કવિતા કૌશિક પતિના ખભા પર ઊભી રહીને કરતી હતી યોગ, આવું થયું અને ભફાંગ કરતી નીચે પડી, જોઈ લો વીડિયો

સબ ટીવીની પ્રખ્યાત સીરિયલ ‘એફઆઈઆર’માં કામ કરનારી અભિનેત્રી કવિતા કૌશિક ફરી એકવાર ચર્ચા છે. ફરી એકવાર તેણે પોતાના ફોટો શેર કર્યાં છે. ટીવી સિરિયલ ‘એફઆઇઆર’ માં આપણે બધા ટીવી એક્ટ્રેસ કવિતા કૌશિકને ‘ચંદ્રમુખી ચૌટાલા’ તરીકે ઓળખીએ છીએ.

image source

અવારનવાર સામે આવતું હોય છે કે, કવિતા તેની ફિટનેસ પ્રત્યે ઘણી ગંભીર છે. જો તમે કવિતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર નજર નાખો તો તેનું ઈનસ્ટાગ્રામ યોગ કરતી તસવીરોથી ભરેલું છે.

image source

કવિતા કૌશિકનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં અભિનેત્રી પોતાનાં પતિ સાથે યોગ કરતી જોવા મળી રહી છે. કવિતાનાં પતિનું નામ રોનિત બિસ્વાસ છે. આ વીડિયો ખુબ જ રમુજી છે. અહીં તે પોતાના પતિ સાથે મસ્તી કરી રહી છે. કવિતા તેના પતિ રોનિત સાથે જોવા મળી રહી છે.

image source

અહીં વીડિયોની વાત કરીએ તો કઈક આવું દ્રશ્ય હતું, તેનો પતિ જમીન પર બેસેલો હતો અને કવિતા તેના બંને પગને રોનીતનાં ખભા પર મૂકીને પાછળથી ઊભા રહેવાનો પ્રયાસ કરતી જોવા મળે છે. હસાવનારી ઘટના હવે બને છે, વિડીયોમાં તે આ ઊભા રહેવાના પ્રયાસમાં નિષ્ફળ થાય છે અને તેનો ચહેરો સીધો જમીન સાથે અથડાય છે.

image source

આ રમુજી વીડિયો કવિતા કૌશિકે તેના ટ્વિટર એકાઉન્ટ પર શેર કરી છે. આ સાથે તેણે વીડિયોની કેપ્શનના લખાણમાં ઉમેર્યું છે કે, કોઈ પણ વ્યક્તિ તેમની નિષ્ફળતાની વાતો કરતાં ડરે છે અને ઓનલાઇન વાત કે પોસ્ટ તો કોઈ કરતું જ નથી જે આપણે જે જોઈ રહ્યા છીએ. તે ફોટો તદન બનેલી સાચી ઘટનાના જ છે પરંતુ જીવનનો અર્થ સુધારવું તે છે.

image source

ખરેખર જીવનમાં બનતી બધી ઘટના આપણે કઈક નવું શીખવતી હોય છે. એવું કહી શકાય કે પડવું અને ઉભા થવું અને પોતાને સુધારવું આ બધા કરતાં મહત્વનું હોય છે. છેલ્લે તે મજાક કરતાં વાત પૂરી કરે છે કે, જ્યારે નાસ્તામાં ઘણા પરાઠા હોય ત્યારે આવું થઈ જતું હોય છે.

વાઇરલ થયેલ આ વિડીયો લોકો સોશ્યલ મીડિયા પર ખૂબ એન્જોય કરી રહ્યાં છે. તાજેતરમાં મળતી માહિતી મુજબ આ વીડિયો આજકાલ 3 હજારથી વધુ વખત જોવામાં આવ્યો છે. વીડિયો જોઇને લોકો પણ અભિનેત્રીની જોરદાર પ્રશંસા કરી રહ્યા છે. તો ઘણાં એવા લોકો પણ છે જે તેના પર ઘણી ટિપ્પણીઓ પણ કરી રહ્યાં છે. એક વ્યક્તિએ પોતાની ટિપ્પણી ઉમેરતા લખ્યું છે કે – ‘દરેક નિષ્ફળતા નવી તક આપે છે.’

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!