VIDEO: આ કાઠિયાવાડીએ શોધી કાઢી ઘરે ફ્લોમીટર બનાવવાની રીત, ઓક્સિજનની અછત સામે ભારે કામમાં આવશે

વિશ્વભરમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. દેશનાં દરેક ખૂણામાંથી એક મોટો આંકડો કોરોના સંક્રમિત દર્દીઓનો સામે આવી રહ્યો છે. આ બીજી લહેરમાં વાયરસનાં લક્ષણો બદલાયેલા જોવા મળ્યાં છે જેને કારણે ઓક્સિજનની અછત સર્જાઈ છે. ઓક્સિજનની તંગીને કારણે ઘણાં દર્દીઓના મોત થઈ રહ્યાં છે. આ વચ્ચે રાજકોટમાંથી એક સારા સમાચાર મળ્યાં છે. રાજકોટ સહિત સમગ્ર રાજ્યમાં આ સમયે કોરોના પોઝિટિવ દર્દીને ઓક્સિજનની માગ વધી છે. હોસ્પિટલની સાથે સાથે હોમ આઇસોલેટ દર્દી પણ ઓક્સિજન પર સારવાર લઇ રહ્યા છે જેથી જે હોમ આઇસોલેટ દર્દી છે તેઓ પણ ઓક્સિજન સારવાર માટે ફ્લોમીટરની માંગ કરી રહ્યાં છે.

image source

મળતી માહિતી મુજબ ફ્લોમીટરની માગ ધ્યાનમાં રાખી શહેરોમાં અછત અને કાળાં બજાર જોવા મળી રહ્યાં છે. આ સમયે બ્લેકમાં ચાલી રહેલાં આ ધંધા અને ખુલ્લે આમ થઈ રહેલી આ લૂંટ પર કાબૂ કરવા માટે કારગર સાબિત થઈ શકે તેવી માહિતી રાજકોટના એક વ્યકિતએ આપી છે. જાણવા મળ્યું છે કે રાજકોટના કારખાનેદારે ફ્લોમીટર બનાવવાની શરૂઆત કરી છે. આ કારખાનેદારે ઘરે બેઠા કેવી રીતે ફ્લોમીટર બનાવી શકાય એનો વીડિયો બનાવ્યો છે જે હવે ખુબ વાયરલ થઈ રહ્યો છે અને તેનો દાવો છે કે જો લોકો આ રીતે ઉપયોગ કરવાનું રાખશે તો આ સમયે સર્જાયેલી અછત ને ઓછી કરી શકાશે.

આવો અનોખો દાવો કરનાર આ વ્યક્તિનું નામ ત્રિભુવનભાઇ છે અને તેઓ રાજકોટના લોઠડા ઇન્ડસ્ટ્રિયલ વિસ્તારમાં કારખાનું ચલાવી રહ્યાં છે. ત્રિભુવનભાઇ દ્વારા ઓક્સિજન ફ્લોમીટરનાં બળેકમાં ચાલનારા આ ધંધા પર રોક લગાવવા માટે આ પહેલ કરી છે. આ સાથે તેમનું કહેવું છે કે આ રીતે ઉપયોગ કરવાથી ઓક્સીજનની અછતને પણ પહોંચી વળાશે. આ માટે તેઓએ સૌ પ્રથમ ફ્લોમીટર બનાવવાની શરૂઆત કરી અને આ ફ્લોમીટર તેમના દ્વારા નહીં નફો કે નહીં નુકસાન-પડતર કિંમત એટલે કે જે ફ્લોમીટર બનાવવા વપરાતી વસ્તુની ખરીદ કિંમતના ભાવથી ફ્લોમીટર બનાવી વહેંચવામાં આવી રહ્યાં છે. તેમનાં આ કામ માટે લોકો તેમને વધાવી રહ્યાં છે.

image source

ફ્લોમીટર વિશે વિગતે વાત કરીએ તો તેને બનાવવા માટે વપરાતી વસ્તુઓ આ મુજબ રહેશે. જે તમને સહેલાઇથી મળી જશે અને વીડિયો જોઈને તમે આસાનીથી ફ્લોમીટર બનાવી શકશો. ROની બોટલ, ફ્લો માપવાનું મીટર, નિપલ એલ્બો, ઓક્સિજન માસ્ક અને એક PVC પાઇપ. જાણવા મળ્યું છે તેઓ એ આ રીતે ફ્લોમીટર બનાવવાનું કામ પણ શરૂ કરી દીધું છે. તેમણે અત્યાર સુધીમાં 500 જેટલાં ફ્લોમીટર તૈયાર કરી લીધાં છે. તેમની સાથે થયેલી વાતચીતમાં આગળ તેમણે જણાવ્યું હતું કે છેલ્લા 10 દિવસમાં તેમના દ્વારા 500 જેટલાં ફ્લોમીટર તૈયાર કરવામાં આવ્યાં છે.

આ ફ્લોમીટરને તેઓ 550થી 600 રૂપિયાની નજીવી કિંમતથી વેચી રહ્યાં છે. આ સાથે તેમણે જણાવ્યું હતું કે બજારમાં મળતાં ફ્લોમીટરની કિંમત 2000થી 3000 છે. આજે પણ તેમને દર્દીને આપવામાં આવતા ઓક્સિજન માટેના માસ્ક આસાનીથી ન મળતાંનું જણાવ્યું હતું. તેમણે એ પણ જણાવ્યું હતું કે શા માટે ભાવ વધારો થઈ રહ્યો છે. આ માટેનું કારણ એ છે કે ઓક્સીજન માસ્કની ઘણી અછત છે જેથી ભાવ વધારો સર્જાયો છે. પરંતુ આ સમયે કારખાનેદારનો પ્રયોગ સફળ રહ્યો છે અને તે લોકોને પણ આનો ઉપયોગ કરવા અપીલ કરી રહ્યો છે.

image source

આ વાત હવે વાયુ વેગે ફેલાઈ રહી છે ત્યારે સૌ કોઈ તેનાં વિશે માહિતી માંગી રહ્યાં છે કે કઈ રીતે બને છે ફ્લોમીટર, કેટલી વસ્તુની મદદથી આ બનવી શક્ય? જે અંગે જાણવા મળ્યું છે કે ફ્લોમીટર બનાવવા માટે પીવાના પાણીમાં ઘરે વપરાતા ROની બોટલ, ફ્લો માપવાનું મીટર, નિપલ, એલ્બો, ઓક્સિજન માસ્ક અને એક PVC પાઇપની જરૂરિયાત પડે છે. આટલી વસ્તુ ખરીદ કરવા માટે 550થી 600 રૂપિયાનો ખર્ચ થતો હોય છે. જો કે માસ્ક સિવાય તમામ વસ્તુ બજારમાં આસાનીથી મળી શકે છે. તેમણે જણાવ્યું હતું કે ફ્લોમીટર બનાવવા વપરાતી નિપલ હાલ તેઓ પોતાના બ્રાસના કારખાનામાં બનાવી રહ્યા છે.

image source

આ પ્રયોગ સફળ સાબિત થતાં તેઓએ બધા સાથે આના વિશેની માહિતી શેર કરી હતી આ સાથે તેમણે એક વીડિયો બનાવ્યો છે જેની મદદથી લોકો પોતાના ઘરે બેઠા પણ કેવી રીતે ફ્લોમીટર બનાવી શકાય તે વિશે જાણે. માહિતી શેર કરતા તેમણે કહ્યું હતું કે આ કામથી મારી એક જ ઉદ્દેશ છે કે આ અછત સામે જે રીતે અમુક લોકોએ બ્લેકનો વેપાર ચાલુ કરીને દર્દીઓની પરિસ્થિતિનો લાભ લઇ રહ્યાં છે તેને ઓછું કરી શકાય. હાલ આ વીડિયો સોશિયલ મીડીયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ :દિવ્યભાસ્કર)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!