આખરે કેમ ડોક્ટર માતાએ 5 વર્ષના પુત્રની સામે કર્યો આપઘાત? પૂરી ઘટના વાંચીને તમારી આંખોમાં પણ આવી જશે આસું

કોરોના કાળમાં આપઘાતના મામલા દિવસેને દિવસે વધી રહ્યાં છે. આવી જ એક દુઃખદ ઘટના છત્તીસગઢમાં સામે આવી છે. અહીં એક મહિલા ડોક્ટરે પોતાના જ પાંચ વર્ષના માસૂમ પુત્ર સામે ફાંસી ખાઈને આપઘાત કરી લીધો. ઉલ્લેખનીય છે કે આત્મહત્યાની આ ઘટના છત્તીસગઢના બલરામપુર જિલ્લામાં બની છે.

image source

અહીં સરકારી હોસ્પિટલમાં કામ કરી રહેલી મહિલા ડોક્ટર ખુશબુ સિંહે દુપટ્ટાનો ફંદો બનાવી પંખા સાથે બાંધ્યો. આ પછી તેણે પોતાના 5 વર્ષના દીકરા સામે જ ફંદામાં લટકીને આત્મહત્યા કરી લીધી. પોલીસે રવિવારના દિવસે મૃતદેહને પોસ્ટમોર્ટમ કરાવ્યા બાદ પરિવારને સોંપ્યો હતો. જો કે પોલીસે હજુ સુધી મહિલાના મોત પાછળ કારણ જાણી શકી નથી.

image source

જ્યારે ડોક્ટર મહિલા અડધી રાતે તેના રૂમમાં આત્મહત્યા કરી રહી હતી ત્યારે તેના 5 વર્ષના પુત્રને કંઈક અલગ લાગતાં તે અડધી રાતે તેના નાના નાની પાસે ગયો અને સમગ્ર ઘટનાની વિગત કહી. તેણે કહ્યું કે મારી મમ્મીને કંઈ થઈ ગયું છે. આ સમયે તરત તેના નાના નાની કંઈ ખાસ સમજી ન શક્યા. તેઓ દોડીને તેની સાથે તેના ઘરે ગયા.

image source

અહીં જઈને તેઓએ જોયું કે મહિલા પંખા સાથે લટકી રહી હતી. ગમે તેમ કરી પરિવારજનો તેને હોસ્પિટલ લઇ ગયા. ડોક્ટર મહિલાને અહીં ડોક્ટરોએ મૃત જાહેર કરી હતી. ઉલ્લેખનીય છે કે મહિલાના લગ્ન 2013માં મુંબઇમાં રહેતા પુનીત સિંહ સાથે થયા હતા. મૃતક મહિલાનો પતિ મુંબઇમાં રહે છે.

image source

અહીં તે એક ખાનગી કંપનીમાં નોકરી કરે છે. પ્રાથમિક માહિતી અનુસાર દંપતિ નોકરીના કારણે અલગ રહેતા હોવાનું જાણવા મળ્યું છે. પરંતુ અહીં મહિલાએ કયા કારણ સર આ પગલું ભર્યું છે તેની પોલીસ તપાસ કરશે.

image source

મહિલા સરકારી નોકરીને કારણે બલરામપુરમાં પોતાના માતા-પિતા સાથે રહેતી હતી. તેની સાથે તેનો 5 વર્ષનો પુત્ર પણ રહેતો હતો. જ્યારે પોલીસે આત્મહત્યાના કારણની તપાસ શરૂ કરી ત્યારે મૃતક મહિલાના પિતાએ જણાવ્યું કે રાતે એવી કોઇ વાત થઇ નથી.

image source

તેને કોઈ તકલીફ થઈ હોય તેવું જાણવા મળ્યું નથી. બધા લોકો સાથે જમ્યા હતા. બાદમાં તે પુત્રને લઇને રૂમમાં જતી રહી. તેમની દીકરીએ કયા કારણ સર આ પગલું ભર્યું તેની તેમને પણ જાણ નથી. અત્યારે પોલીસે ગુનો દાખલ કરી પરિવારજનોની પુછપરછ હાથ ધરી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત