Site icon News Gujarat

કરિનાએ તૈમુરની બર્થડે પર શેર કરી મસ્ત તસવીર, ક્યૂટનેસ જોઈને તમને પણ વ્હાલ આવી જશે

કરિનાએ તૈમુરની બર્થડે પર શેર કરી તસ્વીર – ક્યૂટનેસ જોઈ તમને પણ વહાલ આવી જશે

પાપારાઝીના ફેવરીટ તૈમુર અલી ખાનનો ગઈ કાલે જન્મ દિવસ હતો. બોલીવૂડ એક્ટ્રેસ કરીના કપૂર ખાન અને એક્ટર સૈફ અલી ખાનનો લાડકો દીકરો સોશિયલ મિડિયામાં હંમેશા છવાયેલો રહે છે. સ્ટાર કિડ્સની વાત કરીએ તો તૈમુરનું ફેનફોલોઇંગ કોઈ મોટા સ્ટાર કરતા ઓછું નથી. તો વળી માતા કરીના કપૂર ખાન પણ પોતાના દીકરાની દરેક સુંદર પળને પોતાના ફેન્સ સાતે શેર કરવાનો મોકો ક્યારેય નથી છોડતી.

image source

તૈમુર અલી ખાનનો ગઈ કાલે બર્થડે હતો. તૈમુરના બર્થડે પર માતા કરીનાએ એક વિડિયો શેર કરીને દિકરા માટે સ્પેશિયલ નોટ લખી હતી. આ વિડિયોમાં તમને ક્યારેક તૈમુર બરફમાં રમતો દેખાશે તો વળી ક્યારેક ગાયને ચારો નાખતો જોવા મળશે. આ ક્યૂટ વિડયોને શેર કરતા કરીનાએ તૈમુરને જીવનમાં હંમેશા ખુશ રેહવાનો મેસેજ આપ્યો છે., તેની સાથે સાથે એક્ટ્રેસે તૈમુરના ડેડિકેશન અને હાર્ડવર્કના પણ વખાણ કર્યા છે.

કરીનાએ લખ્યું છે, ‘મારું બાળક.. હું ખૂબ ખુશ છું કે 4 વર્ષની ઉંમરમાં તારામાં એટલુ ડેડિકેશન છે અને તું દરેક કામ ફોકસ સાથે કરે છે જેમ કે ચારો ઉઠાવવો અને ગાયને ખવડાવવું. ભગવાન તને આશિર્વાદ આપે. પણ એ ના ભૂલતો કે તારે બરફનો ટેસ્ટ કવરાનો છે, ફૂલ તોડવાના છે, ઉપર-નીચે કૂદવાનું છે, ઝાડ પર ચડવાનું છે અને હા પુરી કેક ખાવાની છે.’

કરીનાએ આગળ લખ્યું છે, ‘તારા સપનાની પાછળ ભાગ અને જીવનમાં તે બધું જ કર જેનાથી તને આનંદ મળતો હોય. તને કોઈ પણ તારી અમ્મા જેટલો પ્રેમ નહી કરી શકે. હેપ્પી બર્થડે બેટા… મારા ટિમ’

image source

તો વળી આ તસ્વીર સાથે કરીનાએ એક વિડિયો પણ શેર કર્યો છે. આ વિડિયોમા તૈમુરની ઘણી બધી તસ્વીરોને એક સાથે જોડીને બનાવવામાં આવ્યો છે. કરીનાની આ પોસ્ટ પર ફેન્સે ખૂબ બધો પ્રેમ વરસાવ્યો છે. સાથે સાથે કમેન્ટ કરીને તૈમુરને ઉજ્જવળ ભવિષ્યની ખૂબ બધી શુભેચ્છાઓ પણ પાઠવી છે. ફેન્સ જ નહીં પણ સ્ટાર્સ પણ તૈમુરના જન્મદિવસ પર ખૂબ વિશ કરી રહ્યા છે.

જ્યારથી કરીનાએ પોતાની પ્રેગ્નન્સી જાહેર કરી છે ત્યારથી મિડિયાની નજર તેણીની દરેક હલચલ પર છે. બીજીબાજુ કરીના પણ પોતાની જાતને જરા પણ છુપાવી નથી રહી. અને તેણી અવારનવાર નવા-નવા આઉટફીટ સાથે પોતાનો બેબી બંપ ફ્લોન્ટ કરતી જોવા મળી છે. ક્યારેક ગાઉનમાં તો ક્યારેક મેક્સિમાં તો વળી ક્યારેક સાવ જ કેઝ્યુઅલ લૂકમાં તેણી જોવા મળી છે.

Source: Punjabkesari

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત

Exit mobile version