લોકડાઉનની આ કરુણ તસવીરો કહી જાય છે ઘણું બધુ, જે જોઇને તમારી આંખમાંથી પણ સરી પડશે આસું

લોકડાઉનના વિવિધ સ્વરૂપો દર્શાવતી તસ્વીર : જે જોઇને દિલ દ્રવી ઉઠશે

આ એક પોસ્ટમાં લોકડાઉન દરમિયાન ક્લિક થયેલી એવી તસ્વીરો તેમજ એની સાથેની વાતો આપની સમક્ષ રજુ કરી રહ્યા છીએ જે જોઇને તમારી વિચારવાની રીત બદલાઈ જશે. લોકડાઉનનું એક અલગ જ દ્રશ્ય જોવા મળશે. તો આ રહી એ તસ્વીરો…

જુડવા લડાકુ – જેમણે જન્મતા જ કોરોનાને મ્હાત કર્યો

image source

આ તસ્વીર વડનગર હોસ્પીટલની છે, જેમાં એક માં પોતાના બે જુડવા બાળકો સાથે જોવા મળી રહી છે. બંને બાળકોના જન્મ સમયે માતા કોરના પોજીટીવ હોવાથી, જન્મની સાથે જ બાળકો પણ કોરોનાનો ભોગ બન્યા હતા. દેશના આ પ્રથમ જુડવા બાળકો છે જેમણે કોરોનાને હરાવ્યો છે. શુક્રવારે પ્રથમ વખત બાળકોને માતાનો ખોલો મળ્યો હતો. એમની સારવાર કરી રહેલા ડોક્ટર્સે જ બાળકોના નામ સુવાસ અને સ્વરા રાખ્યા હતા. જો કે ઈલાજ દરમિયાન માતા અને બાળકો અલગ અલગ રખાયા હતા પણ હવે ત્રણેય એકદમ સાજા થઇ ચુક્યા છે.

કુપોષણની કુપ્રથા દર્શાવતી કરુણતા

image source

લોકડાઉન દરમિયાન કુપોષણની એવી તસ્વીર સામે આવી છે જે જોઇને હ્રદય પણ દ્રવી ઉઠશે. આ તસ્વીરમાં તાજા ઉગેલા છોડ જેવું કોમળ બાળક માત્ર ૧૦ દિવસનું છે. આ બાળક હોશંગાબાદ રોડ નજીકના એક કાર શો રૂમ સામેના બીઆરટીએસ બસ સ્ટોપ પર રડતી અવસ્થામાં ભોપાલ પોલીસને મળ્યું હતું. માંડ ૧.૩ કિલો વજન ધરાવતું આ બાળક ડોકટરના જણાવ્યા પ્રમાણે ભૂખ્યું અને કુપોષણનું શિકાર છે. અ ઉપરાંત એના શરીર પર ઊંડા ઘાવ પણ છે, ગંભીરતાને ધ્યાનમાં લઇ બાળકને પીઆઈસીયૂમાં દાખલ કરવામાં આવ્યું છે. આ બાળકની માતાને શોધવાનો પ્રયાસ પોલીસે કર્યો પણ ન મળતા તેઓ એને નજીકના હોસ્પીટલમાં લઇ ગયા હતા.

કોરનાના સમયમાં લગ્ન વિધિઓ બદલાઈ

આ તસવીર મધ્યપ્રદેશના ઉજ્જૈનના લગ્ન પ્રસંગમાં લેવાયેલી છે. ગત દિવસોમાં અહી સવારે 10 વાગ્યે ચિંતામન નગરની શિવાની અને ધાર નિવાસી ગોવિંદના લગ્ન મંગળનાથ મંદિરના પરિસરમાં થયા હતા. જો કે કોરોનાના નિયમો પ્રમાણે લગ્નમાં 10 લોકોથી પણ ઓછા લોકો હાજર હતા. જો કે લગ્ન પ્રસંગમાં ભીડ જમા ન થઇ જાય એ ધ્યાનમાં રાખતા ત્યાં પોલીસ પણ હાજર રહી હતી.

આજે માતા દીકરાના ખોળામાં

આ તસ્વીર ગુજરાતના સુરત શહેરની છે. લોકડાઉનના કારણે છેલ્લા ઘણા સમયથી કર્મભૂમિથી જન્મભૂમી તરફ પાછા ફરવાનો ક્રમ ચાલી રહ્યો છે. જો કે દરેકને વાહનો મળી શક્ય નથી. એવામાં ચાલીને જવા લોકો મજબુર છે, ત્યારે ચાલવામાં અસક્ષમ માતાને આજે દીકરાએ ખોળામાં ઉપાડી લીધી છે, જેથી એ સ્ટેશન સુધી માતાને પણ સાથે લઇ જઈ શકે.

મુબઈ શહેર પર વાદળની છાંવ

આ તસવીર વાદળોથી ઘેરાયેલા મુંબઈ શહેરની છે. કોરોનાના સંકટ પછી હવે દેશને પલાળવા માટે ચોમાસું આવી રહ્યું છે. જો કે અત્યારે તે કેરળના કાંઠાના વિસ્તારમાં અરબ સાગર સુધી પહોંચી ગયું છે. સમુદ્ર વિસ્તારમાં આ સમયે ભારે વરસાદ પણ જોવા મળી રહ્યો છે.

જીવના ઝોખમે પાણી માટે સંઘર્ષ

આ તસ્વીરમાં અનેક સ્ત્રીઓને ઊંડી વાવડીમાં પાણી માટે ઉભેલી જોઈ શકાય છે. આ તસ્વીર નાંદેડ જાંભલીતાંડા ગામની છે. જ્યાં ગામથી લગભગ બે કિલોમીટર દૂર એક ઊંડી વાવડી છે. આ વાવ લગભગ 50 ફુટ જેટલી ઊંડી છે જેમાં માંડ દોઢ કલાકે એક ઘડો ભરાય એટલું ધીમું પાણી આવે છે. છતાં પણ મજબુર લોકો પાણી માટે જીવનને ઝોખમમાં મુકીને વાવડીમાં પાણી માટે ઉતરે છે. પરિવારની તરસ છીપાવવા એક ઘડો પાણી જેમ તેમ કરીને દિવસ દરમિયાન મેળવે છે.

ભોજન પાણીનો સંઘર્ષ યથાવત રહ્યો

આ તસવીર મધ્યપ્રદેશના બીનાની છે. ઉલ્લેખનીય છે કે આ સ્થાનિક રેલવે સ્ટેશન પરથી રોજની ડઝનો શ્રમિક ટ્રેન પસાર થઇ રહી છે. જો કે ટ્રેનમાં યાત્રા કરી રહેલા યાત્રિઓની સ્થિતિ દયનીય છે. ટ્રેનો જયારે સ્ટેશન પર પહોચે છે ત્યારે પાણીની બોટસ અને ખાદ્ય સામગ્રી લેવા માટે લાચાર મજૂરો પડાપડી કરતા નજરે પડે છે. જો કે લોકડાઉનના કારણે સ્થાનિક રેલવે સ્ટેશનો પર યાત્રિઓ માટે આઈઆરસીટીસી દ્વારા ભોજન, નાસ્તા અને પાણી બોટલની વ્યવસ્થા કરવામાં આવી છે.

પીવાના પાણી માટે પદયાત્રા

નીચેની તસ્વીરમાં પાણીના ઘડા ઉપાડીએ જતી અનેક સ્ત્રીઓ જોવા મળી રહી છે. જો કે આ તસવીર મહારાષ્ટ્રના નાસિકની છે. જ્યાં સુરજનો ધગધગતો તડકો છે, કોરોના સંક્રમણનો ડર પણ છે અને સૌથી મોટો ભય એટલે કે પાણીની અછત પણ છે. આ મહિલાઓ પાણીની શોધમાં દસ દસ કિલોમીટર દુર સુધી ચાલીને જાય છે, ત્યારે ઘરમાં પાણી આવે છે.

ક્યાંક પાણીનો સંઘર્ષ ક્યાંક વરસાદ

આ તસવીરમાં એક બાળક ઘોડાગાડી પર વરસાદથી બચવા માટે પ્લાસ્ટિક ઓઢીને બેઠું છે. આ તસ્વીર ચંદીગઢની છે, જ્યાં ગત શુક્રવારે સવારે લગભગ એક કલાક સુધી વરસાદ પડયો હતો. આ સાથે જ તાપમાન ઘટીને 32 ડિગ્રી થયું હતું જે ત્યાં સામાન્ય કરતા 7 ડિગ્રી ઓછું છે.

નૌતપામાં વરસાદ, ચોમાસાનો માહોલ

આ તસવીર હરિયાણા સિરસાની છે, જેમાં 25 મેના રોજ શરૂ થયેલા વરસાદની ઝલક બતાવે છે. નૌતપામાં પડી રહેલી ભીષણ ગરમી પછી ગત શુક્રવારની સાંજે થયેલા વરસાદે લોકોને રાહત અપાવી હતી. જો કે આ વરસાદથી શહેરમાં પાણીનો ભરાવો થયો અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. જો કે વરસાદ બંધ થયા ઓઅછીના લગભગ પાંચ કલાક બાદ પાણીનો નિકાસ થયો હતો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત