Site icon News Gujarat

કરણ જોહરની ડ્રગ્સ પાર્ટીમાં દીપિકા પાદુકોણ, અર્જુન કપૂર અને રણબીર કપૂર સહિત કેટલાક અન્ય મોટા સ્ટાર્સ જોવા મળી રહ્યા છે.

કરણ જોહરની ડ્રગ્સ પાર્ટીમાં દીપિકા પાદુકોણ, અર્જુન કપૂર અને રણબીર કપૂર સહિત કેટલાક અન્ય મોટા સ્ટાર્સ જોવા મળી રહ્યા છે.

બોલીવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની મૃત્યુના કેસમાં ડ્રગ્સ એંગલની તપાસ કરવામાં આવી રહી છે. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB)ની પાસે હવે બોલીવુડ ઇન્ડસ્ટ્રીના કેટલાક મોટા નામ સામે આવી ગયા છે. જેની પર એનસીબી તપાસ થયા પછી પોતાનો શિકંજો વધારે કસાઈ શકે છે. પ્રાપ્ત જાણકારી મુજબ, એનસીબી હવે તા. ૩૦ જુલાઈ, ૨૦૧૯ના રોજ કરણ જોહરના ઘરે થયેલ પાર્ટીની પણ તપાસ કરવામાં આવી શકે છે.

image source

જણાવવામાં આવી રહ્યું છે કે, તા. ૩૦ જુલાઈ, ૨૦૧૯ના રોજ કરણ જોહરના ઘરે રાખવામાં આવેલ પાર્ટીનો એક ટીકટોક વિડીયો વાયરલ થયો હતો. આ વિડીયોમાં વિક્કી કૌશલ, દીપિકા પાદુકોણ, રણબીર કપૂર, મલાઈકા અરોડા, અર્જુન કપૂર, વરુણ ધવન, અયાન મુખર્જી, જોયા અખ્તર જેવા મોટા સ્ટાર્સ જોવા મળી રહ્યા હતા. ત્યાં જ વિડીયોમાં આ બધા સ્ટાર્સની બોડી લેન્ગ્વેઝને જોતા આ સોશિયલ મીડિયા પર આ અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે, કરણ જોહરની પાર્ટીમાં આવેલ બધા સ્ટાર્સ ડ્રગ્સના નશામાં હતા. કરણ જોહર દ્વારા આ વિડીયોને રીલીઝ કરવામાં આવ્યો હતો.

એનસીબી દ્વારા ખુલાસો કરવામાં આવ્યો છે.:

image source

સુત્રોના જણાવ્યા મુજબ, એનસીબીએ શુક્રવારના ડ્રગ્સ મામલામાં ખુલાસો કરતા કહ્યું હતું કે, ડ્રગ્સ કેસમાં પંદર બોલીવુડ સેલેબ્સને રડાર પર રાખવામાં આવ્યા છે. આ બધાનું નામ રિયા ચક્રવર્તીની પૂછપરછ કરવા દરમિયાન જણાવ્યું હતું. તેમજ અધિકારીઓએ જાણકારી આપતા જણાવ્યું છે કે, આ બધા સેલેબ્સ પર ડ્રગ્સ લેવાનો અને પ્રિક્યોર કરવાનો આરોપ લગાવ્યો છે.

દીપેશ સાવંતએ રીયા ચક્રવર્તીના ઘરે મોકલી હતી ‘ડ્રગ્સ’:

એનસીબી દ્વારા જણાવવામાં આવ્યું છે કે, અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના ઘરેથી દીપેશ સાવંતએ ડ્રગ્સનું એક કુરિયર રીયા ચક્રવર્તીના ઘરે મોકલવામાં આવ્યું હતું, જેને શોવિક ચક્રવર્તીએ કુરિયર બોય પાસેથી લઈ લીધું હતું. આ કુરિયરમાં અડધો કિલો બડ્સ હતા. એની પર કોઈને શંકા ના જાય એના માટે પેકેટમાં ડ્રગ્સની સાથે થોડો ઘણો અન્ય સામાન પણ પેક કરીને મોકલી દેવામાં આવતો હતો.

આ સાથે જ જણાવવામાં આવી રહ્યું છે કે, આ કુરિયર એપ્રિલ મહિનામાં મોકલી દેવામાં આવ્યું હતું. આ બાબતમાં NCBએ કુરિયર બોયનું પણ બયાન નોંધી લેવામાં આવ્યું છે. NCB એ કુરિયર બોયની કોલ ડીટેલ્સ પણ મેળવી લેવામાં આવી છે, જેમાં રીયા ચક્રવર્તીના ભાઈ શૌવિક ચક્રવર્તી અને દીપેશ સાવંતની સાથે વાતચીત થયાના સબુત પણ મળ્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત

Exit mobile version