જ્યારે કરણ જોહર અને શાહરૂખ ખાનની દોસ્તીમાં પડી ગઈ હતી તિરાડ, અને પછી થયું હતુ કંઇક એવું કે…

બોલીવુડમાં કરણ જોહર અને શાહરૂખ ખાનની દોસ્તીની વાત કરીએ તો આ બન્નેની દોસ્તીની લોકો મિસાલ આપે છે. કરણ જોહરે નિર્દેશક તરીકેની પોતાની ડેબ્યુ ફિલ્મ કુછ કુછ હોતા હે પોતાના ખાસ મિત્ર શાહરુખ ખાન સાથે કરી હતી. એ પછી શાહરુખ ખાન અને કરણ જોહરે એકસાથે ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. જો કે એક સમય એવો પણ આવ્યો હતો કે જ્યારે એમની મિત્રતામાં તિરાડ પડી ગઈ હતી.

image soucre

કરણ જોહરે પોતાના પુસ્તક અનસૂટેબલ બોયમાં પણ આ વાતનો ઉલ્લેખ કર્યો છે. એમને જણાવ્યું છે કે કેવી રીતે અમુક લોકો એમની શાહરુખ ખાન સાથેની મિત્રતાને કેવી રીતે જોતા હતા અને કેવી રીતે એક ફિલ્મે ફરીથી એમની દોસ્તીને મજબૂત કરી દીધી. કરણ જોહર લખે છે કે શાહરુખ ખાન એક પઝેસિવ દોસ્ત છે. મને લાગે છે કે મેં એમના વગર ફિલ્મ બનાવી તો એમને એ વાતનું ખૂબ જ દુઃખ થયું અને મને લાગે છે કે હું ત્યારે દુઃખી થયો જ્યારે એને મને એ રીતે નજીક ન ફિલ થવા દીધો. મેં એને અલગ તરીકે લીધું. મને લાગતું હતું કે અમે કઈ જ કારણ વગર એકબીજાથી રિસાયેલા મિત્રો હતા”

image socure

ઘણા સમય સુધી કરણ જોહર અને શાહરૂખ ખાન વચ્ચે અણબનાવ રહ્યો. એ પછી શાહરુખ ખાન અને કરણ જોહર પીકુ ફિલ્મની સક્સેસ પાર્ટી દરમિયાન મળ્યા જ્યાં એમને જૂની બધી જ વાતોને ભુલાવી દીધી. એ સમયે પાર્ટીના ફોટા પણ સામે આવ્યા હતા જેમાં ઝોયા અખ્તર, હોમી અડજાણીયા અને અનિતા શ્રોફ અડજાણીયા પણ સામેલ થયા હતા.

image soucre

પીકુ ફિલ્મ વર્ષ 2015માં રિલીઝ થઈ હતી જેમાં અમિતાભ બચ્ચન, દીપિકા પાદુકોણ અને ઈરફાન ખાન મુખ્ય ભૂમિકામાં હતા. વર્ધ 2010માં કરણ જોહરે શાહરુખ ખાન સાથે ફિલ્મ માય નેમ ઇઝ ખાન કરી હતી. એ પછી જ્યારે એ ફરી મળ્યા તો વર્ષ 2016માં એ દિલ હે મુશ્કિલ કરી. જો કે આ ફિલ્મમાં શાહરુખ ખાનનો એક કેમિયો રોલ હતો.

image socure

કરણ જોહર અને શાહરૂખ ખાનની મિત્રતાને લઈને ઘણી બધી વાતો પણ કરવામાં આવી. એ વાત પર કરણ જોહર લખે છે કે જો હું તમને કહું કે તમે તમારા ભાઈ સાથે સુઈ રહ્યા હતા તો તમને કેવુ લાગશે? મારા માટે એનાથી કોઈ જ ફરક નથી પડતો કે શાહરુખ ખાન અને હું કઈ રીતે ઉતાર ચડાવમાંથી પસાર થયા છે. એ એક પિતાની જેમ છે. એક મોટા ભાઈની જેમ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *