જાણો કેટરીના સાથેનો બ્રેકઅપનો નિર્ણય તેને કેવી રીતે પડ્યો ભારે..?

મિત્રો, ફિલ્મજગત એ એક એવુ જગત છે કે, તેમા ક્યારે શું થઇ જાય છે? તેના વિશે ખ્યાલ જ નથી રહેતો. આ જગત એક મૃગજળ જેવુ છે, જે ખાલી તમને બહારથી જ સારું દેખાય છે પરંતુ, જ્યારે તમે તેની ઊંડાઈ સુધી પહોંચો છો ત્યારે તમને તેની ઊંડાઈમા કશું જ જોવા નથી મળતુ?

image source

અહી અવારનવાર અનેકવિધ અભિનેતાઓના નામ તેમની સહ-અભિનેત્રીઓ અથવા તો અન્ય કોઈ અભિનેત્રીઓ સાથે જોડવામા આવે છે. તેમાના અમુક ખુલ્લેઆમ પોતાના સંબંધો સ્વીકારી લે છે તો અમુક પોતાના સંબંધોને ખાનગી રાખવામા માને છે. આજે આ લેખમા અમે તમને એક એવા રસપ્રદ સંબંધ વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે, જે શરુ થયો તો ત્યારે તેણે સોશિયલ મીડિયા અને ફિલ્મજગતમા હાહાકાર મચાવી દીધો હતો.

image source

આજે અમે અહી વાત કરવા જઈ રહ્યા છીએ રણબીર કપૂર અને કેટરીના કૈફ વિશે. જ્યારે રણવીરે બોલીવૂડ ફિલ્મજગતમા પ્રવેશ કર્યો હતો એટલે કે જ્યારે તે ફિલ્મજગતમા નવા આવ્યા હતા ત્યારે સૌથી પહેલા તે દીપિકા પાદુકોણને ડેટ કરી રહ્યા હતા પરંતુ, અમુક કારણવશ આ બંનેનુ બ્રેકઅપ થઇ ગયું.

image source

આ બંનેના સંબંધ તૂટવા પાછળનુ મુખ્ય કારણ કેટરિના કેફને માનવામા આવે છે. તેણી રણબીરના સંપર્કમા ફિલ્મ રાજનિતીના સેટ પરથી આવી હતી. ત્યારબાદ આ બંનેની ફિલ્મ “ગજબ પ્રેમ કી અજબ કહાની” આવી જેના શૂટિંગ દરમિયાન આ બંનેના સંબંધો વધ્યા અને તેમના રિલેશનશિપ સમાચારો એ જોર પકડ્યુ.

image source

કેટરિના સાથે લિવ-ઇનમા રહેવા માટે એક સમયે રણબીરે પોતાના માતા-પિતાનું ઘર પણ છોડ્યુ હતુ અને લિવ-ઇનમા તેમની સાથે પણ રહ્યો હતો. આ સમય દરમિયાન બંનેએ એકસાથે ખૂબ જ સારો એવો ક્વોલિટી ટાઈમ વિતાવ્યો હતો. મીડિયા રિપોર્ટસ પ્રમાણે બંનેએ મુંબઇના પાલી હિલ વિસ્તારમા સિલ્વર સેડસ નામની બિલ્ડિંગમાં એક પેન્ટ હાઉસ ભાડે લીધુ હતુ.

image source

આ પેન્ટ હાઉસનુ માસિક ભાડુ ૧૫ લાખ રૂપિયા હતુ. આ રકમ સિવાય રણબીરે સિક્યોરિટી ડિપોઝિટ માટે ૨૧ કરોડ જમા કરાવ્યા હતા. આટલી મોટી રકમનો ખર્ચ કર્યા બાદ ઘરના ઇન્ટિરિયર માટે પણ લાખો રૂપિયાનો ખર્ચ કરવામા આવ્યો હતો. આ સ્થિતિમા જ્યારે તેમનુ બ્રેકઅપ થયુ ત્યારે રણબીરે કરોડો રૂપિયાનુ નુકસાન સહન કરવુ પડ્યુ હતુ.

image source

બ્રેકઅપ થયા પછી રણબીર કપૂર વિલ્સન એપાર્ટમેન્ટ હિલ રોડ બાંદ્રા સ્થિત તેમના નવા એપાર્ટમેન્ટમા શિફ્ટ થઇ ગયા હતા. જો કે, બીજી તરફ કેટરીના લાંબા સમય સુધી એ ઘરમાં રહી હતી. લાંબા સમય બાદ તે બીજા મકાનમા શિફ્ટ થઇ ગઇ.

image source

વર્તમાન સ્થિતિની વાત કરીએ તો હાલ, રણબીર કપૂર આલિયા ભટ્ટ સાથે રિલેશનશિપમાં છે. તો બીજી તરફ કેટરીના કૈફનું રિલેશન સ્ટેટસ હાલ સિંગલ છે. જો કે તેનું નામ છેલ્લા કેટલાક દિવસથી વિક્કિ કોશલ સાથે જોડવામાં આવી રહ્યું છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *