કાશ્મીરમાં આતંકી હુમલો: સુરક્ષાબળો પર ધડાધડ ફાયરિંગ, 2 પોલીસકર્મી શહીદ, 2 નાગરિકોએ પણ જીવ ગુમાવ્યા

જમ્મૂ કાશ્મીરના બારામૂલા જિલ્લામાં સ્થિત સોપોરમાં આતંકીવાદીઓએ શનિવારે બપોરે પોલીસ અને સીઆરપીએફની ટુકડી પર હુમલો કર્યો હતો. આ હુમલામાં બે નાગરિકોના મોત થયા છે જ્યારે આ ઘટનામાં બે પોલીસકર્મી ગંભીર રીતે ઘાયલ થયા હતા. જો કે આ જવાનોને હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવે ત્યાં સુધીમાં તેમણે પણ દમ તોડ્યો હતો.

હુમલો કરનાર આતંકીઓની ધરપકડ કરવા માટે સુરક્ષા દળના જવાનોએ સમગ્ર વિસ્તારમાં ઘેરાબંધી કરી અને તલાશી શરુ કરી છે. સુરક્ષા દળ હુમલો કરનાર આતંકીઓને ઝડપી પાડવા અભિયાન ચલાવી રહ્યું છે.

image source

આ આતંકી હુમલામાં જેમનું મોત થયું છે તે બે નાગરિકોની ઓળખ મંજૂર અહમદ અને બશીર અહમદ તરીકે થઈ છે. જાણવા મળ્યાનુસાર આ ઘટનામાં મોતને ભેટેલા બંને નાગરિક ક્રાલ તેંગના રહેવાસી હતા. ઘાયલ થયેલા ત્રણેય પોલીસકર્મીઓ સહિત એક એઆઈ અને બે નાગરિકોને શ્રીનગર રીફર કરવામાં આવ્યા હતા. તમામની ઘાયલોની હાલત પણ નાજુક હોવાનું સામે આવ્યું છે તેથી આશંકા છે કે મૃત્યુઆંક વધી શકે છે.

આ હુમલા બાદ પોલીસ તરફથી જાણકારી આપવામાં આવી છે કે આ હુમલામાં લશ્કરે તૈયબાના આતંકીઓ સામેલ હતા. જો કે આ અંગે હજુ વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે.

ઉલ્લેખનીય છે કે ગત 6 જૂન અને રવિવારે પુલવામામાં સુરક્ષા દળના જવાનો પર ગ્રેનેડથી હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં ઓછામાં ઓછા 9 લોકો ઘાયલ થયા હતા. આ બ્લાસ્ટ દક્ષિણ કાશ્મીરના અંવતીપુરાના ત્રાલમાં બસ સ્ટેશન પાસે કરવામાં આવ્યો હતો.

પોલીસ અધિકારીએ જાણકારી આપી હતી કે આતંકવાદીઓએ પોલીસ અને સીઆરપીએફની નાકા પાર્ટી પર ગ્રેનેડ ફેંક્યો હતો. જો કે તેમનું નિશાન ચુકી ગયું હતું અને જાનહાનિ ટળી હતી. પરંતુ આ ઘટનામાં સ્થાનિક નાગરિક ઘાયલ થયા હતા. સમાચાર એજન્સીના જણાવ્યાનુસાર શુક્રવારે પણ શોપિયા જિલ્લાના લિટર અલ્ગર વિસ્તારમાં પોલીસ અને સીઆરપીએફની સંયુક્ત ટુકડી પર ગોળીબારી કરવામાં આવી હતી.

image source

જૂન માસની શરુઆતથી જ પુલવામાના ત્રાલમાં ભારતીય જનતા પાર્ટીના નેતા રાકેશ પંડિતની આતંકીઓએ હત્યા કરી હતી. રિપોર્ટ અનુસાર પંડિત પર હુમલો તે સમયે કરવામાં આવ્યો હતો જ્યારે તે પોતાના બે સુરક્ષા અધિકારીઓ પીએસઓ સાથે ન હતા. આ દરમિયાન ભાજપના ઘણઆ નેતાઓએ પાર્ટીના સભ્યો પર થતા હુમલાની નિંદા કરી હતી.

જૂન માસની શરુઆતથી જ ઘાટીના વિસ્તારોમાં ફરીથી આતંકીઓ સક્રીય થવા લાગ્યા છે. આ પહેલા માર્ચ મહિનામાં લશ્કર એ તૈયબાના આતંકીઓએ સીઆરપીએફની પેટ્રોલિંગ કરતી પાર્ટી પર ફાયરિંગ કર્યું હતું. આ હુમલો લેવેપોરમાં થયો હતો. આ હુમલામાં પણ બે જવાનો શહીદ થયા હતા. જ્યારે 3 ઘાયલ થયા હતા. ઘાયલ જવાનોમાંથી પણ એક જવાને સારવાર દરમિયાન જીવ ગુમાવ્યો હતો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!