જુહી ચાવલા અને શાહરૂખ ખાનના બાળકોમાં છે સામ્યતા, ધરાવે છે આ વસ્તુમાં રસ

બોલિવિડ સ્ટાર્સના બાળકો એમનું કરિયર કઈ દિશામાં બનાવવા માંગે છે એ વાતમાં ફેન્સનો ઇન્ટરેસ્ટ હંમેશાથી રહ્યો છે. અમુક સ્ટાર કિડ્સ જ્યાં એમના માતા પિતાની જેમ ફિલ્મી દુનિયામાં પગ મુકવા માંગે છે તો અમુક એવા હોય છે જે જિંદગીમાં કંઈક અલગ કરવા માંગે છે. થોડા દિવસ પહેલા સોશિયલ મીડિયા પર અમુક ફોટા વાયરલ થયા હતા જેમાં શાહરુખ ખાનનો મોટો દીકરો આર્યન ખાન અને જુહી ચાવલાની દીકરી જાહ્નવી મહેતા આઇપીએલ ઓકસન દરમિયાન દેખાયા હતા.

image source

બન્નેને કોલકાતા નાઈટ રાઈડર્સના ટેબલ પર એકસાથે જોવામાં આવ્યા હતા. શાહરુખ ખાન અને જુહી ચાવલાએ ઘણી ફિલ્મોમાં સાથે કામ કર્યું છે અને બન્નેએ વર્ષ 2013માં એક પ્રોડક્શન હાઉસ Dreamz Films Unlimited પણ શરૂ કર્યું હતું. જો કે આ પ્રોડક્શન હાઉસ ફ્લોપ રહ્યું પણ આઇપીએલની ટીમ કોલકાતા નાઈટ રાઈડર્સને ખરીદવા માટે જુહી ચાવલાના પતિ જય મહેતાની સાથે બોલિવુડના બે સુપરસ્ટારે હાથ મિલાવ્યો.

image source

શાહરુખ ખાન અને જુહી ચાવલાને દર વર્ષે આઇપીએલની નિલામીમાં જોવામાં આવ્યા હતા પણ કોલકાતા નાઈટ રાઈડર્સના ફેન્સ આ વર્ષે આઇપીએલ ઓકસનમાં આર્યન ખાન અને જાહ્નવી મહેતાને એકસાથે જોઈને ચોંકી ગયા હતા. આવનારી પેઢીને જવાબદારી સંભાળતા જોઈ જુહી ચાવલાને કેવું લાગ્યું? એ સવાલ પર એક્ટ્રેસે કહ્યું કે ઘણી નાની વસ્તુઓ દિમાગમાં આવે છે..પહેલા લાગ્યું કે પ્રકૃતિ કેટલી અદભુત છે. એક ઝલકમાં મને આર્યન ખાન એક યંગ શાહરુખ ખાન જેવા લાગી રહ્યા હતા અને જાહ્નવી ઘણી ખરી મારા જેવી લાગે છે.

image source

એક રિપોર્ટ અનુસાર જુહી ચાવલાએ જણાવ્યું છે કે જાહ્નવી મહેતા અને આર્યન ખાન બન્નેને ક્રિકેટ ગમે છે અને એ આ ખેલને સારી રીતે સમજે છે. હું બહુ ખુશ હતી કે બાળકો ટીમમાં ઘણો રસ લઈ રહ્યા છે. એમમે એવું કરવા માટે ફોર્સ નથી કરવામાં આવી રહ્યો, એ આવું એટલા માટે કરી રહ્યા છે કારણ કે એ હકીકતમાં એવું કરવા માંગે છે. એ બન્ને આ ખેલને પસંદ કરે છે.

image source

નોંધપાત્ર વાત એ છે કે શાહરૂખ ખાન અને જુહી ચાવલા સિવાય પ્રીતિ ઝિન્ટા પણ આઈપીએલનો ભાગ રહી ચૂકી છે. તે ટીમ કિંગ્સ ઇલેવન પંજાબની માલિક છે. શાહરૂખ, પ્રીતિ અને જુહી 2008 માં આઈપીએલની શરૂઆતથી જ તેની સાથે સંકળાયેલા છે.