કરિનાએ પહેેરેલા આ હોટ ડ્રેસને કારણે લોકોનો મગજનો પારો ચડી ગયો હતો, જોઇ લો હોટ તસવીરોમાં તમે પણ

કરીના કપૂર ખાન બોલીવુડની એવી એક્ટ્રેસ છે જે પોતાની ફેશન સેંસથી બધાને ઈમ્પ્રેસ કરી દે છે. કરીના કપૂર ખાન કૈજ્યુઅલ લુક માટે પણ એવા કપડા પસંદ કરે છે, જે અન્ય વ્યક્તિઓ માટે સ્ટાઈલિંગ ઇન્સ્પરેશન બની જાય છે.

image source

તેમજ કોઈ ઇવેન્ટમાં સામેલ થવાનું થાય ત્યારે આ હસીનાનો લુક કમાલનો લુક જોવા મળે છે. જો કે, એક ઇવેન્ટમાં એવું પણ થયું હતું, જેમાં કરીનાની ડ્રેસ જોઇને લોકો ઉશ્કેરાઈ ગયા હતા અને તેમણે પોતાનો આ ગુસ્સો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વ્યક્ત કર્યો હતો.

તૈમુરના જન્મ પછી ફીટ ફિગરમાં ફરી જોવા મળી.:

image source

કરીના કપૂર ખાન ગર્ભવતી થયા પછી ઘણું વધારે વજન વધી ગયું હતું. વર્ષ ૨૦૧૬માં તૈમુર અલી ખાનના જન્મ પછી કરીના કપૂર ખાનએ પોતાના શરીરને ફીટ બનાવવા માટે વર્કઆઉટ પર ધ્યાન આપવાનું શરુ કરી દીધું હતું. આ જ કારણ છે કે થોડાક જ મહિનામાં ઘણી હદ સુધી કરીના કપૂર ખાનએ પોતાના જુના ફિગરની નજીક પહોચી ગઈ હતી.

કરીનાએ પોતાના ફિગરને ફ્લોન્ટ કરવા માટે કરીનાએ ફરીથી બોડી હેંગિંગ જીન્સ, ટોપથી લઈને ડ્રેસીસ પહેરવાનું પણ શરુ કરી દીધું હતું. કરીના કપૂર ખાનની આ મહેનતની કરીનાના ફેંસએ પણ ઘણી તારીફ કરી અને એક્ટ્રેસીસના ડ્રેસ લુક્સની પણ ખુબ તારીફ કરી હતી

સોહા અલી ખાનનો બુક લોન્ચ ઇવેન્ટ.:

image source

વર્ષ ૨૦૧૭ના ડીસેમ્બર મહિનામાં સોહા અલી ખાનએ પોતાની લખેલ બુક લોન્ચ કરી હતી. સોહા અલી ખાનને સપોર્ટ કરવા માટે તેમના પતિ કુણાલ ખેમુ, માતા શર્મિલા ટાગોર, ભાઈ સૈફ અલી ખાન અને તેમની સાથે કરીના કપૂર ખાન પણ આ ઇવેન્ટમાં ભાગ લીધો હતો. પરિવારના સભ્યને સપોર્ટ શો કરવા માટે તો કરીના કપૂર ખાનના ઘણા વખાણ કરવામાં આવ્યા, પણ ઇવેન્ટના ફોટોઝ સામે આવ્યા ત્યારે લોકોએ કરીના કપૂર ખાનની ડ્રેસને જોઇને ઉશ્કેરાઈ ગયા. તેમણે કરીના કપૂર ખાનની રેડ બોડીકોન ડ્રેસની ખુબ જ આલોચના કરવામાં આવી.

આ વાતને લઈને નારાજ થયા ફેંસ.:

image source

ઇવેન્ટમાં સોહા અલી ખાનથી લઈને બધા જ પરિવારના સભ્યો ખુબ જ સિમ્પલ અને સટલ કલર્સના આઉટફીટમાં જોવા મળ્યા હતા. ત્યાં જ કરીના કપૂર ખાન બોલ્ડ નેકલાઈન વાળી રેડ શોર્ટ ડ્રેસ પહેરીને સોહા અલી ખાનના બુક લોન્ચ કાર્યક્રમમાં હાજર થઈ હતી. જોવા જેવી વાત છે કે, કરીના કપૂર ખાનનો ડ્રેસ લુક જોઇને પપરાજી તેમના ફોટોઝ લેવા માટે તૂટી પડ્યા. એનાથી થયું એવું કે સોહા અલી ખાનના ઇવેન્ટ અને બુક કરતા વધારે લાઈમલાઈટ કરીના કપૂર ખાનની ડ્રેસને મળી ગઈ. આ વાત લોકોને પસંદ આવી નહીં.

લોકોએ આ રીતે પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો.:

image source

લોકોએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કરીના કપૂર ખાનની ડ્રેસ સિલેકશનને લઈને ખુબ ગુસ્સો ઉતાર્યો. લોકોએ કરીનાને ખોટી ઠરાવી અને કરીના કપૂર ખાન પર ‘અટેંશન સીકર’ હોવાનો આરોપ લગાવ્યો. સોશિયલ મીડિયા યુઝર્સે એવું પણ લખ્યું છે કે, ‘સૈફએ કરીનાને આમ કરવાથી રોકવી જોઈતી હતી, પરંતુ તેઓ પણ તેમની ડ્રેસને મેચિંગ રેડ કલરની જેકેટ પહેરીને પહોચી ગયા.’ લોકોએ અહિયાં સુધી કહી દીધું કે, ‘કરીના લાગે છે અટેંશનની ભૂખી થઈ ગઈ છે, ત્યારે તો તેમણે પોતાની નણંદના ઇવેન્ટને પણ પોતાનો ઇવેન્ટ બનાવી દીધો.’

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત