..અને સમુદ્રમાં માછલીની જોડે તરવા લાગી કેટરીના કેફ, વિડીયો જોઇને તમને પણ લાગશે નવાઇ

વાયરલ વિડીયો : જળપરીની જેમ તરીને કેટરીના કેફે સમુદ્રમાં મોટી માછલીને પણ ટક્કર આપી હતી.

image source

બોલીવુડની અભિનેત્રી કેટરીના કૈફનો એક વિડીયો હાલમાં સોશિયલ મીડિયામાં ખુબ જ ઝડપે વાયરલ થઇ રહ્યો છે. આ તસ્વીરમાં કેટરીના કદમાં પોતાનાં કરતા ઘણી મોટી માછલી સાથે પાણીમાં તરતી જોવા મળી રહી છે. આ વિડીયોને લોકો ખુબ જ શેર કરી રહ્યા છે. લોકોનું તો એમ પણ કહેવું છે કે કેટરીના કૈફ એક જળ પરીની જેમ તારી રહી છે. આ વિડીયોમાં કેટરીના જે રીતે તારી રહી છે એ ખુબ જ સહજ છે.

image source

દરેક ફિલ્મ જગતના અભિનેતા અને અભીનેત્રીઓના જેમ જ હાલમાં કૈટરીના કૈફ પણ લોકડાઉનના સમયમાં સોશિયલ મીડિયા પર ખુબ જ એક્ટીવ જોવા મળે છે. આ લોકડાઉન દરમિયાન પણ કેટરીના પોતાના ફેન્સ સાથે સતત સંપર્કમાં રહી હતી. હાલમાં જ એક્ટરે પોતાના ઈંસ્ટાગ્રામ પર એક વિડીયો શેર કર્યો હતો. અને આ વિડીયો ખુબ જ ઝડપી વાયરલ પણ થયો હતો. આ વિડીયોમાં કેટરીના કૈફ સમુદ્રમાં તરતી નજરે પડી રહી છે. આ વિડીયોમાં કેટરીના જ્યાં તરી રહી છે, એના બરાબર નજીકમાં જ એક વિશાળ કદની માછલી પણ તરતી જોવા મળી રહી છે. કેટરીનાને તરવાની આ અદા લોકોના માટે બિલકુલ જળ પરી જેવી જ લાગી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Katrina Kaif (@katrinakaif) on

કેટરીના કૈફે જ્યારે આ વિડીયો શેર કર્યો હતો ત્યારે લોકોએ એને ખુબ જ વાયરલ કર્યો હતો. આ સાથે જ લોકોએ આ ફોટા પર કમેન્ટનો મારો પણ ચલાવ્યો હતો. જો કે આ ફોટો પર લોકોની કમેન્ટ હજુ પણ આવી રહી છે. આપને જણાવી દઈએ કે કેટરીના કૈફે આ વિડીયો વર્લ્ડ ઓશન ડેના (એટલે કે વિશ્વ સમુદ્ર દિવસના) અનુસંધાને શેર કર્યો હતો. આ વિડીયો શેર કરીને કેટરીનાએ કેપ્સનમાં લખ્યું હતું કે, ‘મહાસાગરમાં એક અવિસ્મરણીય દિવસ, મારા સૌથી પ્રિય અને અવિશ્વનીય મિત્ર સાથે.’

image source

કેટરીના કેફના અગાઉના કાર્ય વિશે જો વાત કરવામાં આવે તો આપને જણાવી દઈએ કે છેલ્લી વખત કેટરીના સલમાન ખાનની ફિલ્મ ભારતમાં જોવા મળી હતી. 2019ની સુપરહિટ ફિલ્મોમાંથી એક ‘ભારત’ માં એભીનેત્રીના પાત્રમાં કેટરીનાના લોકોએ ખુબ જ વખાણ કર્યા હતા. તો બીજી તરફ કેટરીના જલ્દી જ ફરી એક વાર અક્ષય કુમાર સાથે ફિલ્મ ‘સૂર્યવંશી’માં જોવા મળશે. રોહિત શેટ્ટીના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મ ૨૪ માર્ચના દિવસે રિલીજ થવાની હતી. જો કે કોરોના વાયરસના કારણે આ ફિલ્મની રિલીજ અટકાવી દેવામાં આવી હતી. અને આ ફિલ્મની રિલીજ ડેટ હજુ પણ નક્કી કરવામાં આવી નથી.

Source: NDTV

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત