કાર પર ચડીને યુવાને હવામાં પિસ્તોલ તાણીને દર્શાવ્યો કૌફ, પોલીસ બની રહી મુક પ્રેક્ષક

અમેરિકાનું ગન કલ્ચર આપણે સારી રીતે જાણીએ છીએ. અમેરિકાના કેટલાક રાજ્યોમાં તો ગન માટે લોકોને લાયસન્સ પણ નથી લેવા પડતા અને માટે જ ત્યાં અવારનવાર શૂટિંગના કિસ્સા પણ બનતા હોય છે. અને અમેરિકાના આ જ ગન કલ્ચરના કારણે અવારનવાર અંદરોઅંદર સરકારનો વિરોધ પણ થયો હોવાનું સામે આવ્યું છે. પણ શું ભારત પણ તે જ માર્ગે જઈ રહ્યું છે કે શું ? કારણ કે તાજેતરમાં જ રાજકોટમાં બની ગયેલો કિસ્સો ખરેખર ચિંતા ઉત્પન્ન કરનારો છે.

Image Source

રાજકોટમાં કાયદાના લીરા ઉડાડતી એક ઘટના તાજેતરમાં બની ગઈ. એક યુવાન ભર્યા ટ્રાફીક વચ્ચે પોતાની કાર પર ચડીને હવામાં પિસ્તોલ ઉઠાવીને ખોફ ઉભો કર્યો. આ યુવકે ટ્રાફિકમાં અડચણ ઉભી કરીને આ કારસ્તાન કર્યું છે. અને તે વખતે ટ્રાફિક પોલીસ ટ્રાફિક વ્યવસ્થા સંભાળી રહી હતી. અને પોલીસ મુક શાક્ષી બનીને આ તમાસો જોતી રહી હતી.

Image Source

જો કે આ યુવકની ત્યાર બાદ ટ્રાફિક પોલિસને ફરજમાં વિક્ષેપ ઉભા કરવા બાબતે આજી ડેમ ખાતેના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી છે. વાસ્તવમાં આ યુવાનની ઇનોવા કારની નંબર પ્લેટ ફેન્સી હતી અને દંડ નહીં ભરવા માટે તે ત્રણ કલાક સુધી મથામણ કરી રહ્યો હતો અને છેવટે લોકોને ડરાવવા ધમકાવવા હેતુ પોતાની કાર પર ચડીને હવામાં પિસ્તોલ બતાવી હતી.

Image Source

રાજકોટના એક ટ્રાફિક પોલીસ દ્વારા આ યુવાન વિરુદ્ધ ફરિયાદ નોંધવામા આવી છે. આ ફરિયાદમાં જણાવવામાં આવ્યુ છે કે, આ ઘટના વખતે આ પોલીસ અધિકારી ગોંડલ હાઈવે પર આવેલા ગોંડલ ચાર રસ્તાના ટ્રાફિક પોઇન્ટ પર તેઓ ફરજ બજાવી રહ્યા હતા અને એક ઇનોવા કાર ચાલકે તેમની ફરજમાં અવરોધ ઉભો કરીને કાર પર ચડીને બંદુક તાણી હતી જેના કારણે આસપાસના લોકોમાં ભયનો માહોલ ઉભો થઈ ગયો હતો. આ સિવાય આ યુવક લોકોને ગમે તેમ બોલી પણ રહ્યો હતો અને ધમકી પણ ઉચ્ચારી રહ્યો હતો.

Image Source

રસ્તા પર હાજર કેટલાક લોકોએ યુવકને કારની નીચે ઉતરી જવા જણાવ્યું હતું. આ દરમિયાન કેટલાએ લોકોના ટોળા ચાર રસ્તા પર હાજર થઈ ગયા હતા. તેમ છતાં આ યુવક કોઈનું પણ કહ્યું માનતો નહોતો અને ધમકી આપે રાખતો હતો.

આ પ્રકારની ઘટના જોતાં એવુ લાગી રહ્યું છે કે લોકોમાં પોલીસનો કે કાયદાનો કોઈ ભય જ નથી રહ્યો. જ્યારે ત્યારે લોકો ખૂનામરકી ઉપર ઉતરી આવે છે. હાલતા ચાલતા લોકો બંદૂક લઈને એકબીજાની સામે તાણી દે છે. આ ઘટનાથી લોકો પોતાની જાતને અસુરક્ષિત સમજે તે સ્વાભાવિક છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત