સૌથી મોટા સમાચાર: કેન્દ્રીય સરકારી કર્મચારીઓ માટે ખુશખબર, મોંઘવારી ભથ્થું 28 ટકા સુધી વધારવામાં આવ્યું, જાણો ક્યારથી મળશે લાભ

મોદી સરકારે કેન્દ્રીય કર્મચારીઓને મોટી ભેટ પી છે. વડાપ્રધાનના આવાસ પર મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં મોંઘવારી ભથ્થું વધારવા નિર્ણય લેવાયો છે. સૂત્રોના જણાવ્યાનુસાર મોદી કેબિનેટે મોંઘવારી ભથ્થાના વધારા પર મંજૂરીની મહોર મારી દીધી છે. કેબિનેટે પોતાના નિર્ણયમાં કેન્દ્ર સરકારે કર્મચારીઓના ડીએમાં 11 ટકા વધારો કર્યો છે. આ નિર્ણય પછી મોંઘવારી ભથ્થુ 17 ટકાથી વધી 28 ટકા કર્યું છે.

image source

ઉલ્લેખનીય છે કે કોરોના મહામારીના કારણે મોંઘવારી ભથ્થામાં વધારા પર રોક લગાવી દીધી હતી. ગત વર્ષે કોરોનાના કારણે એપ્રિલ માસમાં સરકારે મોંઘવારી ભથ્થાના બે હપ્તા રોકી દીધા હતા. પરંતુ આજે મળેલી બેઠકમાં મોંઘવારી ભથ્થા પરની રોક હટાવી લેવામાં આવી છે અને સાથે જ તેમાં વધારો પણ કરાયો છે.

image source

કેન્દ્ર સરકારે કેન્દ્રીય કર્મચારીનું ડીએ 17 ટકાથી વધારી 28 ટકા કર્યું છે. આ નિર્ણયથી કેન્દ્રીય કર્મચારીઓને મોટી ભેટ મળી છે. જણાવી દઈએ કે કેન્દ્ર સરકારે જાન્યુઆરી 2020 માટે ડીએમાં 4 ટકાનો વધારો કર્યો હતો. ત્યારબાદ ડીએને જૂન 2020માં ફરી 3 ટકા વધાર્યું હતું. જાન્યુઆરી 2021માં ડીએમાં 4 ટકા વધારો થયો હતો. જ્યાર બાદ કેન્દ્રીય કર્મચારીઓને 17 ટકા મોંઘવારી ભથ્થુ મળતું હતું. પરંતુ હવે તેમાં વધુ 11 ટકાનો વધારો થયો છે.

image source

મોંઘવારી ભથ્થામાં વધારો થતાં કેન્દ્રીય કર્મચારીઓના પગારમાં વધારો થશે. કેન્દ્ર સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થાના ત્રણ હપ્તા હજુ ચુકવવાના બાકી છે. કોરોના મહામારીના કારણે સરકારે ડીએમાં વધારો પણ અટકાવ્યો હતો. કર્મચારીઓના ડીએ 1 જાન્યુઆરી 2020, 1 જુલાઈ 2020 અને 1 જાન્યુઆરી 2021નું બાકી હતું.

image source

મોંઘવારી ભથ્થા સરકાર તરફથી તેના કર્મચારીઓને તેમના ખાણી-પીણી, રહેણીકરણીને સુધારવા માટે આપવામાં આવે છે. આ રકમ પગારનો જ એક ભાગ હોય છે. જે પગારના નક્કી કરેલા ટકા હોય છે. કેન્દ્ર સરકાર સમય સમય પર તેમાં વધારો કરે છે. આ મોંઘવારી ભથ્થાનો લાભ નિવૃત્ત કર્મચારીઓને પણ મળે છે.

image source

વધેલું મોંઘવારી ભથ્થુ કેન્દ્રીય કર્મચારીઓને 1 જુલાઈથી મળશે. એટલે કે 1 જુલાઈ 2021થી કેન્દ્રીય કર્મચારીઓના મૂળ વેતનના 11 ટકા લેખે તેમને પગારમાં વધારો મળશે. જેના કારણે કર્મચારીઓને સપ્ટેમ્બરમાં બમ્પર સેલેરી મળશે.વધતી મોંઘવારી વચ્ચે સરકારના આ નિર્ણયથી કેન્દ્રીય કર્મચારીઓના પરીજનોમાં ખુશીનું મોંજુ ફરી વળ્યું છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!