બાળકોને હંમેશ માટે તણાવથી દૂર રાખવા આજથી જ ફોલો કરો આ ટિપ્સ

બાળકોને રાખો સ્ટ્રેસ ફ્રી રાખવા અને તેમની કાર્યક્ષમતા વધારવા લાઈફસ્ટાઈલમાં લાવો આ પરિવર્તન

image source

એવું કહે છે કે બાળકોને જેવું શીખવાડો તેવું તે નથી શીખતાં પણ બાળકો જેવું જોવે છે તેવું જ કરતાં શીખે છે. અને માટે જ તમે કોઈને પણ કંઈક શીખવવા માગતા હોવ તો તેમને કંઈ કહેવા કરતાં તમારે પોતે જ ઉદાહરણરૂપ બનવું જોઈએ. માટે જ તો તમે તાણ મુક્ત રહેશો તો જ બાળકો તાણ મુક્ત રહેશે અને તેમ કરતાં શીખશે.

બાળકો માટે જેટલું શારીરિક સ્વાસ્થ્ય જરૂરી છે તેટલું જ જરૂરી છે તેમનું માનસિક સ્વાસ્થ્ય. જો તમને એવો પ્રશ્ન હોય કે બાળકોને સ્ટ્રેસ ક્યાંથી આવી શકે છે તો તમને જણાવી દઈ કે બાળકો પોતાના અભ્યાસના ભારણથી, પોતાના મિત્રોના કે પછી સહપાઠીઓના ખરાબ વર્તનથી માનસિક તાણ અનુભવી શકે છે.

image source

અને આ પ્રકારની તાણ તેમના કુમળા મન પર ઉંડી અસર કરતા હોય છે. જો કે આવી બાબત માટે તમે તમારા સંતાનોને એવી સલાહ આપો કે કોઈ તેમને ચીડવે કે મારે તો તેમણે તેની ફરિયાદ શીક્ષકને કરી દેવી જોઈએ. જે એક હદે બરાબર છે પણ તેમ કરવાથી તમારું બાળક હંમેશા નાની નાની વાતો શિક્ષકને ફરિયાદ કરશે અને ધીમે તેનો સ્વભાવ ફરિયાદી બની જશે.

આમ તે પોતે જાતે પોતાની સમસ્યા દૂર કરવાનો પ્રયાસ નહીં કરે અને પોતાની માનસિક તાણ પણ દૂર નહીં કરી શકે આમ તે સતત સ્ટ્રેસ નીચે જીવતું રહેશે. અને આ પ્રેરણા તેને તેના માતાપિતા પાસેથી જ મળે છે.

image source

એક અભ્યાસ પ્રમાણે જે માતાપિતા સતત માનસિક તાણ તેમજ ચિંતા નીચી જેવતા હોય છે તેમના બાળકોને પણ ભવિષ્યમાં આ જ સમસ્યાનો સામનો કરવો પડે છે. તમે ઇચ્છો કે ન ઇચ્છો જાણ્યા અજાણ્યા તમારા બાળકમાં તમારી આ ટેવને તમે ટ્રાન્સફર કરી દો છો. જો તમે ઇચ્છતા હોવ કે તમારા બાળક સાથે આવું ન થાય તો તમારે તમારા જીવનમાં જ કેટલાક પરિવર્તન લાવવા પડશે.

તમારા જીવનમાં લાવો આ રીતે પરિવર્તન

image source

– માતાપિતા સતત પોતાના બાળકોના મનમાં નાના ભય ઉત્પન્ન કરતાં રહે છે. દા.ત. રસ્તાની અંદરની બાજુએ ચાલો નહીંતર એક્સીડન્ટ થઈ જશે. દોડો નહીં નહીંતર પડી જશો. ગંદકીમાં ન જાઓ બીમાર પડી જશો. બની શકે કે તે તમારા પોતાના બાળપણના ભય હોય જેનાથી તમે તમારા બાળકોને બચાવવા માગતા હોવ. બાળકોને ચોક્કસ સમજાવવું જોઈએ પણ ભય પમાડીને નહીં. જેમ કે તમે બાળકોને કહી શકો કે તમે દોડી શકો છો પણ સંતુલન જાળવીનો દોડો, જોઈને દોડો. આમ કરવાથી બાળકો પરેશાન નહીં થાય પણ સાવચેત થશે.

– તમારા પર સતત રહેતા કામના બોજા કે મુશ્કેલીઓ કે પછી તમારા મૂડ સ્વિંગ્સને કારણે તમારે બાળકો પર બીલકુલ ગુસ્સે ન થવું જોઈએ. સામાન્ય રીતે આવું દરેક માતાપિતા કરતા હોય છે. તમને જણાવી દઈ કે બાળકો તમારી બોડી લેંગ્વેજ તેમજ તમારા હાવભાવથી જાણી જાય છે કે તમે પરેશાન છો. બાળકે હંમેશા પોતાના માતાપિતાને એક મજબુત ઇમારતની જેમ જોતા હોય છે જેના પર તેમને સંપૂર્ણ વિશ્વાસ હોય છે માટે તમારે તમારા ગુસ્સા તેમજ તમારા વ્યવહાર પર નિયંત્રણ રાખતા શીખવું જોઈએ. અને બાળકોને પણ તેમ જ શીખવવું જોઈએ.

image source

– ઉપર જણાવ્યું તેમ બાળકો પોતાના માતાપિતા પાસેથી જ પરિસ્થિતિમાંથી બહાર નીકળવાનું શીખે છે. તેઓ માતાપિતા પાસેથી જ પોતાની સમસ્યાનું સમાધાન શોધતા હોય છે. પણ જ્યારે તેઓ પોતાના માતાપિતાને હંમેશા સમસ્યામાં જોતા હોય દુઃકી જોતા હોય તો તેઓ પોતે નક્કી કરી લે છે કે ફલાણી સ્થિતિ અસુરક્ષિત હોય છે તેનાથી દૂર જ રેહવું જોઈએ. આમ થવાથી બાળકમાં ફાઈટીંગ સ્પિરિટ બિલકુલ નહીં આવે જે જીવન માટે અત્યંત જરૂરી છે.

હવામાં સમસ્યાઓ ઉભી કરવાનો પ્રયાસ ન કરો

image source

– જ્યાં સુધી બાળક સામેથી તમને આવીને ન કહે કે તેનેકોઈ તકલીફ છે ત્યાં સુધી તમારે તેને તમારા અનુભવોના આધારે બીવડાવવાની કોઈ જરૂર નથી. એ ખૂબ જ જરૂરી છે કે બાળકોને તમે દરેક પ્રકારની લાગણીઓમાંથી પસાર થવા દો અને તેમને તેમની લાગણીઓને તેમની રીતે વ્યક્ત કરવા દો.

– બાળકો અવારનવાર પોતાના બાળકોને ભવિષ્યની કોઈ મુશ્કેલીથી બચાવવા માટે એવું ઘણું બોલી જતા હોય છે જેની અસર તેમના પર નકારાત્મક થાય છે. તેમાં માતાપિતાનો કોઈ જ ખોટો ઇરાદો નથી હોતો પણ તેની અસર બાળક પર ખોટી પડે છે.

image source

– દા.ત. કે નાનપણમાં તમે તમારા બાળકના મનમાં કોઈ જાનવર માટે ભય ઉત્પન્ન કરી દો પછી આખું જીવન તે તે પ્રાણીથી ભયભીત રહે છે. તમે તમારા અનુભવો પ્રમાણે ભલે જે તે જાનવરથી ડરતા હોવ પણ તમારા બાળકને તમારે તે માટે અગાઉથી ડરાવવાની કોઈ જ જરૂર નથી. બાળકને તેની જાતે અનુભવવા દો.

– બાળકો સાથે તમારા અનુભવો શેર કરવા ખોટું નથી પણ તમારા ભય, તમારો પૂર્વગ્રહ તમારી માનસિક તાણ શેર કરવી બીલકુલ ખોટું છે. જો તમે તમારા કામના કારણે તાણમાં હોવ તો થોડો સમય બ્રેક લઈ લો.

image source

– તમારા રૂટીનને પણ તમે બદલી શકો છો આ રીતે તમે તમારી માનસિક તાણને મેનેજ કરી શકો છો. અને જ્યારે તમે સ્ટ્રેસ મુક્ત રહેશો તો બાળક પણ તેમ કરતાં શીખશે. એ શક્ય જ નથી કે તમે માનસિક તાણમાં રહો અને તમે તમારા બાળકો પાસે સ્ટ્રેસ મુક્ત રહેવાની અપેક્ષા રાખો. તમારે તમારી રુટીન લાઈફમાંથી થોડો બ્રેક લેવો જોઈએ. તમે બહાર ટહેલવા જઈ શકો છો, બાળકો સાથે કોઈગેમ રમી શકો છો.

– બાળક એક સ્પન્જ જેવું હોય છે જે તેની આસપાસની બધી જબાબતો તરત જ પોતાનામાં સમાવી લે છે. તમારા ચહેરાના ભાવોને પણ કાબુમાં રાખો. ખાસ કરીને નકારાત્મક ભાવોને. તમે ચિંતિત નથી દુઃખી નથી તેવું કહેવાથી બાળક નહીં માની જાય પણ તમે ખરેખર તેવું અનુભવતા હોવા જોઈએ.

image source

– કોઈ પણ સંજોગોમાં તમારે તમારા પરને વિશ્વાસ ગુમાવવાનો નથી. તમાર બાળકને ચિંતિત જોતાં કે દુઃખી જોતાં કે માનસિક તાણમાં જોતાં તમારે હાર નથી માનવાની. તમારા ઘડતરમાં કોઈ જ સમસ્યા નથી એ વાત ખાસ યાદ રાખો. તમે ખરાબ કે નિષ્ફળ માતાપિતા નથી. બાળકની ચિંતા, મુંઝવણ તેમ મુશ્કેલીઓને દૂર કરતાં કરતાં તમારે પણ તાણમુક્ત રહેવાનું છે.