ટેલિવિઝન સ્ટારની 62 વર્ષિય માતાએ વજનમાં કર્યો ધરખમ ઘટાડો, તસવીર જોઇને તમને પણ મળશે પ્રેરણા

ટેલિવિઝન સ્ટારની 62 વર્ષિય માતાએ વજનમાં કર્યો ધરખમ ઘટાડો – તેમને જોઈને ઘણાને પ્રેરણા મળશે

ટેલિવિઝનના આ સ્ટારની માતાએ 18kg વજન ઘટાડીને ગજબનું ટ્રાન્સફોર્મેશન કર્યું.

image source

આજકાલ ટેલિવિઝન સ્ટાર કરણ વાહી તેની વેબસિરીઝને લઈને ઘણો ચર્ચામાં છે. કરણ વાહી ઘણા લાંબા સમયથી ટેલિવિઝન સાથે સંકળાયેલો છે. તેને પોતાની ચુસ્ત બોડી માટે પણ ઘણા બધા અવોર્ડ દ્વારા અત્યાર સુધીમાં સમ્માનિત કરવામાં આવ્યો છે. પણ આ વખતે બાજી તેની માતાએ મારી લીધી છે. તેમણે 62 વર્ષની ઉંમરે પોતાના વજનમાં 18 કી.ગ્રામનો ઘટાડો કર્યો છે. અને એક અદ્ભુત ટ્રાન્સફોર્મેશન મેળવ્યું છે. અને આજકાલ આ કારણે પણ કરણ વાહી સોશિયલ મિડિયા પર ચર્ચામાં છે.

image source

કરણે પોતાની માતાની વેઇટ લૂઝની પોસ્ટ તાજેતરમાં પોતાના સોશિયલ મિડિયા અકાઉન્ટ પર શેર કરી હતી જે આજકાલ ખૂબ વાયરલ થઈ રહી છે. તમને જણાવી દઈએ કે કરણની માતાએ લોકડાઉ દરમિયાન પોતાના વજનમાં 18 કી.ગ્રામનો ઘટાડો કર્યો છે. કરણની માતાની આ તસ્વીર જે લોકો પોતાનું વજન ઘટાડવા માગે છે તેમના માટે ખૂબ જ પ્રેરણારૂપ છે.

image source

કરણે આ પોસ્ટ શેર કરતાં કેપ્શનમાં લખ્યું હતું – ‘મા મને તમારા પર ગર્વ છે. મને સાંભળવા બદલ અને વિશ્વ સૌથી પહેલાં તમારું પોતાનું ધ્યાન રાખવા માટે આભાર. મારા મમ્મી 62 વર્ષના છે અને તેમને હાઇપોથાઈરોઇડ છે. પણ મને ગર્વ છે કે મેં તેમને ઇન્સ્પાયર કર્યા. 4 મહિનામાં તેમણે 18 કિલો વજન ઘટાડ્યું છે. લોકડાઉન હોવા છતાં પણ મારા મમ્મી સ્ટ્રોન્ગેસ્ટ છે. થેંક્યુ, ઉંમર તો માત્ર એક સંખ્યા છે, તે તેમણે સાબિત કરી દીધું છે. લોકોને ઇન્સ્પાયર કરો, ઇન્ફ્લુઅન્સ નહીં. #iloveyou Mom.’

આ સાથે સાથે કરણે એક વિડિયો પણ શેર કરી છે. જેમાં તેમણે પોતાની માતાની લાઇફસ્ટાઇલ વિષે જણાવ્યું છે. તેમણે જણાવ્યું છે કે ડાયેટમાં પરિવર્તન લાવવાથી વજનમાં ઘટાડો કરવામાં મદદ મળે છે.

image source

વધતી ઉંમરમાં શરીરનું વધારે પડતું વજન વ્યક્તિને ગંભીર બીમારીઓથી ઘેરી શકે છે. માટે જ આપણા માટે આપણા વજનને સંતુલીત રાખવું ખુબ જરૂરી છે. યુવાનો માટે જેટલો વ્યાયામ અને ખાન પાન પર ધ્યાન રાખવું જરૂરી છે તેટલું જ જરૂરી વૃદ્ધો માટે પણ છે, તે વાત ખાસ ધ્યાનમાં રાખવી જોઈએ.

image source

તાજેતરમાં કરણ વાહી લારા દત્તા તેમજ રિંકુ રાજગુરુ અભિનિત વેબ સિરિઝ હન્ડ્રેડમાં જોવા મળ્યો હતો. તેણે આ સિરિઝમાં હરિયાણવી રેપરનો રોલ કર્યો છે. આ વેબસિરિઝ હાલ ડિઝની+હોટસ્ટાર પર રિલિઝ થઈ છે. લોકોને તેમા લારા દત્તા અને રીંકુ રાજગુરુનો અભિનય ખૂબ ગમી રહ્યો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત