કરીના કપૂરે જણાવી પોતાની પ્રેગ્નેંસીની તકલીફ, કહ્યું હાથ અને પગમાં થતી આવી તકલીફ

બોલિવૂડ એક્ટ્રેસ કરીના કપૂર ખાન પોતાના બિંદાસ્ત અંદાજ માટે પ્રખ્યાત છે. એક્ટ્રેસ પોતાના આ અંદાજથી જ પોતાનું જીવન પણ જીવે છે.

image source

કરીના કપૂર હંમેશા પોતાની વાત ખુલ્લા મને કરે છે. લોકો સામે પણ તે વાતને મક્કમતાથી અને સાચી હોય તે જણાવે છે. કરીના કપૂર તેની કારર્કિદીમાં ટોચ પર હતી ત્યારે તેણે સૈફ અલી ખાન સાથે લગ્ન કર્યા હતા. પરંતુ કરીનાએ બોલિવૂડમાં એક નવો જ ટ્રેંડ શરુ કર્યો હતો પોતાની ગર્ભાવસ્થા દરમિયાન.

image source

કરીના જ્યારે તૈમૂરને જન્મ આપવાની હતી ત્યારે પણ તેણે પોતાની જાતને કેમેરાથી છુપાવીને કે કામ બંધ કરીને કેદ કરી ન હતી. કરીનાએ ગર્ભાવસ્થામાં પણ સતત કામ કર્યું હતું. તેવામાં હાલમાં કરીનાનો એક જૂનો ઈંટરવ્યુ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં કરીના કપૂરે પહેલીવાર પોતાની ગર્ભાવસ્થા વિશ ખુલીને વાત કરી હતી.

કરીનાએ તેના ઈંટરવ્યુમાં કહ્યું હતું કે, ઘણા લોકોએ મને જણાવ્યું કે તેમણે ક્યારેય કોઈ ભારતીય અભિનેત્રીને ગર્ભવતી હોય ત્યારે જોઈ નથી. કારણ કે દરેક ભારતીય એક્ટ્રેસ જ્યારે પણ પ્રેગ્નેંટ થાય છે તો તે લોકોથી છુપાવા લાગે છે. યા તો પછી તે લંડન અને અમેરિકા જતી રહે છે. નહીં તો પછી ઘરમાં જ કેદ થઈ જાય છે. આવું કરવાનું કારણ એવું હોય છે કે લોકો તેમને જાડી થયેલી જોઈ શકતા નથી. તેનું શરીર ફુલી ગયું હોય, હાથ સોજી ગયા હોય, ચહેરા પર સોજા હોય તેવી સ્થિતિમાં તે જોવા મળતી નથી.

image source

જણાવી દઈએ કે તૈમૂરના જન્મના 20 દિવસ પહેલા કરીના કપૂરે કરન જોહરના ચેટ શો કૌફી વિથ કરનમાં શૂટિંગ કર્યુ હતું. આ ઈંટરવ્યૂમાં તેણે કહ્યું હતું કે, કોફી વિથ કરણની શૂટિંગ ડિસેમ્બરના પહેલા વીકમાં હતી અને 20 દિવસ બાદ મેં તૈમૂરને જન્મ આપ્યો હતો. પણ હું ત્યારે ફુલી ગયેલી સારી લાગતી હતી. મે તે એપિસોડ ઘણા દિવસ પછી જોયો હતો પણ મને લાગે છે કે ત્યારે હું વધારે સુંદર નહીં પણ સારી તો લાગતી જ હતી.

source : ndtv

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત