KBC શું છે આ વર્ષે નવું જાણીને લાગશે નવાઈ, એક હેલ્પલાઇન હટાવી લેવામાં આવી પણ…

KBC- ૧૨: કોરોના વાયરસ સંક્રમણની મહામારીના લીધે ૨૦ વર્ષ પછી બદલાયા શોના આ નિયમ, નવી લાઈફલાઈનની થઈ એન્ટ્રી.

કોરોના વાયરસ સંક્રમણની મહામારીના લીધે કેટલાક મહિનાઓ સુધી શુટિંગ બંધ થઈ જવાના લીધે ‘કૌન બનેગા કરોડપતિ’ (KBC) ના ૧૨મા સીઝનની રાહ થોડોક વધારે લાંબો થઈ ગયો છે. જો કે, અનલોકની પ્રક્રિયા હેઠળ શુટિંગની મંજુરી મળ્યા પછી કેબીસીની શુટિંગ ફરીથી શરુ થઈ ગઈ છે અને જલ્દી જ ગેમ શો ‘કૌન બનેગા કરોડપતિ’ સીઝન ૧૨ જલ્દી જ ઓનએર કરવામાં આવશે. કોરોના વાયરસ સંક્રમણને ધ્યાનમાં રાખતા આ વર્ષેની સિઝનમાં દર્શકોને ઘણું બધું નવું જોવા મળશે. ગેમ શોમાં આપને ગેમના નવા નિયમ સિવાય એક નવો સેટ પણ જોવા મળશે.

image source

આ મહિનાના અંતમાં થશે પ્રીમિયર.:

આપને જણાવી દઈએ કે, KBC 12 કેટલાક પરિવર્તનની સાથે તા. ૨૮ સપ્ટેમ્બર, ૨૦૨૦ના રોજ પ્રીમિયર માટે તૈયાર છે.

યજમાનના રૂપમાં અમિતાભ બચ્ચન એકવાર ફરીથી કોરોના વાયરસ સંક્રમણની મહામારી દરમિયાન નવી સીઝનની સાથે પાછા ફરી રહ્યા છે. એને લઈને બધી તૈયારીઓ પણ પૂરી કરી દેવામાં આવી છે. જો કે, કોરોના વાયરસ સંક્રમણની મહામારીના લીધે ગેમના કેટલાક નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે. ખાસ વાતએ છે કે, કોવિડ- 19ના લીધે શોમાં ઓડીયન્સની એન્ટ્રી પણ અટકાવી દેવામાં આવી છે.

image source

૨૦ વર્ષમાં આવું પહેલીવાર થયું.

૨૦ વર્ષમાં આવું પહેલીવાર થયું છે જયારે કેબીસીની કોઈ સિઝનના સેટ પર ઓડીયન્સ વગર જ શૂટ કરવામાં આવી રહી છે. એવું જાણવા મળ્યું છે કે, કોરોના વાયરસ સંક્રમણની મહામારીની ગાઈડલાઈનનું પાલન કરતા આ નિર્ણય કરવામાં આવ્યો છે. આપને જણાવી દઈએ કે, કેબીસીમાં ઓડીયન્સ ખુબ જ મહત્વનો ભાગ નિભાવે છે. કન્ટેસ્ટેન્ટની મદદ માટે ગેમમાં ‘ઓડીયન્સ પોલ’ નામની એક લાઈફલાઈન હોય છે. જો કે આ વર્ષેની સિઝનમાં એના સ્થાને આપને કોઈ અન્ય લાઈફલાઈન જોવા મળશે.

image source

‘ઓડીયન્સ પોલ’ને બદલે હશે આ લાઈફલાઈન:

મીડિયા રીપોર્ટના જણાવ્યા મુજબ કેબીસીની ૧૨મી સિઝનમાં આ વર્ષે ‘ઓડીયન્સ પોલ’ને બદલે ‘વિડીયો એ ફ્રેંડ’ લાઈફલાઈન કન્ટેસ્ટેન્ટને આપવામાં આવશે. અત્યાર સુધી ઈન- સ્ટુડિયો દર્શકોએ ઓડીયન્સ પોલમાં ખુબ જ મહત્વની ભૂમિકા નિભાવી છે, જેનાથી પ્રતિયોગીઓને ગેમમાં આગળ વધવામાં મદદ મળી છે. જોવા જેવી વાત છે કે, દર્શકો ‘ઓડીયન્સ પોલ’ને ખુબ જ મિસ કરવાના છે. એના સિવાય બાકીની ત્રણ લાઈફલાઈન પહેલાની જેમ જ રહેશે. જેમાં ૫૦:૫૦, આસ્ક ધ એક્સપર્ટ અને ફ્લિપ ધ ક્વેચન સામેલ છે.

image source

ફાસ્ટેસ્ટ ફિંગર ફર્સ્ટમાં હશે ફક્ત ૮ કન્ટેસ્ટેન્ટ:

એના સિવાય ફાસ્ટેસ્ટ ફિંગર ફર્સ્ટવાળા પ્રતિયોગીઓની સંખ્યા જે દર અઠવાડિયે હોટ સીટ પર જવા માટે થતી પ્રતિસ્પર્ધા કરશે, તેમને સામાન્ય ૧૦ થી ઘટાડીને ૮ કરી દેવામાં આવ્યા છે. જો કે, દર વર્ષની જેમ આ વર્ષે પણ ઘરે બેઠા દર્શકો SonyLiv એપ પરથી વર્ચ્યુઅલ (વિડીયો કોન્ફ્રેસિંગ) કરવામાં આવતા હતા. રજીસ્ટ્રેશનને લઈને ઓડીશન સુધી, બધું જ ઓનલાઈન આયોજિત કરવામાં આવ્યું હતું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત