પ્રેગનન્સીમાં તમે પણ પહેરો કરિના જેવા આ આઉટફિટ્સ, લોકો જોતા રહી જશે તમારી સામે

સ્ટાઈલિશ બેબો એટલે કે કરીના કપૂરે હાલમાં જ બેબી બોયને જન્મ આપ્યો છે પણ એને પોતાની પ્રેગ્નનસીમાં પણ સુપર સ્ટાઈલિશ રહી હતી, અને એટલે જ એમનું પ્રેગ્નનસી વોર્ડરોબ ઘણું જ ચર્ચામાં રહ્યું. જો તમે પ્રેગ્નેન્ટ હોવ તો તમે પણ અપનાવી શકો છો કરીનાનો પ્રેગ્નનસી ફેશન મંત્ર.
પ્રેગ્નનસીમાં તમે કેવી રીતે દેખાઈ શકો છો ફેશનેબલ? તો આ સવાલનો જવાબ આજે અમે તમને આપીશું.

પહેલા ત્રણ મહિના.

image soucre

પ્રેગ્નનસીમાં તમારા કપડાં કમ્ફર્ટેબલ હોવા જોઈએ.

  • પ્રેગ્નનસીના કપડાં પછી કામમાં નથી આવતા એટલે એવા કપડામાં સમજી વિચારીને ઇન્વેસ્ટ કરવું જોઈએ.
  • આ સમયે શરીરમાં ખાસ બદલાવ નથી થતો એટલે તમે તમારા રેગ્યુલર કપડાં પહેરી શકો છો.
  • હા, કપડાં સિલેક્ટ કરતી વખતે એ વાતનું ધ્યાન રાખો કે એ કમ્ફર્ટેબલ હોય.
  • આ સમયે તમે ફ્રી ફ્લોવિંગ ગાઉન, હાઈ વેસ્ટ સ્કર્ટની સાથે સ્માર્ટ ટોપ, લેગીંગસ, જેગીંગસ, લોન્ગ કુર્તા વગેરે કંઈપણ પહેરી શકો છો.
image source

બીજા ત્રણ મહિના.

  • આ સમયે શરીરમાં બદલાવ આવવાનું શરૂ થઈ જાય છે એટલે તમારે તમારા માટે શોપિંગ કરવી પડશે.
  • આ સમયે જો તમે સ્માર્ટ શોપિંગ કરો છો તો એ કપડાં તમે પછીના ત્રણ મહિના માટે પણ ઉપયોગમાં લઈ શકો છો

    image soucrce

.

  • એવો ડ્રેસ, કુર્તા કે ટોપ ખરીદો જેનો ફ્લેયર શોલ્ડરથી શરૂ થતો હોય. આવા આઉટફિટ આગળ પણ તમારા કામમાં આવશે અને સ્ટાઈલિશ પણ લાગશે.
  • અનારકલી, એસિમેટ્રિકલ ટોપ, એલાઈન કુર્તા, લોન્ગ મેકસી ડ્રેસ જેવા આઉટફિટ ટ્રાય કરો.
  • અને હા જો તમે કપડાં સિવડાવી રહ્યા હોય તો ટેલરને માર્જિન વધુ રાખવાનું કહો. એનાથી ગમે આ કપડાને પછી પણ પહેરી શકો છો.

    image source
  • કોટન, મલમલ, સોફ્ટ સિલ્ક, શિફોન, જ્યોર્જટ જેવા કમ્ફર્ટેબલ ફેબ્રિક જ પસંદ કરો.
  • મોટી પ્રિન્ટસ કે હેવી એમ્બ્રોઇડરીથી બચો. નાની પ્રિન્ટસ તમને ફ્રેશ અને યંગ લુક આપશે.
  • પિંક, પિચ, ઓલિવ, લેમન જેવા ફ્રેશ અને ફેમીનન કલર પહેરો. આ તમને ફ્રેશ અને ટ્રેન્ડી લુક આપશે.

ત્રીજા ત્રણ મહિના.

image soucre

આ સમયે એવા કપડાં સિલેક્ટ કરો જેમાં આગળની સાઈડ ઝીપ કે બટન હોય. આવુ કરવાથી આ કપડાં તમે ડિલિવરી પછી પણ યુઝ કરી શકો છો. ડિલિવરી પછી શરીરને ફરીથી શેપમાં આવતા સમય લાગે છે એટલે બેબી ફિડિંગ સમયે આવા આઉટફિટ કામમાં આવશે.

આ સમયે તમે લોન્ગ મેકસી ડ્રેસ, શર્ટ, ગાઉન, અનારકલી, લોન્ગ કુર્તા વગેરે ખરીદી શકો છો.

image source

સ્માર્ટ ટિપ્સ.

  • પ્રેગ્નનસીમાં ફૂટવેર કમ્ફર્ટેબલ હોવા જરુરી છે. આ સમયે હિલ્સ પહેરવાથી બચો. જો હિલ્સ પહેરવું જરૂરી હોય તો વેજેસ ટ્રાય કરો.
  • સ્ટેપી સેન્ડલ, સ્લીપઓન, મોજડી, કોલ્હાપુરી ચપ્પલ વગેરે ટ્રાય કરી શકો છો.

    image source
  • જવેલરી પણ હેવી ન પહેરો. એનાથી તમને અસહજતા લાગશે.
  • હેવી મેકઅપથી પણ બચો. સોફ્ટ મેકઅપમાં તમે સુંદર લાગશો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!