Site icon News Gujarat

કરીના કપૂરે કર્યા સૈફ અલી ખાનની એક્સ પત્ની અમૃતા સિંહના વખાણ, જાણો શુ કહ્યું

આપણે બધા જાણીએ છીએ કે કરીના કપૂર ખાન સૈફ અલી ખાન અને અમૃતા સિંહના બંને બાળકો એટલે કે સારા અલી ખાન અને ઈબ્રાહીમ અલી ખાન સાથે સુંદર બોન્ડ શેર કરે છે. સૈફ અલી ખાન અને અમૃતા સિંહની પુત્રી સારા અલી ખાન તેની સાવકી માતા એટલે કે કરીના કપૂર ખાન સાથે સારા સંબંધ ધરાવે છે. તો એક ઇન્ટરવ્યુ દરમિયાન સારા અલી ખાનને પૂછવામાં આવ્યું કે, ‘તેને સાવકી માતા કરીના કપૂરમાં સૌથી વધુ શું પસંદ છે?’ આના પર સારા અલી ખાને જવાબ આપ્યો, ‘તે તેની ફેવરિટ છે. હું K3G જોઈને મોટી થઈ છું. ક્યારેક ક્યારેક હું એમને પૂ કરતા આગળ નથી જોઈ શકતી

image soucre

આ સિવાય કરીના કપૂર પણ સારા અલી ખાનના વખાણ કરવામાં જરાય પાછળ નથી રહેતી. સારા સાથેના તેના સંબંધ વિશે પૂછવામાં આવતા કરીના કપૂર ખાનએ કહ્યું હતું કે, “સારા બ્યુટી અને બ્રેઇનનું પરફેક્ટ કોમ્બિનેશન છે અને તે ભારતીય ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં લાંબા સમય પછી બન્યું છે. તે કોઈપણ સાથે વાત કરી શકે છે અને શોટ પણ આપી શકે છે જેમાં તે ખૂબ જ સુંદર દેખાઈ રહી છે. મને લાગે છે કે તે સ્ક્રીન પરના સૌથી શાઈની સ્ટાર્સમાંથી એક હશે. હું ફક્ત તેના માટે શ્રેષ્ઠની આશા અને પ્રાર્થના કરી શકું છું.

આ સિવાય જ્યારે તેને પૂછવામાં આવ્યું કે શું તે ઈબ્રાહિમ અને સારાને તેની ‘બીજી માતા’ની જેમ વર્તે છે? તો કરીનાએ કહ્યું, ‘મેં હંમેશા સૈફ, સારા અને ઇબ્રાહિમને કહ્યું છે કે હું માત્ર તેમની મિત્ર બની શકું છું, હું ક્યારેય તેમની માતા બની શકતી નથી કારણ કે તેમની પાસે પહેલેથી જ એક પ્રેમાળ માતા છે જેણે તેમને અદ્ભુત રીતે ઉછેર્યા છે. હું તેને ખૂબ પ્રેમ કરું છું અને જ્યારે પણ તેને મારી અથવા મારી સલાહની જરૂર હોય ત્યારે હું તેની સાથે છું. આ સિવાય કરીનાએ સારા અલી વિશે કહ્યું કે અમે સૌથી સારા મિત્રો જેવા છે. એ મારી બાર હોપિંગ પાર્ટનર છે. હું એની સાથે મારુ ઈકવેશન એન્જોય કરું છું

સારાએ કરણ જોહરના શો કોફી વિથ કરણમાં કરીના સાથેના તેના સંબંધો વિશે પણ વાત કરી અને કહ્યું, ‘તમે જાણો છો કે દરેક મારી સાથે ખૂબ જ ક્લિયર છે. કરીના પોતે કહે છે કે તમારી પાસે શ્રેષ્ઠ માતા છે. હું ઈચ્છું છું કે આપણે મિત્રો બનીએ. મારા પિતાએ પણ ક્યારેય કહ્યું નથી કે આ તમારી બીજી માતા છે. સારાએ આગળ કહ્યું, ‘મને લાગે છે કે જો મેં તેને ‘છોટી મા’ કહી હોત તો કરીનાને નર્વસ બ્રેકડાઉન થયું હોત.

Exit mobile version