મારી સાથે લગ્ન કરી લો 20 કરોડ રૂપિયા આપીશ, ફેને કાર્તિક આર્યનને મોકલ્યું પ્રપોઝલ, એક્ટરે આપ્યો મજેદાર જવાબ

બોલિવૂડ એક્ટર કાર્તિક આર્યન સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તે અવારનવાર તેની આગામી ફિલ્મોને લગતા અપડેટ્સ તેના ફેન્સ સાથે શેર કરે છે. તાજેતરમાં અભિનેતાએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે. જેના પર કોમેન્ટ કરતા તેના એક ફેને તેને લગ્ન માટે શાનદાર પ્રસ્તાવ આપ્યો છે. ફેન્સની ઓફર પર કાર્તિકે પણ ફની જવાબ આપ્યો. હવે કાર્તિકના વીડિયો પર તેના ફેન્સની કોમેન્ટ અને એક્ટરનો જવાબ ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.

कार्तिक आर्यन
image soucre

વાત જાણે એમ છે કે કાર્તિક આર્યને લુડો ફેમ ચાઇલ્ડ એક્ટર ઇનાયત વર્મા સાથેનો વીડિયો ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. આ વીડિયોમાં ઇનાયત ફિલ્મ ‘ધમાકા’નો ડાયલોગ બોલતો જોવા મળે છે. આ વિડીયો શેર કરતા કાર્તિકે લખ્યું, “સૌથી સુંદર અર્જુન પાઠક.” તેના આ વીડિયો પર કોમેન્ટ કરીને તેના એક ફેને લગ્ન કરવાની વિનંતી કરી છે. ફેન લખે છે, “મારી સાથે લગ્ન કરો, હું તને 20 કરોડ રૂપિયા આપીશ.” આના પર કાર્તિકે ફની જવાબ આપ્યો અને લખ્યું, “ક્યારે?” આ સાથે, અભિનેતાએ એક હસતું ઇમોજી પણ શેર કર્યું છે.

image soucre

કાર્તિકના આ જવાબ પર ઘણી પ્રતિક્રિયાઓ મળી રહી છે. ચાહકોને તેનો જવાબ ખૂબ જ રમુજી લાગી રહ્યો છે. તમને જણાવી દઈએ કે કાર્તિક આર્યન પોતાના ફેન્સ સાથે કોઈ ને કોઈ બહાને જોડાતા રહે છે. જાન્યુઆરીમાં પણ તે તેના ચાહકોને મળ્યો હતો જેઓ તેના ઘરની બહારથી તેનું નામ બોલાવતા હતા.

 

View this post on Instagram

 

A post shared by KARTIK AARYAN (@kartikaaryan)

વર્કફ્રન્ટની વાત કરીએ તો કાર્તિક આર્યન આ દિવસોમાં તેની આગામી ફિલ્મ શહજાદાના શૂટિંગમાં વ્યસ્ત છે. તમને જણાવી દઈએ કે કાર્તિક આર્યનની ‘શહેજાદા’ અલ્લુ અર્જુનની તમિલ ફિલ્મ ‘આલા વૈકુંઠપુરમુલુ’ની હિન્દી રિમેક છે. કાર્તિક આર્યન ઉપરાંત, ફિલ્મમાં પરેશ રાવલ, રોહિત બોસ રોય, મનીષા કોઈરાલા, સચિન ખેડકર અને અંકુર રાઠી પણ મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મ 4 નવેમ્બર 2022ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. આ સિવાય અભિનેતા ‘ભૂલ ભુલૈયા 2’, ‘ફ્રેડી’ અને ‘સત્યનારાયણ કી કથા’માં પણ જોવા મળશે.