કરીના કપૂરને યાદ આવ્યા કાકા ઋષિ કપૂર, નીતૂ કપૂરે આપ્યું આવું રિએકશન
બોલિવૂડ એક્ટ્રેસ કરીના કપૂર ખાને પોતાના ઓફિશિયલ ઈંસ્ટાગ્રામ અકાઉન્ટ પર એક જૂની તસવીર શેર કરી છે.

આ તસવીરમાં તેના દિવંદત કાકા ઋષિ કપૂર, તેની માતા બબીતા અને પિતા રણધીર કપૂર છે. આ ફોટોમાં સંગીતકાર આરડી બરમન પણ જોવા મળે છે. આ બ્લેક એન્ડ વાઈટ તસવીર છે જેના કેપ્શનમાં કરીનાએ લખ્યું છે, અપૂરણીય…. આ તસવીર શેર કર્યાની સાથે જ ઋષિ કપૂરના ફેન્સ અને બોલિવૂડના સ્ટાર્સે તેના પર રિએકશન આપ્યું છે.
View this post on Instagram
કરીના કપૂર દ્વારા શેર કરવામાં આવેલી આ તસવીર પર નીતૂ કપૂરે રેડ હાર્ટ ઈમોજી સાથે કોમેન્ટ શેર કરી છે. ગત દિવસોમાં તેણે કાકા ઋષિ કપૂરના નાનપણની એક તસવીર પણ શેર કરી હતી. આ ઉપરાંત તેણે ઋષિ કપૂર અને સૈફ અલી ખાનની ફિલ્મ હમ તુમનો એક વીડિયો શેર કર્યો છે. તેમાં ઋષિ કપૂર અને સૈફ અલી ખાન સાથે જોવા મળે છે.
કરીના કપૂરે હાલમાં જ ઈંસ્ટાગ્રામ પર અકાઉન્ટ એક્ટિવ કર્યું છે. પરંતુ ઈંસ્ટાગ્રામ પર આવતાની સાથે તેના ફોલોવર્સ મિલિયન્સમાં થઈ ગઈ છે. થોડા દિવસો પહેલા તેણે પોતાના બાળપણનો ફોટો પણ શેર કર્યો હતો. આ ફોટો પણ ખૂબ વાયરલ થયો હતો.
View this post on Instagram
ફિલ્મની વાત કરીએ તો કરીના કપૂર ખાન લાલ સિંહ ચડ્ઢાની તૈયારીમાં છે. આ ફિલ્મમાં કરીના કપૂર આમિર ખાન સાથે મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મ ઉપરાંત અભિનેત્રી અંગ્રેઝી મીડિયમમાં જોવા મળી હતી. તેણે ઈમરાન ખાન સાથે કામ કર્યું હતું. ઈમરાન ખાન પણ થોડા દિવસો પહેલા જ દુનિયાને અલવિદા કહી ચુક્યા છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત