આને કહેવાય કરમની કઠણાઈ, એક પછી એક દુર્ઘટનામાં સપડાયા ભારતના મહેમાન, લોકડાઉનમાં મેલેરિયા, પછી ડેંગ્યુ, પછી કોરોના અને સાજા થયા તો સાપ કરડ્યો

એક કહેવત છે ને કે નસીબ વાંકા હોય તો ઊંટ પર બેઠેલાને પણ કુતરું કરડી જાય.. આ કહેવત એક વ્યક્તિના જીવન પર જાણે સાચી સાબિત થઈ હોય તેમ એક પછી એક દુર્ભાગ્યપૂર્ણ ઘટનાઓ તેની સાથે બનતી રહી અને તે જીવન અને મરણ વચ્ચે ઝોંકા ખાતો રહ્યો. આ વાત એક એવા વ્યક્તિની છે જે ભારતમાં મહેમાન બનીને આવ્યો પરંતુ અહીં આવ્યા પછી તેને એક પછી એક એવી એવી સમસ્યાઓ ઘેરી વળી જેની કોઈ કલ્પના પણ કરી ન શકે.

image source

થોડા સમય પહેલા એક બ્રિટિશ નાગરિક જેનું નામ ઈયાન જોન્સ છે તે એક સામાજિક કાર્ય માટે ભારત આવ્યો હતો. અહીં આવ્યા બાદ ઈયાન જોન્સ સાથે એવી સમસ્યાઓ સર્જાઈ કે જેના કારણે હવે તેને લોકો પાસેથી મદદ માંગવી પડી રહી છે.

image source

ઈયાન જ્યારે ભારતમાં આવ્યો ત્યારે તેને શરુઆતમાં મેલેરિયા થયો હતો. આવું તો કોઈ પણ વ્યક્તિ સાથે થઈ શકે છે. આવું તેને પણ લાગ્યું અને તે મેલેરિયાની સારવાર પૂરી કરી સ્વસ્થ થયો. થોડા સમય બાદ તેને ડેન્ગ્યુ લાગુ પડ્યો. ડેન્ગ્યુમાંથી પણ સારવાર બાદ બચી ગયો. આ સમય એ હતો જ્યારે ભારતમાં કોરોનાએ એન્ટ્રી કરી લીધી હતી અને લોકડાઉન થઈ ચુક્યું હતું. આ સમય દરમિયાન ભારતમાં રહેતા ઈયાનને કોરોના પણ વળગી ગયો. ઈયાન આ મહામારીમાંથી પણ જેમતેમ કરીને મુક્ત થયો. પરંતુ છેલ્લે તેની સાથે એવી ઘટના બની કે જેના કારણે તે ચર્ચામાં છે.

image source

કોરોનામુક્ત થયો અને થોડા જ દિવસમાં તેને ઝેરી સાપે દંશ મારી દીધો. આ કારણે તે ફરી હોસ્પિટલના બીછાને પહોંચી ગયો અને તેની હાલત ગંભીર થઈ ગઈ. તે હાલ પણ સારવાર હેઠળ છે. અહીં તેની સારવાર એક સપ્તાહથી પણ વધુ સમયથી ચાલી રહી છે પરંતુ જે પગમાં દંશ છે તે પગ તેનો કામ કરતો નથી.

image source

ઈયાન ફેબ્રુઆરીમાં ભારત આવ્યો હતો. અહીં તે જોધપુર અને આસપાસના વિસ્તારની મુલાકાતે આવ્યો હતો. તેને પરત જવાનું હતું પરંતુ લોકડાઉનના કારણે તે કેન્સલ થયું અને પછી તેના પર એક પછી એક બીમારીઓ આવી પડી. પરોપકારના કાર્ય માટે આવેલા ઈયાનની હાલત આટલી સારવાર બાદ એવી થઈ ગઈ છે કે તેને હવે આર્થિક મદદની જરૂર પડી રહી છે. તેના માટે તેના દીકરાએ એક વેબસાઈટ બનાવી છે. જેને વિશ્વભરમાંથી લોકો મદદ કરી રહ્યા છે. ઈયાનની સારવાર માટે 8000 પાઉંડની જરૂર હતી પરંતુ તેની આ કહાની વિશે જાણી લોકોએ 17,409 પાઉંડ એકઠા કરી દીધા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત