15 કરોડના આ પાડા વિશે વાંચીને તમને પણ લાગશે નવાઇ, જે રોજનુ પી જાય છે આટલુ બધુ ઘી

૧૫ કરોડના આ પાડાને સાચવવા માટે રાખવામાં આવ્યા છે ૪ માણસ, મહિનાના ખર્ચને સાંભળીને તમે પણ ચોંકી જશો.

image source

ભારત દેશ અને વિદેશમાં પણ પોતાની વિવિધતાઓ માટે જાણીતો છે. ભારત એવો દેશ છે જેના દરેક રાજ્યમાં એક પ્રકારની આગવી વિશેષતાઓ રહેલી છે. પછી ભલે ને એ વિશેષતા ખાવા પીવાને લઈને હોય, કોઈ પ્રવાસીય સ્થળ માટેની હોય, સામાજિક રૂઢિઓની હોય, હસ્ત કળાની હોય કે પછી કોઈ પણ અન્ય પ્રકારની વિશેષતા કેમ ન હોય. ભારત દેશમાં આવી જ એક આગવી વિશેષતા પણ છે, જેને દેશના ભીમ તરીકે ઓળખવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે અહી આપણે મહાભારત કાળના ભીમની વાત નથી કરી રહ્યા, પણ વાત થઇ રહી છે એક પાડાની. જે પાડાને સાચવવા માટેનો ખર્ચ પ્રતિમાસ એક લાખ કરતા પણ વધુ છે.

પ્રાણી મેળામાં ભીમ આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો

image source

સામાન્ય રીતે આટલો ખર્ચ તો આપણે કોઈ માણસ પાછળ પણ નથી કરતા, તો પછી એક પાડા પાછળ કોણ આટલો બધો ખર્ચ કરે અને શા માટે? જાણીને નવાઈ જરૂર લાગશે પણ આજે અમે આપને આ વિશે બધું જ જણાવવા જઈ રહ્યા છીએ, કે કેમ આ પાડાને સાચવવા આટલો ખર્ચ કરવામાં આવે છે. હાલમાં જ રાજસ્થાનની અંદર પુસ્કરના મેળામાં દુનિયાના સૌથી મોટા પ્રાણી મેળાનું આયોજન થયું હતું, જેમાં એક પાડો આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. આ આકર્ષણના કેન્દ્ર એવા પાડાનું નામ હતું ભીમ. ભીમ નામનો આ પાડો પોતાના કાળ અને કાઠીને લઈને લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો અને પાડાને જોવા માટે આખાય મેળામાંથી લોકોના ટોળા ઉમટયા હતા.

જવાહર જહાંગીર પાડાને કોઈ પણ કિંમતે વેચવા નથી માંગતા

image source

આ પાડાના માલિકનું નામ જવાહર જહાંગીર છે, જે જોધપુરના રહેવાસી છે. આ પાડાની કિંમત હાલમાં જ ૧૫ કરોડ આંકવામાં આવી હતી. જો કે જવાહર જહાંગીરે એટલી મોટી કિંમતે પણ આ પાડો આપવાથી ઇનકાર કરી દીધો હતો. જો કે આ પહેલા વર્ષ ૨૦૧૬માં પણ આ પાડા માટે ૬૦ લાખ રૂપિયા જેટલી કિંમત ઓફર કરાઈ હતી, ત્યારે એના માલિકે નાં પાડી દીધી હતી, અને એમણે કહ્યું હતું કે તે ભીમને કોઈ પણ કિંમતે વેચવા નથી માંગતા.

પાડાને સાચવવા માટે મહિનાનો ખર્ચ ૧ લાખ કરતા પણ વધારે

image source

આ પાડાના રોજના આહાર અને સાર સંભાળ વિશે જ્યારે પૂછવામાં આવ્યું તો પાડાના માલિક જવાહર જહાંગીરે જણાવ્યું હતું કે આ પાડાને સાચવવા માટે માસિક ખર્ચ ૧ લાખ કરતા પણ વધારે આવે છે. આ સિવાય જો આહારની વાત કરીએ તો આ પાડાને રોજ એક કિલો ઘી, ૫૦૦ ગ્રામ માખણ, મધ, દૂધ અને કાજુ-બદામ ખવડાવવામાં આવે છે. તેમજ એની માલીસ રોજ એક કિલો સરસવના તેલથી કરવામાં આવે છે. આ પાડાની સારસંભાળ રાખવા માટે માલિક દ્વારા ચાર માણસો પણ રાખવામાં આવ્યા છે.

૧૩૦૦ કિલોનાં આ પાડાની ઊંચાઈ ૬ ફૂટ અને ૧૪ ફૂટ લંબાઈ

image source

મુર્રા પ્રજાતિના આ પાડાની ઉમર હજુ માત્ર ૬ વર્ષ છે. જો કે પાડાનું વજન ૧૩૦૦ કિલોગ્રામ છે. આ પાડાની ઊંચાઈ ૬ ફૂટ છે, તેમજ એની લંબાઈ ૧૪ ફૂટની છે. જો કે આમ છતાં પણ તે પોતાની ઉમરના અન્ય પાડાઓ કરતા ઘણો કદાવર અને વિશાળકાય દેખાય છે. આ પાડાનો ઉપયોગ ભેંસને ગર્ભધારણ કરાવવા માટે થાય છે, જેના કારણે વધુ દૂધ આપનારી ભેંસની ઓલાદો મેળવી શકાય. જો કે રાજસ્થાનના પુષ્કરમાં યોજાતા પશુમેળામાં અનેક પ્રકારના જુદા જુદા પ્રાણીઓ આવતા હોય છે, પણ આ વર્ષે ભીમ એ સૌના આકર્ષણનું કેન્દ્ર બની ગયો હતો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત