યે રિશ્તા…’ ફેમ કરણ મેહરાની પર્સનલ લાઈફ છે આવી, લગ્નજીવન મુશ્કેલીમાં?

કરણ મહેરાના અરેસ્ટ થયા પછી ઓનસ્ક્રીન દીકરાએ જણાવ્યું કે કરણ મહેરા પર્સનલ લાઈફમાં કેવા છે.

ટીવી શો યે રિશ્તા ક્યાં કહેલાતા હે ફેમ એકટર કરણ મહેરા પર પત્ની દ્વારા લગાવાયેલા ડોમેસ્ટિક વાયોલન્સના આરોપ પછી એમને સોમવારે રાત્રે મુંબઈ પોલીસ દ્વારા અરેસ્ટ કરવામાં આવ્યા હતા એ પછી એમને જામીન પણ મળી ગઈ હતી. હવે આ ખબરથી આખી ટીવી ઇન્ડસ્ટ્રીમાં એકટર કરણ મહેરાના કો સ્ટાર ખૂબ જ શોકડ છે.

image source

ટીવી શો યે રિશ્તા ક્યાં કહેલાતા હેમા કરણ મહેરાના દીકરાનો રોલ કરી ચૂકેલા એકટર રોહન મહેરાએ પોતાના ઓનસ્ક્રીન પિતાના અરેસ્ટની ખબર સાંભળીને ખૂબ જ ચોકી ગયા. એક ઇન્ટરવ્યૂ દરમિયાન આ બાબતે રોહને કહ્યું કે કરણને મેં ક્યારેય કોઈની સાથે ઊંચા અવાજે વાત કરતા નથી જોયા, એમને ક્યારેય ગુસ્સે થતા પણ નથી જોયા.

તમને જણાવી દઈએ કે કરણ મેહરા વિરુદ્ધ એમની વાઈફ નિશા રાવલે ડોમેસ્ટિક વાયોલન્સનો કેસ નોંધાવ્યો છે. એ પછી મુંબઈ પોલીસે એમને અરેસ્ટ કર્યા અને પછી એમને જામીન મળી ગયા.

image source

સ્પોટબોય સાથે વાતચીતમાં રોહન મહેરાએ કહ્યું કે આ સાંભળીને હું પણ ઘણો શોકડ છું. પણ આ બાબતે હું મારો કોઈ વિચાર નથી આપવા માંગતો કારણ કે આ એમની પર્સનલ લાઈફ છે. આ વાત ફક્ત એમને જ ખબર છે કે શું ખોટું થયું? રોહને જણાવ્યું કે કરણને છેલ્લા 5 6 વર્ષથી ઓળખું છું. એ પોતાની રિલથી હટીને રિયલ લાઈફમાં ખૂબ જ સારા માણસ છે. એ સેટ પર બધા માટે ઘણા જ રિસ્પેક્ટફૂલ વ્યક્તિ રહ્યા છે. એ હંમેશા બધા સાથે ઘણા જ કુલ રહ્યા છે એટલે સુધી કે ટેક્નિશિયન સાથે પણ ખૂબ જ શાંતિથી અને સારી રીતે વાત કરતા હતા.

image source

રોહને આગળ જણાવ્યું કે મેં એમને ક્યારેય ગુસ્સા કરતા કે કોઈના પર બુમો પાડીને ઊંચા અવાજે વાત કરતા નથી જોયા. એટલે સુધી કે અમે બિગ બોસના ઘરમાં પણ સાથે રહ્યા, જ્યાં ખુદને કંટ્રોલ કરવું ખૂબ જ મુશ્કેલ છે પણ ત્યાં પણ કરણ હંમેશા શાંત જ દેખાયા. એટલે એમના અરેસ્ટ થવાથી મને ખુબ જ શોક લાગ્યો.

તમને જણાવી દઈએ કે રોહને વર્ષ 2015માં શો યે રિશ્તા ક્યાં કહેલાતા હેમા નક્સ સિંઘનિયા એટલે કે કરણ મહેરા ઉર્ફે નૈતિકના દીકરાના રોલમાં દેખાયા હતા.

image source

તમને જણાવી દઈએ કે કરણ મેહરા અને નિશા રાવલની મુલાકાત વર્ષ 2008માં ફિલ્મ હસતે હસતેના સેટ પર થઈ હતી. એ ફિલ્મમાં કરણ મેહરા સ્ટાઈલિસ્ટ તરીકે કામ કરી રહ્યા હતા. એકટર હોવાની સાથે સાથે કરણ મેહરા ફેશન ગ્રેજ્યુએટ પણ છે. નિશાને જોતા જ કરણ મેહરને એમની સાથે પ્રેમ થઈ ગયો થોડા વર્ષો સુધી એકબીજાને ડેટ કર્યા પછી બન્નેએ વર્ષ 2012માં લગ્ન કરી લીધા હતા. નિશા અને કરણનો એક દીકરો પણ છે જેનું નામ કવીશ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *