Site icon News Gujarat

કવિતા પહેલા આ સ્ટાર્સે પણ લૂક્સની ચિંતા કર્યા વિના કર્યું છે વાળ ડોનેટ કરવાનું ઉમદા કામ

ટીવી પર ખૂબ જ લોકપ્રિય અને પ્રખ્યાત થયેલા પાત્ર ચંદ્રમુખ ચૌટાલાથી અભિનેત્રી કવિતા કૌશિકે એક અલગ ઓળખ ઊભી કરી છે. આજે પણ તે લોકોના દિલ પર રાજ કરે છે. આમ તો કવિતા કૌશિક ટીવીના પડદે હાલ જોવા મળતી નથી પરંતુ તે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે. તાજેતરમાં જ તેણે જે પોસ્ટ કરી તેને લઈ તેના ફેન્સ પણ ચોંકી ગયા હતા.

image soucre

કવિતા તાજેતરના તેના ફોટોમાં એકદમ શોર્ટ હેરમાં જોવા મળે છે. કવિતાએ તેના વાળ કોઈ ફેશન માટે નથી કપાવ્યા પરંતુ કવિતાએ તેના વાળ ખાસ કારણથી ટુંકા કરાવ્યા છે. કવિતાએ કેન્સરના દર્દીઓ માટે તેના લાંબા અને સુંદર વાળ ડોનેટ કર્યા છે. આ વાતને લઈને કવિતા ફરીથી ચર્ચામાં આવી છે અને તેના ખૂબ વખાણ થઈ રહ્યા છે.

કવિતાએ પોતાના વાળ કેન્સરના દર્દીઓ માટે બનતી વિગ બનાવવા માટે ડોનેટ કર્યા છે. જો કે આ કામ માત્ર કવિતાએ કર્યું છે તેવું નથી. આ પહેલા ઘણા સ્ટાર્સે કેન્સરના દર્દીઓની મદદ કરવા માટે પોતાના લુક્સની ચિંતા કર્યા વિના વાળ ડોનેટ કર્યા છે. તો ચાલો જાણીએ કે કવિતા સિવાય કયા કયા એવા સિલેબ્સ છે જેણે આ કામ કર્યું છે.

કવિતા કૌશિકે ઈંસ્ટા પર એક વીડિયો શેર કર્યો હતો જેમાં તે એક સલૂનમાં બેઠી છે અને તેને ચહેરા પર સ્મિત છે. તેણે કેપ્શનમાં લખ્યું છે કે કેન્સરના દર્દીઓ માટે વિગ બનાવવા માટે તેણે વાળ દાન કર્યા છે.

image soucre

માધુરી દિક્ષીતના મોટા દિકરા રેયાને પણ તાજેતરમાં તેના વાળ ડોનેટ કર્યા છે. માધુરીએ ઈંસ્ટા પર એક વીડિયો શેર કર્યો હતો અને તેમાં લખ્યું હતું કે, ” દરેક હિરો કેપ પહેરતો નથી. પરંતુ મારો દિકરો પહેરે છે… નેશનલ કેન્સર ડેના ખાસ અવસરે મારે તમારી સાથે શેર કરવું છે કે રેયાન જ્યારે પણ કોઈ કેન્સર પીડિત વ્યક્તિની કીમો થેરાપી જોતો હતો ત્યારે તે ઈમોશનલ થઈ જતો હતો. તે ખૂબ જ ખરાબ અનુભવતો હતા અને તે પોતાના વાળ પણ ગુમાવી દેતા હતા. તેવામાં મારા દીકરાએ કેન્સર સોસાયટીને પોતાના વાળ દાન કરવાનો નિર્ણય કર્યો છે. ”

image soucre

આ સિવાય બોલિવૂડ સેલિબ્રિટી કોરિયોગ્રાફર મેલ્વિન લુઈસે પણ કેન્સરના દર્દીઓની વિગ બનાવવા માટે લાંબા વાળ ડોનેટ કર્યા હતા. તેણે વાળ લાંબા કરવા માટે 8 વર્ષ સુધી વાળ કપાવ્યા ન હતા પરંતુ ત્યારબાદ તેણે 8 વર્ષથી વધારેલા વાળ આ ઉમદા કામ માટે ડોનેટ કરી દીધા હતા.

image soucre

સાઉથની અભિનેત્રી ઓવિયાએ પણ એક સંસ્થાને તેના વાળ ડોનેટ કર્યા હતા. આ સંસ્થા કેન્સરના દર્દીઓ માટે વિગ બનાવવાનું કામ કરે છે. જો કે તે સમયે અફવા એવી ઉડી હતી કે તેણે ડિપ્રેશનમાં આવીને આ કામ કર્યું છે.

image soucre

તમિલ ટીવી એક્ટ્રેસ નિશા પણ આ યાદીમાં છે. તેણે પણ પોતાની નવી હેર કટ સાથે તસવીર શેર કરી કેપ્શનમાં લખ્યું હતું કે તેણે પહેલીવાર સારા કામ માટે વાળ કપાવ્યા છે.

image socure

સાઉથ એક્ટ્રેસ કાવ્યા શાસ્ત્રીએ પણ પોતાના એક નજીકના વ્યક્તિને કેન્સરના કારણે ગુમાવી હતી. ત્યારબાદ તેણે કેન્સર પેશન્ટ માટે પોતાના વાળ ડોનેટ કર્યા હતા.

image soucre

મિલિંદ સોમન પણ આ ઉમદા કામ કરી ચુક્યા છે. જો કે તેણે પોતે વાળ ડોનેટ કર્યા નથી પરંતુ આ નેક કામ માટે મિલિંદ પોતાની મિત્રના બારબર બન્યા હતા. તેણે જાતે પોતાની મિત્રના વાળ ડોનેટ કરવા માટે કટ કર્યા હતા.

Exit mobile version