કૌન બનેગા કરોડ પતિમાં આ ગુજરાતીએ વગાડ્યો ડંકો, જીતેલી રકમમાંથી ત્રણ એમ્બ્યુલન્સ ખરીદી કર્યું દાન

અમિતાભ બચ્ચન દ્વારા સંચાલિત કૌન બનેગા કરોડ પતિ શોમાં ઘણા લોકો મોટી રકમ જીતી પોતાના સપના પૂરા કરી રહ્યા છે. તો ઘણા લોકો એવા પણ છે જેઓ આ જીતેલી રકમમાંથી દાન કરી અનોખુ ઉદાહરણ પુરૂ પાડી રહ્યા છે. આવી એક એક ઘટના સામે આવી છે કચ્છમાં.

image source

કચ્છના દાનવીરે કેબીસીમાં જીતેલી રકમ એટલે કે 50 લાખ રૂપિયાનીની જીતેલી રકમથી ત્રણ એમ્બ્યૂલન્સ સેવા અર્થે આપી છે. આ દાનવીરનુ નામ છે હરખચંદ સાવલા. લોકસેવા સાર્વજનિક ટ્રસ્ટને દાતાના સહયોગથી ત્રણ એમ્બ્યુલન્સ સેવા અર્થે મળી હતી, જેને અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.

ધારાસભ્યએ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમનો આરંભ કરાવ્યો

image source

પ્રાપ્ત માહિતી અનુસાર દયાપર ખાતે અબડાસાના ધારાસભ્ય દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમનો આરંભ કરાવ્યો હતો. મુખ્ય દાતા જીવનજ્યોત ટ્રસ્ટ-પરેલ (મુંબઇ-મૂળ કચ્છ)ના એવા હરખચંદ સાવલાને ‘કૌન બનેગા કરોડ પતિ’માં રૂપિયા 50 લાખ જીત્યા હતા અને તે રૂપિયામાંથી ત્રણ એમ્બ્યુલન્સ કચ્છના લોકોને સારી સુવિધા મળી રહે તેની માટે ખરીદીને લોકસેવા સાર્વજનિક ટ્રસ્ટને આપી હતી. જેને લઈને લોકોએ તેમના ખુબ વખાણ કર્યા હતા. કારણ કે ઘણા લોકો પૈસા તો જીતે છે પરંતુ આવુ સેવાકીય કામ ભાગ્યે જ કરતા હોય છે.

ટ્રસ્ટના નવા કાર્યાલયને ખુલ્લું મૂકાયું

image source

લોકસેવા સાર્વજનિક ટ્રસ્ટના પ્રમુખ હેમેન્દ્રભાઇ જણસારી સતત કચ્છના લોકો માટે નિ:સ્વાર્થ ભાવે અને કોઇ પણ પ્રકારના ભેદભાવ વગર સેવા કરતા રહે છે તથા દયાપર ખાતે ટ્રસ્ટના નવા કાર્યાલયનું ધારાસભ્ય દ્વારા રીબીન કાપીને ખુલ્લું મૂકાયું હતું. આ કાર્યક્રમમાં છેલ્લા સાત વર્ષથી એમ્બ્યુલન્સમાં ફરજ બજાવતા તસલીમભાઇ મેમણ, ઇમ્તીયાઝ કુંભાર તેમજ મહેન્દ્રભાઇ તબિયારનું ધારાસભ્યના હાથે સન્માન કરાયું હતું. લોકસેવા સાર્વજનિક ટ્રસ્ટના પ્રમુખ હેમેન્દ્રભાઇ જણસારી સતત કચ્છના લોકો માટે નિ:સ્વાર્થ ભાવે અને કોઇ પણ પ્રકારના ભેદભાવ વગર સેવા કરતા રહે છે.

આ કાર્યક્રમમાં ઘણા અગ્રણીઓ હાજર રહ્યા

તો બીજી તરફ આ કાર્યક્રમમાં સરહદ ડેરીના વાઇસ ચેરમેન હસમુખભાઇ પટેલ, માતાના મઢ સરપંચ સુરેન્દ્રસિંહ જાડેજા, તાલુકા ભાજપ પ્રમુખ વેરસજી તુંવર, સરપંચ ભવાનભાઇ પટેલ, ઉપસરપંચ ઉરસભાઇ નોતિયાર, નલીનભાઇ જણસારી, સૈયદ મામદછા બાવા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ચંદ્રદાન ગઢવીએ કર્યું હતું તથા આયોજનની વ્યવસ્થા દિલીપભાઇ જણસારીના માર્ગદર્શન હેઠળ યુવાનોએ સંભાળી હતી. હાલમાં આ સેવાકીય કામની પ્રશંશા સમગ્ર વિસ્તારમાં થઈ રહી છે.

સાવલાએ ત્રણ દાયકા પહેલા ટ્રસ્ટની સ્થાપના કરી હતી

image source

મુંબઈની ટાટા હોસ્પિટલમાં કેન્સરના દર્દીઓ માટે ટિફિન સેવા પહેલ શરૂ કરનાર કચ્છના ગુજરાતી સજ્જન હરખચંદ કલ્યાણજી સાવલા અમિતાભ બચ્ચન સાથે કૌન બનેગા કરોડપતિ કાર્યક્રમમાં ટીવી સ્ક્રીન પર જોવા મળ્યા હતા. સાવલાએ ત્રણ દાયકા પહેલા જીવનજ્યોત કેન્સર રાહત અને સંભાળ ટ્રસ્ટની સ્થાપના કરી હતી અને 15 દર્દીઓ માટે શરૂઆતમાં ટિફિન સેવા શરૂ કરી હતી. આજે તેની ટિફિન સેવાથી 700 જેટલા દર્દીઓ લાભ કરે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત