કોરોના વાયરસ પર KBCનો પહેલો પ્રશ્ન, જે છે કોરોના રિલેટેડ, પ્રશ્ન વાંચવા તમે પણ કરો એક ક્લિક
કોરોના વાયરસ પર કીબીસીનો પહેલો પ્રશ્ન, શું તમને ખબર છે જવાબ ?

અમિતાભ બચ્ચનના કાર્યક્રમ ‘કોન બનેગા કરોડપતિ’ની ૧૨મી સિઝન જલ્દી જ શરુ થવા જઈ રહી છે. શનિવારે રાત્રે બીગ-બીએ રાજીસ્ટ્રેસન માટેની પ્રક્રિયાને લગતો પહેલો સવાલ પૂછ્યો હતો. આ સવાલ કોરોના વાયરસને સબંધિત હતો. શું તમને આ પ્રશ્નનો જવાબ ખબર છે ?
ભારતીય ટીવી જગતનો સૌથી વધુ ચર્ચામાં રહેતો અને લોકપ્રિય બની ચુકેલો રીયાલીટી ક્વીઝ શો ‘કોન બનેગા કરોડપતિ’ની ૧૨મી સીઝન કોરોના હોવા છતાં પણ પ્રસારિત કરવામાં આવશે. શો ના રજીસ્ટ્રેશન માટેની પ્રક્રિયા શનિવારથી શરુ કરી દેવામાં આવી છે. શનિવારે રાત્રે અમિતાભ બચ્ચને રજીસ્ટ્રેશન પ્રક્રિયા માટેનો પહેલો પ્રશ્ન પૂછ્યો હતો. આ પ્રશ્ન કોરોના સાથે સબંધિત છે. તો શું તમને આ પ્રશ્નનો જવાબ ખબર છે. બીગ-બીએ પૂછ્યું હતું કે ૨૦૧૯માં ચીનમાં સૌથી પહેલા કયા શહેરમાં કોરોના વાયરસ (કોવીડ-19) બીમારીની ઓળખ કરવામાં આવી હતી ?

વિકલ્પો છે…
a. શેનજોઉં
b. વુહાન
c. બીજિંગ
d. શાંઘાઈ
#KBC12 registrations have started. Here is the 1st question which is open for you to answer till 10th May, 9 PM. To register, download the Sony LIV app or send in your answer via SMS. Watch the video for registration details. @SrBachchan @SonyLIV pic.twitter.com/EXDLiF8jOv
— sonytv (@SonyTV) May 9, 2020
આપને જણાવી દઈએ કે અમિતાભ બચ્ચનના શો કોન બનેગા કરોડપતિની ૧૨મી સીઝન જલ્દી જ શરુ થવાની છે. શો નો પ્રમોશનલ વિડીયો પ્રસારિત કરી દેવામાં આવ્યો છે. અમિતાભ ૨૨ મેં સુધી દરેક રાત્રે એક નવો પ્રશ્ન પૂછશે. કેબીસીની સીઝન ૧૨ માટે પોતાને રજીસ્ટર કરવા ઉમેદવારોએ આ સવાલોના સાચા જવાબ એસએમએસ અથવા SoniLIV એપના માધ્યમથી આપવાના રહેશે.
શું છે રજીસ્ટ્રેશનની પ્રક્રિયા ?

આપને જણાવી દઈએ કે અમિતાભ બચ્ચનના શો કોણ બનેગા કરોડપતિની ૧૨મી સીઝન જલ્દી જ શરુ થવાની છે. પ્રમોશનલ વિડીયો પ્રસારિત થઇ ગયા બાદ અમિતાભ ૨૨ મેં સુધી રોજ એક પ્રશ્ન પૂછશે જેના જવાબો એમાં જોડવા ઈચ્છતા ઉમેદવારોએ આપવાના રહશે. આ જવાબ આપવા માટે ઉમેદવારો પાસે બે વિકલ્પો આપવામાં આવ્યા છે એક એસએમએસ અને બીજામાં SoniLIV એપના માધ્યમથી પણ જવાબો આપી શકાશે.
સોની લીવ એપ્લીકેશનના માધ્યમથી આવી રીતે રજીસ્ટર કરો

– સોની લીવ એપ્લીકેશન ખોલો
– કેબીસીની લીંક પર ક્લિક કરો
– રજીસ્ટ્રેશન માટેના પ્રશ્નોના જવાબ આપો
– જે ફોર્મ સામે આવે એમાં પોતાની માહિતી ભરો
– સબમિટ કરો

– ત્યારબાદ તમારી સ્ક્રીન પર ‘કેબીસી રજીસ્ટ્રેશન કો કમ્પ્લીટ કરને કે લીએ ધન્યવાદ’ એવો મેસેજ લખેલો આવશે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત