whatsapp પર જલ્દી કરી લો આ કામ, નહી તો બંધ થી જશે કોલિંગની સુવિધા, જાણો છેલ્લી તારીખ

whatsapp પ્રાઈવસી પોલિસીને 15મેથી પ્રભાવી કરાશે, વોટ્સએપે એ વાતની જાણકારી જાન્યુઆરી મહિનામાં જ આપી હતી. કંપનીનું કહેવું છે કે કેટલાક મહિનાનો સમય છે જેમાં યુઝર્સે પોતાના વોટ્સએપમાં કેટલાક ખાસ ફેરફાર કરવાના રહેશે. જો યૂઝર્સ નવી પોલિસીને એકસેપ્ટ કરતા નથી તો દરેક ફીચર્સને એક્સેસ કરવાની સુવિધા તેઓ ખોવી દેશે.

image source

એટલે કે વોટ્સએપનો ઉપયોગ કરી શકાશે નહીં. મૂળ રીતે વોટ્સએપના મર્ચેન્ટ સપોર્ટને મોકલાયેલા એક મેલમાં વોટ્સએપે કહ્યું છે કે 15 મે સુધી જો યૂઝર્સ ફેરફારને સ્વીકાર કરતા નથી તો આ એપથી whatsapp મેસેજ મોકલી શકાશે નહીં. પણ થોડા સમય માટે યૂઝર્સ કોલ અને નોટિફિકેશન મેળવી શકશે.

image source

મેલમાં whatsapp દ્વારા બનાવાયેલા ફેક પજેની લિંક પણ સામેલ છે. તેમાં કહેવાયું છે કે જે યૂઝર નવી પ્રાઈવસી પોલિસીનો સ્વીકાર કરવા ઈચ્છતા નથી તેઓ 15 મે પહેલાં જ પોતાના એકાઉન્ટને ડિલિટ કરી શકે છે. રિપોર્ટ ડાઉનલોડ કરી શકે છે અને જૂની ચેટ પણ ઈમ્પોર્ટ કરી શકે છે.

image source

વોટ્સએપે એક બ્લોગ પોસ્ટ કરી છે અને તેમાં તેઓએ સ્પષ્ટ કર્યું છે કે હાલની શરતો અને પ્રાઈવસી પોલિસી અપડેટ પર્સનલ મેસેજને પ્રભાવિત કરતા નથી. પરિવર્તન વોટ્સએપ પર ઓપ્શનલ બિઝનેસ ફીચર્સ સાથે સંબંધિત છે. કંપનીએ તેમાં કહ્યું છે કે અમે ડેટા કેવી રીતે એકત્રિત કરીએ છીએ અને તેને માટે વધારે પારદર્શિતા પ્રદાન કરીએ છીએ.

image source

વોટ્સએપે શરૂઆતમાં 8 ફેબ્રુઆરીએ કહ્યું હતું કે આ ફેરફારને લાગૂ કરવાની યોજના બનાવાઈ છે પરંતુ યુઝર્સની પ્રતિક્રિયા મેળવ્યા બાદ કંપનીના પ્રભાવી સમય એટલે કે તારીખને વધારી દેવામાં આવી છે. whatsappનું કહેવું છે કે અપડેટની આસપાસ કેટલો ભ્રમ છે એ વાત અમે પણ સાંભળી છે. ચિંતા જન્માવવા માટે અનેક ભ્રામક વાતો પણ સામે આવી રહી છે.

image source

કંપનીના અનુસાર યૂઝર્સને મે સુધીના ફેરફારનો સમીક્ષા કરવા માટે પૂરતો સમય આપવામાં આવશે. વોટ્સએપે કહ્યું કે નવી પોલિસીથી શું બદલવામાં આવશે અને શું પહેલા જેવું રહેશે. જો તમે વોટ્સએપને લઈને કન્ફ્યુઝન રાખી રહ્યા છો તો તમારી પાસે ખાસ અવસર છે. તમે અત્યારથી જ મે મહિનાના સમય સુધીમાં થોડો સમય કાઢી લો અને તમામ સાવધાનીઓને સારી રીતે વાંચી અને તેનો અમલ કરો.

image source

તો હવે તમે પણ 15મે પહેલાં આ તમામ સાવધાની સાથે તમારા વોટ્સએપ પર આ ફેરફારોને સ્વીકારી લો જેથી તમને મેસેજ, નોટિફિકેશન કે કોલિંગમાં કોઈ મુશ્કેલીનો સામનો ન કરવો પડે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!