‘કૌન બનેગા કરોડપતિ’ સિઝન 12માં ભાગ લેવો હોય તો જાણો કેવી રીતે અને ક્યારે કરશો રજીસ્ટ્રેશન

કૌન બનેગા કરોડપતિ સિઝન 12ની જાહેરાતનું બ્યુગલ વાગી ચુક્યું છે.

image source

અમિતાભે જણાવ્યું કે કેવીરીતે અને અને ક્યારે કરવું સ્પર્ધામાં ભાગ લેવા માટે રજિસ્ટ્રેશન

લગભગ બે દાયકાથી ચાલ્યો આવતો સુપર ડુપર હીટ ક્વીઝ કોન્ટેસ્ટ શો કેબીસી ફરી એકવાર પોતાની નવી સીઝન લાવી રહ્યું છે. હા, કૌન બનેગા કરોડ પતિની 12મી સિઝનની જાહેરાત થઈ ચુકી છે. લોકડાઉનમાં જ્યારે બધા પોતાના ઘરે પુરાઈ રહ્યા છે તેવા સમયે કેબીસીના ફેન્સને આ સુખદ સમાચાર અમિતાભે આપ્યા છે. શોએ પોતાનો નવો પ્રોમો રજૂ કર્યો છે જેમાં ક્યાં અને ક્યારે રજિસ્ટ્રેશન કરવું વિગેરેની જાહેરાત કરવામાં આવી છે.

પ્રોમોની ખાસ વાત એ છે કે તેની સાથે લોકડાઉનની સ્થિતિને પણ સાંકળી લેવામાં આવી છે. આ પ્રોમોમા અમિતાભ બચ્ચન જણાવે છે કે ભલે દરેક વસ્તુઓ પર બ્રેક લાગી ગઈ હોય પણ તમારા સ્વપ્નો પર ક્યારેય બ્રેક ન લાગવી જોઈએ.

આ જાહેરાત સોનીટી ટીવીની ચેનલના અધિકૃત ટ્વીટર અકાઉન્ટ પર કરવામાં આવી છે. જેમાં પ્રોમો શેર કરવામા ંઆવ્યો છે અને સાથે સાથે લખવામાં આવ્યું છે, ‘દરેક વસ્તુઓને બ્રેક લાગી શકે છે, પણ સ્વપ્નોને બ્રેક ન લાગી શકે. તમારા સ્વપ્નોને ઉડાન આપવા ફરી એકવાર અમિતાભ બચ્ચન લઈને આવી રહ્યા છે કેબીસી 12, રજિસ્ટ્રેશન શરૂ થશે 9મે રાત્રે નવ વાગે.’

આ વિડિયો અમિતાભે ઘરે રહીને જ બનાવી છે અને ત્યાર બાદ તેને એડીટ કરવામાં આવી છે. આ વિડિયોમાં અમિતાભ બચ્ચન કંઈક આવી રીતે કેબીસીની સીઝન 12ને પ્રમોટ કરી રહ્યા છે, ‘દરેક વસ્તુ પર બ્રેક લાગી શકે છે, ગલીના નાકે આવેલી ચાની કીટલી પર, ચા પીતી વખતે થતી હેલો-હાય પર, રસ્તાઓ સાથેની દોસ્તી પર, ટ્રીપલ સીટની સવારી પર, દરેક વસ્તુને બ્રેક લાગી શકે છે. ઓફિસ વાળી નોકરી પર, અરધી રાતની મસ્તી પર, શોપિંગ મોલવાળા પ્રેમ પર, ચાર રસ્તા પરના દોસ્ત પર, દરેક વસ્તુ પર બ્રેક લાગી શકે છે.

image source

ઘડીયાળની ટીક-ટીક પર, શાંતાબાઈની કચકચ પર, ટ્રેનની દોડધામ પર, ધબકારાની ગતિ પર, દરેક વસ્તુ પર બ્રેક લાગી શકે છે પણ એક વસ્તુ છે જેના પર બ્રેક નથી લાગી શકતી… સ્વપ્નો પર… સ્વપ્નોને ઉડાન આપવા ફરી એકવાર મારા પ્રશ્નો અને તમારા કેબીસી રજિસ્ટ્રેશન, નવ મે રાત્રે નવ વાગે માત્ર સોની ટીવી પર.’

જો કે હાલ લોકડાઉનને ધ્યાનમાં રાખીને માત્ર શોનું રજિસ્ટ્રેશન જ શરૂ કરવામાં આવશે. જ્યારે બધું સામાન્ય થઈ જશે ત્યારે શોની આગળની પ્રક્રિયાઓ શરૂ કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે કૌન બનેગા કરોડપતિ ભારતીય ટેલીવિઝનના સૌથી લોકપ્રિય શોમાંનો એક છે.

image source

દર વર્ષે શો જ્યારે પણ ઓન એર થાય છે ત્યારે તે ટોપ ટેન ટીઆરપી લિસ્ટમાં સ્થાન મેળવવામાં સફળ રહે છે. જો તમે પણ વર્ષોથી કૌન બનેગા કરોડ પતિમાં ભાગ લેવા માગતા હોવ તો પછી મોડું કર્યા વગર રજિસ્ટ્રેશન કરાવી જ લો. કોને ખબર આ વખતે તમારો પણ ચાન્સ લાગી જાય !