Site icon News Gujarat

કેદારનાથનું મંદિર 6 મહિના કેમ રહે છે બંધ, તેની પાછળ છે આ 10 કારણો

કેદારનાથનું મંદિર 6 મહિમા બંધ કેમ રહે છે, આ રહ્યા 10 રસપ્રદ કારણ

image source

ભારત એક હિન્દુ ધર્મનું બાહુલ્ય પ્રભુત્વ ધરાવતો દેશ છે અને અહીં હિન્દુ માન્યતાઓમાં ઘણા બધા મંદિરો પૂજાય છે. પરંતુ કેટલાક તીર્થ સ્થાનો એવા છે કે જ્યાં દર્શન કરીને વ્યક્તિને માનસિક, શરીરીક તેમજ અધ્યાત્મિક શાંતિ પણ મળે છે. શિવના ચરણોમાં મોક્ષના માર્ગ મોકળા થતા હોય છે. ભારતમાં ચાર ધામની યાત્રાનું વિશેષ મહત્વ માનવામાં આવે છે.

કહેવાય છે કે જે લોકો પોતાના જીવનકાળમાં આ ચાર ધામની યાત્રા પૂર્ણ કરી લે છે એમને મૃત્યુ પછી મોક્ષ મળે છે. આ જ વાતને બીજા અર્થમાં કહીએ તો આ તીર્થોની યાત્રા બાદ મનમાં એક અલગ જ શાંતિ ઉદ્ભવે છે, તેમ જ મન ભૌતિક જગતમાંથી હટીને આધ્યાત્મિકતા તરફ વળે એ માટે આ યાત્રાઓ કરવામાં આવે છે. આ ચાર ધામની યાત્રામાં કેદારનાથનો સમાવેશ થાય છે.

image source

આ મંદિર ઉત્તરાખંડના ઉંચાણ વાળા પર્વતો પર સ્થિત છે, જ્યાંનું વાતાવરણ લગભગ સમય માઈનસમાં જ રહેતું હોય છે. આ મંદિર પૌરાણિક છે. કહેવાય છે કે પાંડવો જ્યારે સ્વર્ગારોહણ માટે ગયા ત્યારે અહી ભગવાન શિવે સ્વયં પ્રકટ થઈને એમને દર્શન આપ્યા હતા. જો કે એથી વધુ આશ્ચર્ય તમને એ વાતનું પણ થશે કે આ મંદિર છ મહિના માટે ખુલ્લું રહે છે અને છ મહિના માટે બંધ.

આ જાણ્યા પછી તમને એ પ્રશ્ન પણ જરૂર થઇ રહ્યો હશે કે આ મંદિર છ મહિના બંધ શા માટે રાખવામાં આવતું હશે. તો આ બધું સમજવા માટે કેટલીક મહત્વની વાતો પણ તમારે જરૂર જાણવી જોઈએ.

છ મહિના સુધી કેમ રહે છે મંદિરના દ્વાર બંધ

image source

આપણા શાસ્ત્રોના આધારે વાત કરીએ તો કેદારનાથને ચાર ધામ યાત્રાનો એક મહત્વપૂર્ણ ભાગ માનવામાં આવે છે. આ મૂળ રૂપે શિવના બાર જ્યોતિર્લીંગ માનું એક કેદારનાથ જ્યોતિર્લીંગ છે, અને અહીં પણ શિવની જ પૂજા કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે અહીંની મુલાકાત લેવા માત્રથી જ ભક્તોના તમામ દુઃખો દૂર થઇ જાય છે અને તેમને મોક્ષની પ્રાપ્તિ પણ થાય છે.

ભગવાન શિવના આ ચમત્કારિક નિવાસ સ્થાન અંગે થોડાક સમય પહેલા આપના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ચર્ચાઓમાં રહ્યા હતા. તેમણે અહીં પ્રાર્થના કરી હતી. તો આજે અમે આપને કેદારનાથ ધામ વિશે કેટલીક રસપ્રદ વાતો જણાવીશું, જે કદાચ તમે નહીં જ જાણતા હોય.

 કેદારનાથ ધામમાં શિવલિંગની પૂજા કરવામાં આવે છે અને એવું પણ કહેવામાં આવે છે કે અહીંના અ શિવ લિંગની ઉત્પત્તિ ભૂમિમાં થઈ છે. આ મંદિર પાંડવોએ બનાવ્યું હતું અને અહીં શિવ એમને બળદ (નંદી)ના સ્વરૂપમાં દેખાયા હતા.

image source

 કેદારનાથનું આ મંદિર હંમેશાં બરફથી ઢંકાયેલ રહે છે. કેદારનાથ ધામ પોતાના ખરાબ હવામાનને કારણે, છ મહિના માટે ખુલ્લું અને છ મહિના માટે મંદિરના દરવાજા બંધ રાખવામાં આવે છે. પૂજારીઓ મંદિરની છત બંધ કરતા પહેલા જ વિગ્રહને નીચે લઇ જાય છે.

 વિગ્રહ કરતી વેળાએ મંદિરના પરિસરની સાફ-સફાઇ કરીને પછી જ અહીં દીવો પ્રગટાવવામાં આવે છે. જો કે આ બધાયમાં આશ્ચર્યની બાબત તો હોય છે કે આ મંદિર બંધ થયાના 6 મહિના પછી પણ, જ્યારે એ પુનઃ ખોલવામાં આવે છે ત્યારે એવું લાગે છે કે તે પ્રગટાવવામાં આવ્યું હોય.

 આ બંધ કરાયેલા મંદિરમાં પણ 6 મહિના સુધી સળગાવીને રાખેલો એક નાનકડો દીવો સતત કેવી રીતે સળગે છે, આ વાત આશ્ચર્યજનક છે. કારણ કે ઠંડી લહેરોને કારણે મંદિરના દરવાજા બંધ થઈ જાય છે અને પછી તે છેક દિવાળીના બીજા દિવસે જ પાછા ખુલે છે. આવી સ્થિતિમાં, અંદરનો દીવો સામાન્ય રીતે કેવી રીતે સળગતો રહી શકે એ જ પ્રશ્ન છે.

image source

 આ મંદિરની બીજી રસપ્રદ વાત તો એ છે કે ભગવાન શિવ આ મંદિરમાં તેમના સાચા ભક્તોને દર્શન પણ આપે છે, આ કારણે જ કેદારનાથમાં તેઓ જાગૃત મહાદેવ તરીકે પણ ઓળખાય છે.

 પુરાણો અનુસાર ભગવાન એક પ્રસંગ એવો પણ આવે છે જ્યાં શિવનો એક ભક્ત ભગવાન શિવને જોવા ખૂબ જ મુશ્કેલીઓ વેઠીને કેદારનાથ આવે છે, પરંતુ દરવાજા બંધ હોવાના કારણે એ જઈ શકતો નથી. શિવજીનો એ ભક્ત દરવાજા ખોલવાની વાત કરે છે પરંતુ પુજારીઓ એને ના પાડી દે છે. વાત આગળ વધે છે. ભક્તે પૂજારીઓને આગ્રહ કર્યો પણ તેમણે દરવાજા ખોલ્યા નહીં. તેમ છતાં તે મક્કમ રહ્યો. પુજારીના કહ્યા મુજબ 6 મહિના ભૂખ્યા અને તરસ્યા રહીને રાહ જોવાની હતી. એણે શિવજીને યાદ કરીને આંખો મીચી લીધી અને અચાનક તેને ઊંઘ આવી અને તે 6 મહિના માટે સૂઈ ગયો હતો.

image source

 એવું પણ કહેવામાં આવે છે કે તે ભક્ત સૂતા હતા, ત્યારે ત્યાં તેમને એક અલૌકિક શાંતિનો અનુભવ થયો હતો. તે પછી, જ્યારે તે ભક્ત ઊંઘમાંથી ઊભા થયા, ત્યારે તેણે જોયું કે મંદિરના દરવાજા ખુલી ચુક્યા હતા અને આ દરમિયાન જે કાઈ થયું એ બધી જ મહાદેવની લીલાને ભક્તે સમજી લીધી.

 પૂજારીઓ પણ આ બધું સમજી ગયા હતા કે ભોલેનાથને મળવા આવનાર આ વ્યક્તિ એટલા માટે ગભરાઈ ગયો હતો કે ભગવાન શિવ પોતે તેમને દેખાયા હતા. જ્યારે તે મંદિર ખોલ્યું ત્યારે તેને જોયું તો તેને 6 મહિનાની ઊંઘ આવી હતી. શિવના મહિમાને લીધે, જ આ જ્યોતિર્લીંગમાં તેઓ જાગૃત મહાદેવ તરીકે પણ ઓળખાય છે.

image source

 નોંધપાત્ર વાત એ છે કે, પીએમ નરેન્દ્ર મોદી લોકસભા ચૂંટણી પ્રચારના અંતમાં કેદારનાથ યાત્રા માટે આવ્યા હતા અને તેમણે અહીં મુલાકાત લીધી હતી, ત્યારબાદ તેઓ બદ્રીનાથના દર્શન કરવા માટે પણ ગયા હતા..

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત

Exit mobile version