ધડાધડ વધી રહ્યા છે કોરોનાને કેસ, કાબુમાં લેવા હવે દરેક રાજ્યમાં થવા જઇ રહ્યું છે કંઇક આવું, જાણો આ વિશે શું કહ્યું કેન્દ્ર સરકારે…

દેશભરમાં વધી રહેલા કોરોનાના કેસને કાબુમાં લેવા હવે કેન્દ્ર સરકાર એક્શનમાં આવી છે અને ગુજરાત સહિત અનેક રાજ્યોને કેન્દ્ર સરકારે સઘન રીતે કોન્ટેક ટ્રેસિંગ કરવાના આદેશો આપ્યા છે, જેમાં દરેક કોરોનાના કેસ પર ઓછામાં ઓછા 30 લોકોનું કોન્ટેક્ટ ટ્રેસિંગ કરવું જોઈએ તેવી ભલામણ કરી છે. આ ઉપરાંત કોરોનાની બીજી લહેરને રોકવા જિલ્લા કેન્દ્ર દ્વારા રણનીતિ તૈયાર કરવા પર પણ કેન્દ્ર સરકારે ભાર મૂક્યો છે.

image source

નોંધનિય છે કે, કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવે કોરોનાની બીજી લહેરને રોકવા માટે કહ્યું છે કે પ્રત્યેક જિલ્લામાં ક્યાં કેસ વધી રહ્યા છે, કેટલા વધી રહ્યા છે એ માટેનો એક્શન પ્લાન તૈયાર કરી એ મુજબ કામ કરવું જોઈએ. નોંધનિય છે કે હાલમાં સમગ્ર દેશમાં રોજના 80 હજાર આસપાસ કેસ આપી રહ્યા છે. જેમા ઘણા રાજ્યોની સ્થિતિ ઘણી ખરાબ છે. જેથી ખાસ કરીને જ્યાં વધારે કેસ નોંધાય છે ત્યાં મોટા કન્ટેન્મેન્ટ ઝોન બનાવવા જોઇએ અને સાથે જ કોન્ટેક્ટ ટ્રેસિંગની પ્રક્રિયા પણ સઘન બનાવવી જોઈએ તેવો કેન્દ્ર સરકારે આદેશ આપ્યો છે.

image source

તો બીજી તરફ રાજ્યોને એ વિસ્તાર અને હોસ્પિટલની પણ ચોક્કસ વ્યવસ્થા કરવામાં આવવી જોઈએ, જ્યાં કોરોનાના દર્દીનાં મોત વધુ પ્રમાણમાં થાય છે એ જિલ્લા કે શહેરોમાં પ્રશાસનિક ઉણપોને દૂર કરવા માટે તરત જ કાર્યવાહી કરવાના આદેશ આપવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે ગુજરાતમાં છેલ્લા એક વર્ષથી કોરોનાના કેસો વધઘટ થઈ રહ્યા છે.

image source

તો બીજી તરફ અધિકારીઓ કોરોના સંક્રમણ રોકવા ગયા વર્ષે રાત-દિવસ મહેનત કરતા હતા. જેમા ગયા વર્ષે કોરોનાને રોકવા માટે આરોગ્ય સેતુ એપ ઉપરાંત પોઝિટિવ દર્દી કોના સંપર્કમાં આવ્યો છે તેના મોબાઈલ લોકેશન પરથી કોન્ટેકટ ટ્રેસિંગની કામગીરી કરવામાં આવતી હતી અને પોઝિટિવ વ્યક્તિ જેટલા લોકોના સંપર્કમાં આવી હતી એ તમામના ટેસ્ટિંગ કરવામાં આવતા હતા. જો કે આ વખતે આ કામગીરી કરવામાં આવતી નથી.

image source

જો હવે વાત કરીએ ગુજરાતની તો હાલમાં રાજ્યમાં કોરોના હવે કહેર વર્તાવી રહ્યો છે. તમને જણાવી દઈએ કે શુક્રવારે છેલ્લા 24 કલાકમાં 2640 નવા કેસ નોંધાયા હતા, તો બીજી તરફ અમદાવાદ, રાજકોટ અને સુરતમાં 3-3 તથા વડોદરા શહેર અને ભરૂચમાં 1-1 મળી કુલ 11 લોકોનાં મોત થયાં હતા. આ સાથે જ રાજ્યમાં મૃત્યુઆંક 4539એ પર પહોંચી ગયો છે. આ પહેલા ડિસેમ્બરના મધ્યમાં 15મીએ આટલાં મોત નોધાયાં હતાં. તમને જણાવી દઈએ કે હાલ રાજ્યમાં કોરોનાનો રિક્વરી રેટ 94.21 ટકા છે,

image source

આ ઉપરાંત ગુજરાતમાં કોરોનાના એક્ટિવ કેસનો આંકડો 13 હજારને પાર પહોંચી ગયો છે. નોંધનિય છે કે રાજ્યમાં અત્યાર સુધીમાં 2 લાખ 94 હજાર 650 દર્દી સાજા થયા છે, અને 13,401 દર્દીની હાલત સ્થિર છે. તો બીજી તરફ હાલ ગુજરાતમાં રેકોર્ડબ્રેક રસિકરણ કરાયું છે. તમને અત્યારસુધી 57 લાખ 75 હજાર 904 લોકોને પ્રથમ ડોઝ અને 7 લાખ 30 હજાર 124 લોકોને બીજા ડોઝનું રસિકરણ પૂર્ણ થયું છે. આમ કુલ મળીને 65 લાખ 6 હજાર 28 લોકોને રસી આપવામાં આવી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *