કરીનાના આ સિમ્પલ લુકમાં તેને પહેર્યો છે મોંધોદાટ ડ્રેસ, જેની કિંમત છે અધધધ…રૂપિયા

કરીના કપૂરનો આ ડ્રેસ ખરીદવો સહેલો નથી, તેના માટે ખૂબ મોટી રકમ ખર્ચ કરવી પડશે, કરીનાનો આ સિમ્પલ લુક પણ તેને સ્ટાઇલ ફૈશનિસ્ટા બનાવે છે, જાણો તેની કિંમત, કરીના અને તેની ફેશન સેન્સ, જુઓ કેવી રીતે સિમ્પલ ડ્રેસમાં પણ સ્ટાઈલિસ્ટ દેખાઈ શકાય

image source

કરીના કપૂર બોલિવૂડની ફૈશનિસ્ટા છે. તેનો દરેક અંદાજ ચાહકોમાં હંગામો પેદા કરી દે છે. પછી ભલે તે તેનો રેડ કાર્પેટ લુક હોય કે કેઝ્યુઅલ આઉટિંગ. દરેક વખતે કરીના દરેકને તેના ડ્રેસ અને સ્ટાઇલથી માત આપતી આવી છે. એવું જ કંઈક બન્યું હતું જ્યારે તે પુત્ર તૈમૂર સાથે તેની મોટી બહેન કરિશ્મા કપૂરના ઘરે પહોંચી હતી.

image source

હકીકતમાં કરીના કપૂરે તેની બહેન કરિશ્માના ઘરે જવા માટે એક સિમ્પલ બ્લુ ડ્રેસ પસંદ કર્યો હતો. જેનો લુક એકદમ એલીગેંટ હતો પરંતુ કરીનાનો ગ્લેમરસ લુક પૂરો કરવા માટે તે પૂરતો હતો. કારણ કે તેની સાઇડ સ્લિટ ડિઝાઇન એવી હતી કે બેબોના ટોન્ડ પગ તેમાંથી દેખાતા હતા. તેમજ આ વાદળી અને સફેદ રંગના ડ્રેસમાં મોઝેક પ્રિન્ટ બનાવવામાં આવ્યા હતા. જેના બિશપ સ્લીવ અને વી નેક લાઈન તેને ગ્લેમર ટચ આપી રહી હતી.

image source

તમને જણાવી દઈએ કે આ લુકને પરફેક્ટ બનાવવા માટે, કરીનાએ ફક્ત વાળમાં મેસી બન અને પગમાં ગોલ્ડન કલરના સ્લિપ ઓન ફ્લેટસ પહેર્યા હતા. તેમજ ગળામાં ચેઇન અને રિંગ સાથે અન્ય કોઈ એક્સેસરીઝ નહોતી. તેમજ કરીના તેના ચહેરા પર મિનિમન મેકઅપ સાથે માસ્ક પહેરેલી જોવા મળી હતી. ભલે કરીનાનો આ લુક ખૂબ જ પ્રભાવશાળી (ઇપ્રેસિવ) અને ટ્રેન્ડી છે, પરંતુ આ ડ્રેસ ખરીદવો એ દરેકના બસની વાત નથી.

image source

કરીનાનો આ ડ્રેસ આમ તો H&M બ્રાન્ડનો છે. પરંતુ સિલ્કનો આ મૈક્સી ડ્રેસ H&M ના conscious કલેક્શનનો છે. જેમાં લક્ઝરી અને એક્સપેન્સિવ વસ્ત્રોની રેજ હોય છે. જો તમને લાગે કે આ ડ્રેસ તમારા બજેટમાં આવી શકે છે. તો ચાલો તમને જણાવી દઈએ કે આ ડ્રેસની કિંમત લગભગ 13,499 રૂપિયા છે. જેને ખરીદવા માટે, તમારે તમારું બજેટ બગાડવું પડશે.

image source

તમને જણાવી દઇએ કે મુંબઈમાં અનલોક કરવાની પ્રક્રિયા શરૂ થતાં જ કરીના પતિ સૈફ અલી ખાનઅને પુત્ર તૈમુર ખાન સાથે બહાર ચાલવા નીકળી હતી. આ દરમિયાન કરીનાના ડ્રેસ પર સૌનું ધ્યાન ખેંચાયું હતું. હકીકતમાં, કરીના કપૂરે જે બ્લેક એન્ડ વ્હાઇટ ડ્રેસ પહેર્યો હતો, અસલ તેવો જ ડ્રેસ નણંદ સોહા અલી ખાને લંચ ડેટ પહેર્યો હતો. કેઝ્યુઅલ લુક માટે કરીનાએ આ રૈપ ડ્રેસ સાથે વ્હાઇટ સ્નીકર પહેર્યું હતું. જેમાં તે ખૂબ જ રિલેક્સ્ડ મૂડમાં જોવા મળી હતી.

Source: Amarujala

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત