટે શુભ માનવામાં આવે છે. તમને જણાવી દઈએ કે, રવિવાર, સોમ, બુધ, ગુરુ, શુક્રવાર ઝવેરાતની ખરીદી માટે શુભ માનવામાં આવે છે. હંમેશા ધ્યાનમાં રાખો કે નવા કપડા ખરીદવા માટે મંગળવાર અને શનિવારની પસંદગી ક્યારેય ન કરો. એવું માનવામાં આવે છે કે ભગવાન શનિ આ દિવસે નવા કપડા પહેરવાથી ક્રોધિત થાય છે.

દરેકને નવા કપડાં ખરીદવા અને પહેરવાનું પસંદ હોય છે. તે ફક્ત આપણને ખુશી જ નહીં આપતું, પરંતુ આપણા મૂડને પણ ફ્રેશ રાખે છે.

image source

જ્યોતિષ શાસ્ત્ર મુજબ, નવા કપડાં ખરીદતી વખતે અને પહેરતી વખતે જો કેટલીક ખાસ બાબતોનું ધ્યાન રાખવામાં આવે તો તે આપણા ગુડલકમાં પણ વધારો કરી શકે છે. તેમજ જૂના (બળી ગયેલા અથવા ખરાબ) કપડાં પહેરવાથી દુર્ભાગ્ય વધી શકે છે. જ્યોતિષીય ગ્રંથ બૃહતજાતકમમાં કપડાને લગતી ઘણી બાબતોનો ઉલ્લેખ છે. એના વિશેની માહિતી નીચે મુજબ છે-

1. નવા કપડાં ખરીદવા માટે શુક્રવારનો દિવસ શ્રેષ્ઠ દિવસ માનવામાં આવે છે. પરંતુ શનિવારે નવા કપડા ખરીદવાનું ટાળવું જોઈએ.

image source

2. જ્યોતિષ શાસ્ત્ર મુજબ, શુભ નક્ષત્રો જેવા કે, (અશ્વિની, ચિત્રા, રોહિણી) માં નવા કપડા ખરીદવા અને પહેરવાથી ગુડલક વધે છે.

3. ફાટેલા અને બળી ગયેલા કપડા ક્યારેય ન પહેરવા જોઈએ, કે ન તો તેને સંભાળીને રાખવા જોઈએ. આમ કરવાથી રાહુની આપણા જીવન પર અશુભ અસર પડે છે.

image source

4. જો તમે વધારે નકારાત્મક વિચારો છો તો તમારે સફેદ રંગના કપડાં પહેરવા જોઈએ. તેમજ જો તમારે કોઈ કામમાં સફળ થવું હોય તો તમારે પીળા રંગના વસ્ત્રો પહેરવા જોઈએ. સફેદ રંગના વસ્ત્રો શુક્ર ગ્રહ સાથે સંબંધિત છે, પીળા રંગનાં કપડાં ગુરુ ગ્રહ સાથે સંબંધિત છે.

5. તમારા જૂના કપડાં ફેંકી દો નહીં, પરંતુ કોઈને દાનમાં આપો. તે શનિ સાથે સંકળાયેલ ખામીને દૂર કરી શકે છે.

image source

6. મનુસ્મૃતિ અનુસાર, જે વ્યક્તિ ગંદા કપડા પહેરે છે તે હંમેશા ગરીબ રહે છે. દેવી લક્ષ્મી પણ આવા લોકોના ઘરે ક્યારેય રોકાતી નથી. તેથી, હંમેશાં સ્વચ્છ વસ્ત્રો જ પહેરવા જોઈએ.

7. નવા કપડાં એકદમ સ્વચ્છ હોવા જોઈએ: જો ખરીદેલા નવા કપડાં સંપૂર્ણ રીતે શુદ્ધ ન હોય તો તે તમારા માટે અશુભ રહેશે. ઘણી વખત નવા કપડામાં શાહી, કાદવ, ગોબર અથવા કોઈ પ્રકારની ગંદકી હોય છે જેને આપણે ટાળવી જોઈએ. તેમજ ફાટેલા અને દાઝેલા કપડા ન પહેરવા, કારણ કે તે રાહુનું નિવાસસ્થાન માનવામાં આવે છે. આ સિવાય નવા કપડા ધોયા વિના પહેરવાથી બુધ ગ્રહ ગુસ્સે થાય છે. આનું વૈજ્ઞાનિક કારણ એ છે કે કપડા ધોયા વિના પહેરવાથી પણ રોગો અને ત્વચાના ચેપનું જોખમ રહેલું છે.

image source

8. શુભ મુહૂર્તમાં નવા કપડા પહેરો:

આપણે હંમેશાં જોયું હશે કે ઘરના બધા લોકો કોઈ ખાસ પ્રસંગે નવા કપડાં પહેરે છે. આની પાછળનું કારણ એ છે કે શુભ મુહૂર્ત પર કપડાં પહેરવાથી આનંદ અને સમૃદ્ધિ આવે છે. નવા કપડા તમને આનંદથી ભરી દે છે. તેમજ, તેનો ગ્રહો સાથે સીધો સંબંધ છે. જો તમે દુ:ખી છો, તો ગુલાબી અથવા લાલ રંગના કપડાં પહેરો, તેમજ સફળતા માટે પીળો રંગના.

image source

9. એવું કહેવામાં આવે છે કે ભરણી નક્ષત્રમાં નવા કપડા પહેરવાથી તે કપડા ચોરી થઈ શકે છે. જો કૃતિકા નક્ષત્રમાં ચંદ્ર હોય તો તમારે નવા કપડા પહેરવાનું ટાળવું જોઈએ. તેનાથી આગ લાગવાનું જોખમ રહે છે. તેથી, એવું કહેવામાં આવે છે કે કપડાં યોગ્ય નક્ષત્રમાં પહેરવા જોઈએ, જેથી તે ગ્રહ અથવા નક્ષત્રની દુષ્ટ અસર તમારા પર ન આવે.

Source: asianetnews

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 1 – https://bit.ly/DharmikVato1

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 2 – https://bit.ly/DharmikVato2

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 3 – https://bit.ly/DharmikVato3

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 4 – https://bit.ly/DharmikVato4

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 5 – https://bit.ly/DharmikVato5

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત