Site icon News Gujarat

કરીના કપૂરની બર્થ ડે કેક છે જોરદાર મોટી અને મોંઘી, અને ફુગ્ગા પર તો ઘરના લોકોએ લખી નાખ્યુ કંઇક એવું કે…જોઇ લો તસવીરોમાં ખાસ

કરીના કપૂરે ઉજવ્યો 40મો બર્થડે – પતિ, બહેન અને માતાપિતાની હાજરીમાં કાપી કેક

અભિનેત્રી કરીના કપૂર ખાને પોતાના જન્મ દિવસની ઉજવણી પોતાની અત્યંત નજીકના લોકો સાથે કરી. તેના આ બર્થડે સેલિબ્રેશનની તસ્વીરો સોશયિલ મડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. જેમાં તમે કરીશ્મા કપૂર, તેણીના માતા પિતા – બબીતા અને રનધીર કપૂર તેમજ પતિ સૈફ અલી ખાનને જોઈ શકો છો.

image source

બીજી એક તસ્વીરમાં કરીનાએ પોતાના માતાપિતા પોતાના પતિ સાથે પોઝ આપ્યો છે, જ્યારે બીજી એક તસ્વીરમાં કરીના – કરીશ્મા, તેમના માતાપિતા, સૈફ અલી ખાન, સ્વ શશી કપૂરના દીકરા કુણાલ કપૂર અને અન્ય ફેમિલિ મેમ્બર્સ પણ જોવા મળ્યા હતા. તો તેની સાથે સાથે જ એક બુમરેન્ગ વડિયો પણ વાયરલ થયો છે જેમાં બ્લેક, ગ્રે અને ગોલ્ડ બલૂન્સ જોઈ શકાય છે.

તેણીએ પોતાના 40મા જન્મ દિવસના આગલા દિવસે એક પોસ્ટ લખી હતી જેમાં તેણીએ લખ્યુ હતું ‘હું 40માં વર્ષમાં પ્રવેશ કરી રહી છું. હું પાછી બેસવા માગું છું, પ્રતિબિંબિત કરવા, પ્રેમ કરવા, હંસવા, માફ કરવા, ભૂલવા અને સૌથી મહ્ત્વપૂર્ણ વાત પ્રાર્થના કરવા અને મને હિંમત આપવા માટે સૌથી મજબૂત સાથનો આભાર માનું છું, અને પોતાના અનુભવો તેમજ પોતાના નિર્ણયો કે જેમાંના કેટલાક સાચા છે, કેટલાક ખોટા છે, કેટલાક સારા હતા તો કેટલાક નહોતા, તેના કારણે આજે હું જે સ્ત્રી બની છે તે માટે આભાર માની રહી છું.’

ફિલ્મ ઇન્ડ્સ્ટ્રીના તેણીના ઘણા બધા મિત્રોએ તેણીને જન્મ દિવસની શુભકામનાઓ પાઠવી હતી. જેમાં મલાઈકા અરોરા, સોફી છૌધરી, દિયા મિર્ઝા, પ્રિયંકા ચોપરા, કેટરીના કૈફે તેણીની તસ્વીરો શેર કરીને તેણીને બર્થડે વિશ કરી હતી. કેટરીનાએ તસ્વીર શેર કરતા લખ્યુ હતું, ‘હેપિએસ્ટ હેપિએસ્ટ બર્થડે’, તો વળી તેલુગુ એક્ટર રામ ચરનની પત્ની ઉપાસના કમીનેની કોનીડેલાએ લખ્યુ હતું, ‘હેપ્પી હેપ્પી બર્થડે ! તમે હંમેશા સમગ્ર વિશ્વમાં સ્ત્રીઓને મોટીવેટ તેમજ ઇન્સ્પાયર કરતા રહો.’ કરીનાએ પણ પોતાના બર્થડેના સેલિબ્રેશનની તૈયારી કરતી એક તસ્વીર શેર કરી હતી. તેણીની તે તસ્વીરમાં તેના રસોડામા કબાબ બની રહ્યા હતા તેની તસ્વીર શેર કરી હતી.

image source

કરીના પેતાના માતાપિતા સાથે જન્મ દિવસની ઉજવણી કરવા માટે તેના પતિ સૈફ અલી ખાન સાથે તેમના ઘરે પહોંચી હતી. પિતા રણધીર કપૂર અને માતા બબીતા ઉપરાંત ત્યાં મોટી બહેન કરિશ્મા કપૂર પણ હાજર હતી. કરીનાની બર્થડે કેક પર ફેબ્યુલસ એટ 40 લખ્યુ હતું. અને કેક પર કરીના કપૂરની એક ડમી ડોલ પણ મુકવામા આવી હતી. તેણીના લૂકની વાત કરીએ તો તેણીએ લીલા રંગનો ફ્લોરલ ડ્રેસ પહેર્યો હતો. અને તેણી સંપૂર્ણ મેકઅપ વગર પણ સુંદર લાગી રહી હતી.

જો કે કરીનાના બર્થડે સેલિબ્રેશનની વાયરલ થયેલી તસ્વીરોમા ક્યાંય તૈમુર અલી ખાન જોવા નહોતો મળ્યો. મોટી બહેન કરિશામાએ કરીનાની એક તસ્વીર શેર કરી હતી જેના કેપ્શનમા લખ્યુ હતું, ‘બર્થડે ગર્લ, અમે બધા તને પ્રેમ કરીએ છીએ.’

image source

કરીશ્મા કપૂરે પોતાના ઇન્સ્ટાગ્રામ પર બન્ને બહેનોની બાળપણની એક તસ્વીર શેર કરીને કરીનાને બર્થડે વિશ કરી હતી. તેણીએ એક ઇમોશનલ નોટ લખી હતી. તેણીએ લખ્યુ હતું હંમેશા તારી રક્ષા કરતી રહીશ. મારી લાઇફલાઈનને 40મા જન્મ દિવસની ખૂબ બધી શુભકામાઓ. તને હું સૌથી વધારે પ્રેમ કરું છું.

image source

કરીશ્માએ શેર કરેલી આ તસ્વીરમાં બન્ને બહેનો ખૂબ જ ક્યૂટ લાગી રહી છે. કરિશ્માએ રેડ કલરનો ડ્રેસ પહેર્યો છે તો કરીનાએ પિંક ફ્રોક પહેર્યું છે અને તેણી ખૂબ ક્યૂટ લાગી રહી છે. અને તસ્વીરમાં કરિશ્મા જે રીતે પોતાની નાનકડી બહેનને પકડીને બેઠી છે તે જોઈને એ કહેવું જરા પણ ખોટું નહીં રહે કે કરિશ્મા બાળપણથી જ કરીનાને લઈને ખૂબ જ પ્રોટેક્ટિવ રહી છે. કરીના અને કરિશ્માની આ તસ્વીર સોશિયલ મડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. લોકો તેને ખૂબ પસંદ કરી રહ્યા છે અને તેના પર ખૂબ કમેન્ટ પણ કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે આ તસ્વીરને 2.25 લાખ કરતા પણ વધારે લાઇક્સ મળી ચૂકી છે. આ તસ્વીર પર જાણીતા ડ્રેસ ડિઝાઈનર મનીષ મલ્હોત્રાએ પણ કમેન્ટ કરતા હાર્ટ ઇમોજી શેર કર્યું છે.

કરીશ્મા – કરીના અવારનવાર એકબીજા સાથે પાર્ટી કરતી જોવા મળે છે. તેમની વચ્ચે ગજબનું બોન્ડિંગ જોવા મળે છે. કરીના – કરિશ્મા પોતાની ગર્લ ગેંગ સાથે અવારનવાર પાર્ટીઓ કરતી જોવા મળે છે.

image source

કરિનાના વર્કફ્રંટની વાત કરીએ તો અભિનેત્રી ટૂંક સમયમાં જ લાલ સિંહ ચઢ્ઢામાં જોવા મળશે. આ ફિલ્મમાં કરીના કપૂર અભિનેતા આમિર ખાન સાથે મુખ્ય ભુમિકામાં જોવા મળશે. મિડિયા રિપોર્ટ્સપ્ર માણે કરીના કપૂર – આમિરની આ ફિલ્મ 2021માં ક્રિસ્મસમાં રિલિઝ થશે. જો કે હાલ તો કરીના ફરી એકવાર માતા બનવા જઈ રહી છે અને હાલ પ્રેગ્નન્સી એન્જોય કરી રહી છે.

Source: hindustastimes, amarujala, Ndtv

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત

Exit mobile version