કરીના કપૂરે પોતાની પ્રેગ્નનસીના દિવસોમાં યોગ કરીને ફ્લોન્ટ કર્યો બેબી બમ્પ, શેર કર્યા ફોટા

કરીના કપૂરે પોતાની પ્રેગ્નનસીના દિવસોમાં યોગ કરીને ફ્લોન્ટ કર્યો બેબી બમ્પ, શેર કર્યા કેટલાક ફોટા.

બોલીવુડની જાણીતી એક્ટ્રેસ બેબો એટલે કે કરીના કપૂર ખાનને કોઈ ઓળખની જરૂર નથી. સૈફ અલી ખાન સાથે પરણેલી કરીના કપૂરને એક દીકરો છે જેનું નામ છે તૈમુર અલી ખાન. અને હાલ કરીના બીજીવાર પ્રેગ્નેન્ટ છે. કરીના કપૂરને હાલમાં પ્રેગ્નન્સીનો આઠમો મહિનો ચાલી રહ્યો છે.

માર્ચ મહિનામાં કરીના કપૂર બીજા બાળકને જન્મ આપશે. તમને જણાવી દઈએ કે કરીનાએ પહેલી વખતની જેમ આ વખતે પણ પ્રેગ્નન્સીમાં પણ કામ કરવાનું ચાલુ રાખ્યું છે. કરીનાએ પ્રેગ્નન્સી દરમિયાન સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખ્યું છે. હાલ પણ તેણે યોગ કરવાનું બંધ કર્યું નથી.

હાલમાં જ કરીના કપૂરે પોતે યોગા કરી રહી હોય એવા કેટલાક ફોટા સોશિયલ મીડિયા પર શેર કર્યા છે. તમને જણાવી દઈએ કે કરીના કપૂરે ડિલિવરીના છેલ્લા સમયમાં જરૂરી હોય એવા યોગ કર્યા છે જેથી મસલ્સ મજબૂત બને.

કરીના કપૂરે યોગના ફોટા સોશિયલ મીડિયામાં શૅર કરીને કહ્યું હતું કે થોડા યોગ…થોડી શાંતિ.

માર્જરી આસન કરી રહી છે કરીના.

માર્જરી આસાન પ્રેગ્નન્સીના ત્રણ મહિના પૂરા થઈ જાય પછીથી કરવામાં આવે છે. આ આસનમાં કેટ એન્ડ કાઉ પોઝ હોય છે, જે પીઠના સ્નાયુને મજબૂત કરે છે તેમજ દુખાવામાં રાહત આપે છે. કરીનાએ આ જ પોઝમાં થોડા બદલાવ કરીને સ્ટ્રેચિંગ કર્યું છે.

સ્ટ્રેચિંગ પેલ્વિક મસલ્સને મજબૂત કરવા માટે ખૂબ જ લાભદાયી છે. સાથળના સ્નાયુને મજબૂત કરવા અને દુખાવામાં રાહત મેળવવા માટે આ પ્રકારનું સ્ટ્રેચિંગ કરવામાં આવે છે.

તમને જણાવી દઈએ કે કરીના કપૂર ખાન અને સૈફ અલી ખાને ઓગસ્ટ 2020માં પોતાની બીજી પ્રેગ્નનસીના ગુડ ન્યૂઝ આપ્યાં હતાં. આ પહેલાં કરીના કપૂર ખાને વર્ષ 2016માં તૈમુરને જન્મ આપ્યો હતો.

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો કરીના કપૂર આવનારી ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’માં દેખાશે. તેનું શૂટિંગ પૂરું થઈ ગયું છે. કરીનાએ પ્રેગ્નન્સી દરમિયાન પણ ફિલ્મનું શૂટિંગ ચાલુ રાખ્યું હતું. આ ફિલ્મમાં કરીના સાથે આમિર ખાન અને મોના સિંહ પણ છે. આ ફિલ્મના ડિરેક્ટર અદ્વૈત ચંદન છે.

image source

લાલ સિંહ ચઢ્ઢા હોલિવૂડ ફિલ્મ ‘ધ ફોરેસ્ટ ગમ્પ’ની હિન્દી રીમેક છે. કરીના કપૂર ખાન કરન જોહરની ફિલ્મ ‘તખ્ત’માં પણ દેખાશે. આ ફિલ્મમાં કરીના કપૂર સાથે રણબીર સિંહ, આલિયા ભટ્ટ, વિક્કી કૌશલ, જ્હાનવી કપૂર, અનિલ કપૂર અને ભૂમિ પેડનેકર પણ સામેલ છે.

કરીનાએ પ્રેગ્નન્સીમાં પોતાનાં બ્રાન્ડ કમિટમેન્ટ્સ પણ પૂરાં કર્યાં હતાં. આટલું જ નહીં તે રેડિયો શોનું પણ કામ કરતી હતી.

નવા ઘરમાં શિફ્ટ થશે કરીના.

કરીના કપૂર પોતાના બીજા બાળકને જન્મ આપે એ પહેલાં પોતાના નવા ઘરને ડિઝાઈન કરાવી રહી છે. કરીના કપૂર અને સૈફ અલી ખાન આ નવા ઘરમાં જ બીજા બાળકનું સ્વાગત કરશે.

 

View this post on Instagram

 

A post shared by AnushkaSharma1588 (@anushkasharma)

આ પહેલા પણ અભિનેત્રી અનુષ્કા શર્માની પણ વર્કઆઉટ અને યોગ કરતી તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ હતી. અનુષ્કાએ પ્રેગ્નનસીમાં શીર્ષાસન કરીતો ફોટો ખૂબ જ વાયરલ થયો હતો. તમને જણાવી દઈએ કે અનુષ્કા શર્માએ 11 જાન્યુઆરીના રોજ દીકરીને જન્મ આપ્યો હતો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત