Site icon News Gujarat

હરિદ્વારમાં કાવડયાત્રીઓ માટે 14 દિવસનું ક્વોરન્ટીન જરૂરી, શું કોરોના કાળમાં કાવડ મેળો યોજાશે?

ગુજરાતી કેલેન્ડર પ્રમાણે ૨૧ જુલાઈથી ૧૯ ઓગસ્ટ સુધી શ્રાવણ મહિનો રહેશે. મોટાભાગે દેશભરમાં આ મહિને કાવડ યાત્રા થાય છે, પરંતુ આ વર્ષે બોલબમનો જયકાર કરતાં કાવડ યાત્રીઓ રસ્તા ઉપર જોવા મળશે નહીં. ઉત્તરાખંડ, ઝારખંડ, મધ્યપ્રદેશ, હરિયાણા, બિહાર અને ઉત્તરપ્રદેશ સહિત ઉત્તર ભારતના મોટાભાગના શિવાલયોમાં કાવડયાત્રીઓના પ્રવેશ ઉપર પ્રતિબંધ લગાવ્યો છે. હરિદ્વારમાં કાવડ યાત્રી આવ્યાં ત્યારે તેમણે ૧૪ દિવસ ક્વોરન્ટીનમાં રહેવું પડશે, તે પણ પોતાના ખર્ચે. અમે તમને આ રાજ્યોના પ્રમુખ દેવસ્થાનોમાં કાવડયાત્રા અને શ્રાવણમાં દર્શનને લઇને શું નિર્દેશ જાહેર કરવામાં આવ્યાં છે અને તૈયારીઓ શું છે તેના વિશે જણાવશું.

Image Source

હરિદ્વારથી ગંગાજળ ભરવા માટે રાજ્યની મંજૂરી

હરિદ્વારમાં ગયા વર્ષે શ્રાવણમાં લગભગ ૩.૫ કરોડ કાવડ યાત્રીઓ આવ્યાં હતાં. છેલ્લાં એક દાયકામાં અહીં કાવડયાત્રીઓનો આંકડો ખૂબ જ વધી ગયો છે. મોટાભાગે અહીં બહારના રાજ્યો ઉત્તરપ્રદેશ, હિમાચલ અને હરિયાણાથી લોકો ગંગાજળ ભરીને આવે છે. ગંગાના જળથી અભિષેક કરવાનું મહત્ત્વ છે. સ્થાનીય વેપારીઓ પ્રમાણે આ એક મહિનામાં અહીં ૧૦૦ થી ૧૫૦ કરોડનો બિઝનેસ થાય છે.

Image Source
Image Source
Image Source

મહાકાળમાં પ્રવેશ નહીં

શ્રાવણના સોમવારે ભગવાન મહાકાળની સવારી પણ કાઢવામાં આવે છે, જેને જોવા માટે મોટી સંથ્યામાં લોકો ઉજ્જૈન આવે છે. અહીં શ્રાવણમાં દર વર્ષે ૨૦ થી ૨૫ લાખ લોકો આવે છે. મોટાભાગે શ્રાવણના સોમવારે અહીં રાજસ્થાન, ગુજરાત અને મહારાષ્ટ્રથી આવતાં યાત્રીઓ વિશાળ સંખ્યામાં રહે છે.

Image Source
Image Source

દેવઘરમાં ૨૦૦ વર્ષમાં પહેલીવાર કાવડ મેળો યોજાશે નહીં

દેવઘરમાં ૧૦૦-૧૫૦ કિમી પગપાળા ચાલીને પણ કાવડયાત્રીઓ ગંગા જળ ભરીને લાવે છે અને ભગવાન વૈદ્યનાથનો અભિષેક કરે છે. અહીંનો કાવડ મેળો પણ પ્રસિદ્ધ છે. ઝારખંડના દેવઘરના વૈદ્યનાથ જ્યોતિર્લિંગમાં દર વર્ષે વિશાળ સંખ્યામાં કાવડયાત્રીઓ આવે છે. દર વર્ષે શ્રાવણમાં લગભગ ૨૦ લાખ લોકો અહીં દર્શન કરે છે. ઝારખંડમાં ૩૧ જુલાઈ સુધી લોકડાઉન વધી જવાના કારણે અહીં ૨૦૦ વર્ષમાં પહેલીવાર કાવડ મેળો આયોજિત થશે નહીં. કાવડયાત્રીઓના પ્રવેશ અને મંદિર ખોલવાને લઇને ઝારખંડ હાઇકોર્ટમાં ૩ જુલાઈએ નિર્ણય લેવાશે.

Image Source

ઉત્તરપ્રદેશમાં પણ પ્રતિબંધ

ઉત્તરપ્રદેશના વારણસી, ગોરખપુર, પ્રયાગરાજ વગેરેમાં કાવડયાત્રીઓની ભીડ રહે છે. પ્રયાગરાજના સંગમથી જળ ભરીને કાશી વિશ્વનાથનો અભિષેક કરવાની પરંપરા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત

Exit mobile version