કરિનાને હોસ્પિલમાંથી મળી રજા, નાનકડાં દિકરા સાથે પહોંચી ઘરે, જોઇ લો તસવીરોમાં સાથે બીજું કોણ છે

પોતાના નાના દીકરા સાથે હોસ્પિટલથી ઘરે પહોંચી કરીના, સાથે દેખાયા સૈફ અને તૈમુર.

કરીના કપૂર ખાને રવિવારે, 21 ફેબ્રુઆરીએ પોતાના બીજા દીકરાને જન્મ આપ્યો છે. આ વિશે સૈફ અલી ખાને કહ્યું હતું કે કરીના અને એમનું બેબી એકદમ સ્વસ્થ છે. કરીનાના દીકરાનો જન્મ મુંબઈના બ્રિચ કેન્ડી હોસ્પિટલમાં થયો હતો અને હવે માનવામાં આવી રહ્યું છે કે હોસ્પિટલમાંથી કરીનાને ડિસ્ચાર્જ કરી દેવામાં આવી છે

image source

બ્રિચ કેન્ડી હોસ્પિટલમાંથી કરીના કપૂર ખાન, સૈફ અલી ખાન અને એમનો મોટો દીકરો તૈમુર અલી ખાન ઘરે જતા દેખાયા હતા. સૈફ અલી ખાન અને તૈમુર અલી ખાન બંને ગાડીમાં બેસીને ઘર તરફ રવાના થતા દેખાયા હતા. જો કે કરીના અહીંયા દેખાઈ નથી રહી. સૈફ અને તૈમુર ગાડીમાં આગળની સીટ પર બેઠા છે.

image source

કરીના કપૂર ખાન બેબી સાથે ગાડીની પાછલી સીટ પર બેઠેલો દેખાઈ હતી. એમને મીડિયાને જોઈને પોતાના બાળકનો ચહેરો ઓઢણીથી ઢાંકી દીધો હતો. જો કે બાળકની હળવી ઝલક જોવા મળી હતી.

મળેલી માહિતી અનુસાર કરીના કપૂર ખાનને શનિવારે હોસ્પિટલમાં લાવવામાં આવી હતી અને એમને સી સેક્શનની મદદથી દીકરાને જન્મ આપ્યો છે. કરીનાનું ઓપરેશન સફળ રહ્યું અને એ બીજીવાર માતા બની. દીકરીના ઘરે દીકરાના જન્મ પછી કરીના કપૂરના પિતા રણધીર કપૂરે એમના સ્વાસ્થ્ય વિશે જણાવ્યું હતું.

image source

મીડિયા સાથેની વાતચીતમાં રણધીર કપૂરે કહ્યું હતું કે ” કરીના અને એમનું બાળક બંને સ્વસ્થ છે. મેં હજી મારા નાતીને જોયો નથી પણ મેં કરીના સાથે વાત કરી છે અને એને મને કહ્યું છે કે એ એકદમ ઠીક છે. અને એનું બેબી પણ સ્વસ્થ છે. હું ખૂબ જ ખુશ છું. ફરી એકવાર નાના બનવાને કારણે હું જાણે આકાશમાં પહોચી ગયો હોય એવું મને લાગે છે. હું નાના મહેમાનને મળવાની રાહ નથી જોઈ શકો. હું અત્યારથી એના માટે પ્રાર્થના કરી રહ્યો છું”

image source

રણધીર કપૂરે એ પણ જણાવ્યું હતું કે તૈમુરે મોટા ભાઈ બનવાની ખબર પર કેવી રીતે રીએક્ટ કર્યું હતું. એમને કહ્યું કે “એ ખૂબ જ ખુશ છે. એ ખુશ છે કે એને એક નાનો ભાઈ મળી ગયો. સૈફ પણ ખૂબ જ ઉત્સાહિત છે. એ પણ ખૂબ જ ખુશ છે અને મારી દીકરી પણ ખૂબ જ ખુશ છે. હું બસ એ બધાને દિલથી આશીર્વાદ આપવા માંગુ છું.

image source

એ સિવાય મીડિયાને સૈફ અલી ખાને દીકરાના જન્મ પર રિએક્શન આપતા કહ્યું હતું કે “અમારા ઘરે બેબી બોય જન્મ્યો છે. મા અને બાળક બંને સુરક્ષિત અને સ્વસ્થ છે. તમારા બધાના પ્રેમ અને શુભકામનાઓ બદલ દિલથી તમારો ખૂબ ખૂબ આભાર.

image source

સૈફ અલી ખાને કરીના અને પોતાના બાળક સાથે સમય પસાર કરવા માટે માર્ચના અંત સુધી પેટરનીટી લિવ લીધી છે. તો કરીના કપૂર ખાને પોતાના બધા જ પ્રોજેક્ટ્સને પહેલા જ પુરા કરી લીધા છે. આ જોડી નવા મહેમાનના જન્મ પહેલા જ નવા ઘરમાં શિફ્ટ થઈ ગયા હતા, જ્યાં બેબી માટે પહેલેથી જ એક નર્સરી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!