કાશીની દેવ દિવાળી આ વખતે PM મોદી સાથે, 15 લાખ દિવડાથી વારાણસીના 84 ઘાટ ઝગમગી ઉઠ્યાં, જુઓ નજારો

પ્રધાનમંત્રી તરીકે સંસદીય ક્ષેત્રમાં આજે પીએમ મોદીનો આ 23મો પ્રવાસ છે. જ્યારે બીજા કાર્યકાળની વાત કરીએ તો આ ત્રીજો પ્રવાસ છે. અગાઉ 16 ફેબ્રુઆરીના રોજ કાશી આવ્યા હતા.

PM મોદી પ્રથમ વખત દેવ દિવાળી (કાર્તક પૂર્ણિમા) પ્રસંગે આવ્યા છે. ત્યારે આ ખાસ પ્રવાસે અને પ્રસંદે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કાર્તક પૂર્ણિમા નિમિત્તે સોમવારે બપોરે વારાણસી પહોંચ્યા હતા. અહીં તેમણે 6 લેનના ધોરીમાર્ગનું લોકાર્પણ કર્યા બાદ ખજુરીમાં જનસભાને સંબોધિત કરી હતી. ત્યારબાદ પ્રધાનમંત્રી મોદી બાબા વિશ્વનાથ મંદિર પહોંચ્યા હતા. તેમણે બાબા વિશ્વનાથનો અભિષેક કર્યો હતો.

image source

આગળ વાત કરીએ તો બાબા વિશ્વનાથનો અભિષેક કર્યા બાદ નરેન્દ્ર મોદીએ અલકનંદા ક્રૂઝથી રાજઘાટ પહોંચી દિપ પ્રજલ્લિત કર્યા હતા.

અહીં કાશીવાસીઓને સંબોધિત કર્યા હતા. પરંતુ આ બધાની વચ્ચે જોવા જેવો સીન એ હતો કે, પ્રધાનમંત્રીના સંબોધન સાથે જ કાશીના 84 ઘાટ 15 લાખ દિવડાથી દિપી ઉઠ્યા હતા.

image source

જો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ભાષણ વિશે વાત કરીએ તો. તેમણે સ્પીચની શરૂઆત કાશીના કોતવાલની જય સાથે કરી. તેમણે ભોજપુરીમાં કાર્તિક મહિનાના મહત્વ અંગે માહિતી આપી. તેમણે કહ્યું -નારાયણનો વિશેષ મહિનો એટલે કે પુણ્ય કાર્તિક માસનો પુનમાસી કહલન. ત્યારબાદ આગળ વાત કરતાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું- કોરોના કાળે ભલે ઘણુબધુ બદલી નાંખ્યુ હોય પણ કાશીની ઉર્જા, ભક્તિ, શક્તિને કોઈ થોડા બદલી શક્યા છે. સવારથી જ કાશીવાસી સ્નાન, ધ્યાન અને દાનમાં જ લાગેલા છે.

image source

આ સિવાય વાતને આગળ વધારતાં પ્રધાનમંત્રીએ કહ્યું-100 વર્ષ અગાઉ પહેલી માતા અન્નપૂર્ણાની જે મૂર્તિ કાશીમાંથી ચોરી થઈ હતી તે પરત આવી રહી છે. માતા અન્નપૂર્ણા ફરી એક વખત તેમના ઘરે પરત આવી રહ્યા છે. કાશી માટે આ સદભાગ્યની વાત છે. આપણા દેવી-દેવતાની પ્રાચીન મૂર્તિ આસ્થાનું પ્રતીક સાથે અમૂલ્ય વારસો પણ છે. જ્યારે ત્રિપુરા સુર નામના દૈત્યએ સમગ્ર વિશ્વમાં આતંક ફેલાવ્યો હતો ત્યારે ભગવાન શિવે કાર્તિક પૂર્ણિમાના દિવસે તેનો અંત કર્યો હતો.આતંક, અત્યાચાર અને અંધકારના આ અંત અંગે દેવતાઓએ મહાદેવની નગરીમાં આવી દિપ પ્રગટાવ્યા હતા.

image source

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ખાસ ઉલ્લેખ કરતાં કહ્યું કે- આ દિપક એમના માટે પણ પ્રગટી રહ્યા છે કે જેમને દેશ અને જન્મભૂમિ માટે બલિદાન આપ્યુ છે. દેશની રક્ષા માટે શહીદ થયા છે. દેશ આજે લોકલ માટે વોકલ રહ્યું છે. યાદેશના લોકોએ સ્થાનિક ઉત્પાદનો, લોકલ ગિફ્ટ સાથે પોતાના તહેવારોની ઉજણવી કરે તે ખરેખર પ્રેરણાદાઈ છે.

image source

ગુરુનાનક દેવ વિશે વાત કરતાં PM નરેન્દ્ર મોદીએ કહ્યું- ગુરુનાનક દેવે તેમનું સંપૂર્ણ જીવન ગરીબ, શોષિત, વંચિતની સેવા માટે સમર્પિત કરી દીધુ હતું. કાશીનો ગુરુનાનક દેવ સાથે આત્મીય સંબંધ રહ્યો છે. તેમણે લાંબો સમય કાશીમાં વિતાવ્યો હતો. કાશીનું ગુરુદ્વારા તે સમયનું સાક્ષી છે કે જ્યારે ગુરુનાનક દેવ અહીં પધાર્યા હતા અને નવો માર્ગ દેખાડ્યો હતો. જ્યારે કાશી માટે કરવામાં આવતા કામોની શરૂઆત કરવામાં આવી હતી. વિશ્વનાથ કોરિડોરની જાહેરાત કરવામાં આવી હતી ત્યારે લોકોએ વિરોધ કર્યો હતો. વિકાસ કાર્યોનો વિરોધ કર્યો હતો. આજે બાબાની ગુફાથી કાશીનું ગૌરવ જીવિત થઈ રહ્યું છે. સારા ઈરાદાથી જ્યારે કાર્યની શરૂઆત કરવામાં આવે છે ત્યારે વિરોધ વચ્ચે તે સિદ્ધ થાય છે. અયોધ્યામાં શ્રીરામ મંદિર તેનું ઉદાહરણ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત