Site icon News Gujarat

કેન્દ્રના કર્મચારીઓ માટે ખુશખબરી, જાણો ખાતામાં DAના કેટલા પૈસા આવશે, જાણી લો તમામ માહિતી

આજ રોજ મળેલ બેઠકમાં મળી શકે છે ૧.૨ કરોડ કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે સારા સમાચાર, જાણીશું એકાઉન્ટમાં DAના કેટલા પૈસા મળી શકે છે. આજ રોજ National Council of JCM ના કેન્દ્ર સરકારના અધિકારીઓની સાથે આવતીકાલના રોજ મળવાની છે બેઠક.

આજ રોજ કરવામાં આવશે મહત્વની મીટીંગ, લેવામાં આવી શકે છે મહત્વના નિર્ણય.

image source

આજ રોજ તા. ૨૬ જુન, ૨૦૨૧ શનિવારના દિવસે કેન્દ્રીય કર્મચારીઓ માટે મહત્વના સમાચાર મળી શકે છે. જયારે ખરેખરમાં, આજ રોજ કેન્દ્ર સરકારના કર્મચારીઓનું પ્રતિનિધિત્વ કરનાર સંસ્થા National Council of JCMની કેન્દ્ર સરકારના અધિકારીઓની સાથે આવતીકાલના રોજ મીટીંગ થવાની છે. આ મીટીંગમાં કર્મચારીઓના ડીએને સંબંધિત નિર્ણય લેવામાં આવશે. સરકાર દ્વારા કર્મચારીઓને તા. ૧ જાન્યુઆરી, ૨૦૨૦થી લઈને તા. ૧ જાન્યુઆરી, ૨૦૨૧ સુધી 3 હપ્તામાં ચુકવવામાં આવશે. એટલું જ નહી, જુન, ૨૦૨૧થી ડીએની પણ જાહેરાત કરવામાં આવી શકે છે. નોંધનીય બાબત છે કે, સરકારની યોજના કર્મચારીઓને ૧૮ મહિના એરિયર આપવાનું આયોજન છે એટલે કે, એરિયરની સાથે સાથે ડીએ પણ ચુકવવામાં આવશે. ઉલ્લેખનીય વાત છે કે, આ તમામ યોજના ૭મા વેતન આયોગ અંતર્ગત અમલ કરવામાં આવશે.

ડીએને સંબંધિત મળી શકે છે સારા સમાચાર.

આજ રોજ National Council of JCM, ડીપાર્ટમેન્ટ ઓફ પર્સનલ એન્ડ ટ્રેનિંગના ઓફિસર્સ અને નાણા મંત્રાલયની સાથે મીટીંગ કરવામાં આવશે. આ મીટીંગ ગયા મહીને તા. ૮ મે, ૨૦૨૧ના રોજ મળવાની હતી. પરંતુ કોરોના વાયરસ સંક્રમણની મહામારીના લીધે આ મીટીંગ ટાળી દેવામાં આવી હતી. તે સમયથી જ નવી તારીખને લઈને કેટલીક અટકળો ચાલી રહી હતી.

image source

અંદાજીત ૨ લાખ રૂપિયા કરતા વધારે મળી શકે છે.

National Council of JCMના અધિકારી શિવ ગોપાલ મિશ્રાના જણાવ્યા મુજબ, લેવલ ૧ના કર્મચારીઓના ડીએ એરિયર ૧૧,૮૮૦ રૂપિયાથી લઈને ૩૭,૫૫૪ રૂપિયા સુધી થઈ શકે છે. ત્યાં જ લેવલ ૧૩ના કર્મચારીઓને ૭મા CPC બેસિક પે સ્કેલ ૧,૨૩,૧૦૦ રૂપિયાથી લઈને ૨, ૧૫,૯૦૦ સુધી ચુકવવામાં આવી શકે છે કે પછી લેવલ ૧૪(પે સ્કેલ) ના કર્મચારીઓ માટે ગણતરી કરીને ચુકવવામાં આવશે તે એક કર્મચારીના હાથમાં ડીએ એરિયરના 1,૪૪,૨૦૦ રૂપિયાથી લઈને ૨,૧૮,૨૦૦ રૂપિયા જેટલી ચુકવણી કરવામાં આવી શકે છે.

કેવી રીતે કરવામાં આવશે ડીએની ગણતરી?

DAની ગણતરી વિષે વાત કરીએ તો જે કર્મચારીઓનો ન્યુનતમ ગ્રેડ પે ૧૮૦૦ રૂપિયા (લેવલ- ૧ બેસિક પે સ્કેલ શ્રેણી ૧૮ હજારથી લઈને ૫૬૯૦૦)ને (૧૮ હજારના ૪%)X ૬) રૂપિયા ગણતરી કરવામાં આવી છે. ત્યાં જ ((૫૬૯૦૦ ના ૪%)X ૬) ધરાવતા ૧૩,૬૫૬ રૂપિયાનો અંદાજ છે.

image source

૭મા પગાર પંચ અંતર્ગત મિનીમમ ગ્રેડ પે પર કેન્દ્રીય કર્મચારીઓને જુલાઈ, ૨૦૨૦થી ડીસેમ્બર, ૨૦૨૦ સુધી ડીએ એરિયર ૩૨૪૦ રૂપિયા (૧૮ હજારના 3%)X ૬) ચુકવવામાં આવશે. ત્યાં જ ૫૬૯૦૦ના ૪%)X ૬)ના ૧૩,૬૫૬ રૂપિયા ચુકવવામાં આવશે.

મોંઘવારી ભથ્થું જોડાવાની ઉમ્મીદ

આપના પગારમાં કેટલો વધારો થઈ શકે છે પે- સ્કેલ મુજબ ઓછામાં ઓછો પગાર ૧૮ હજાર રૂપિયા છે તો તેમાં ૧૫% મોંઘવારી ભથ્થાનો ઉમેરો થવાની સંભાવના છે. એટલે કે, આપને પ્રતિ માસ ૨૭૦૦ રૂપિયા જેટલો વધારો પ્રાપ્ત થઈ શકે છે અને આપના વાર્ષિક પગારમાં ૩૨,૪૦૦ રૂપિયાનો વધારો મળી શકે છે.

૧૮ મહિના પછી કરવામાં આવશે વધારો.

image source

અંદાજીત ૧૮ મહિના પછી કેન્દ્રના કર્મચારીઓના ડીએમાં વધારો થઈ શકે છે. ગત વર્ષે કોરોના વાયરસ સંક્રમણની મહામારીના લીધે કેન્દ્રના કર્મચારીઓના ડીએને સ્થગિત કરી દેવામાં આવ્યું હતું. જાન્યુઆરી, ૨૦૨૦માં કર્મચારીઓના ડીએમાં ૪% નો વધારો કરવામાં આવ્યો હતો, ત્યાર પછી બીજા છ મહિનાના સમયગાળા દરમિયાન એટલે કે, જુન, ૨૦૨૦માં 3%નો વધારો કરવામાં આવ્યો હતો. ત્યારે હવે જાન્યુઆરી, ૨૦૨૧માં ૪% મપ વધારો કરવામાં આવ્યો છે એટલે કે, કુલ ૨૮%નો વધારો કરવામાં આવશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Exit mobile version